Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1102
________________ હવે અજ્ઞાનત્રય વિષે કહેવામાં આવે છે :(૬) કુમતિજ્ઞાન-મિથ્યાદર્શનના ઉદય સાથેનું આભિનિબોધિકજ્ઞાન જ કુમતિજ્ઞાન મિથ્યાત્વ દ્વારા અર્થાતુ ભાવ-આવરણ દ્વારા અજ્ઞાન કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન તથા વિર્ભાગજ્ઞાન) અને અવિરતિભાવ હોય છે, તથા શેયને અવલંબતા (શેય સંબંધી વિચાર અથવા જ્ઞાન કરતાં તે તે કાળે દુઃનય અને દુઃપ્રમાણ હોય છે. (૭) કુશ્રુતજ્ઞાન મિથ્યા દર્શનના ઉદય સાથેનું શ્રુતજ્ઞાન જ કુશ્રુતજ્ઞાન છે. (૮) વિર્ભાગજ્ઞાન=મિથ્યાદર્શનના ઉદય સાથેનું અવધિ શાનયા આ જે આત્મા છે તે જ્ઞાન સ્વરૂપ છે તેમ તાદાભ્યપણે એમાં એકાગ્ર થવું તે જ્ઞાનની ક્રિયા છે. આત્મા અને જ્ઞાન એકરૂપ હોવા છતાં તે એકરૂપો એવી તેણે પર્યાયમાં અનુભતિ નથી કરી. સાકર અને એની મીઠાશ છે તો તદ્રપે. પણ એનો સ્વાદ આવે ત્યોર તપે છે એમ સાચું થયું ને ? એમ ગુણ (જ્ઞાન) અને ગુણી (આત્મા) છે એકરૂપ, પણ પર્યાયમાં એનો સ્વાદ આવે એની સેવના થઈ કહેવાય ને ? અનલ્યિાથી પ્રાપ્તિ :કોઇ પર્યાય પોતે પોતામાંથી ઉત્પન્ન થઇ શકે નહિ પણ તે દ્રવ્યના આધારે-દ્રવ્યમાંથી-ઉત્પન્ન થાય; કારણ કે જો એમ ન હોય તો તો દ્રવ્યરૂપ આધાર વિના પર્યાયો ઉત્પન્ન થાય, જળ વિના તરંગો થાય, એ પણ પ્રત્યક્ષ વિરુદ્ધ છે; તેથી પર્યાયને ઉત્પન્ન થવા માટે દ્રવ્યરૂપ આધાર જોઇએ. આ રીતે જ્ઞાનપર્યાય પણ પોતે પોતામાંથી ઉત્પન્ન થઇ શકે નહિ, આત્મ દ્રવયમાંથી ઉત્પન્ન થાય-એ વાત તો બરાબર છે. પરંતુ જ્ઞાનપર્યાય પોતે પોતાથી જણાઇ શકે નહિ એવાત યથાર્થ નથી. આત્મ દ્રવ્યમાંથી ઉત્પન્ન થતો જ્ઞાનપર્યાય પોતે પોતાથી જ જણાય છે. જેમ દીવા રૂ૫ આધારમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ પર્યાય સ્વ-પરને પ્રકાશે છે. તેમ આત્મારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો જ્ઞાનપર્યાય સ્વ-પરને જાણે છે. વળી જ્ઞાન પોતે પોતાને જાણે છે એ અનુભવસિદ્ધ પણ છે. શાન-જ્યાથી બોણ છે તેમાં જ્ઞાન શું છે અને ક્રિયા શું છે ? દ્રવ્ય શ્રુતજ્ઞાનના આલંબનથી પણ ભાવ ઋતજ્ઞાન એટલે કે શુદ્ધ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તે જ ૧૧૦૨ વાસ્તવિક જ્ઞાન છે; ને દ્રવ્ય ક્રિયાનું આલંબન લઈને પણ અંતરમાં ભાવદીપક પ્રગટાવવો, અંતરાત્મામાં ભાવક્રિયા સાધવી, શુદ્ધ આત્માનું અનુચરણ કરવું તે જ વાસ્તવિક ક્રિયા યા ચારિત્ર છે. આ શુદ્ધ આત્મજ્ઞાન ને શુદ્ધ આત્મચારિત્રનો જ્યારે સુમેળ પ્રાપ્ત થાય છે ત્યારે જ મોક્ષની પ્રાપ્તિ થાય એમાં કોઈ વાદ નથી. સારાંશ કે જ્ઞાન શબ્દથી ભાવશ્રુતજ્ઞાન અથવા શુદ્ધ આત્મજ્ઞાન, ક્રિયા શબ્દથી ભાવ ચારિત્ર અથવા શુદ્ધ આત્મ ચારિત્ર વિવક્ષિત છે. એવા જ્ઞાન-ક્રિયાનો મેળ મળે ત્યારે જ મોક્ષ મળે એ નિશ્ચિત છે. શાનથg :દિવ્ય નયન. (૨) શુદ્ધ જ્ઞાનપરિણતિ; શુદ્ધ જ્ઞાન પરિણતિ રાગ-દ્વેષને, પુણ્ય-પાપને કરતી કે ભોગવતી નથી તેમજ તેને ગ્રહતી પણ નથી. તે જ્ઞાન ચક્ષુ માત્ર જાણે છે. જ્ઞાતા-દષ્ટપણે રહે છે. જો તે જ્ઞાતા-દષ્ટાપણે મટીને કરવા-ભોગવવા કે ગ્રહવા જાય તો તેની શાંતિ બળી જાય છે. જાનચેતના (જ્ઞાનોપયોગ) જેમાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાનોપયોગ કહે છે; અર્થાત્ જ્ઞાનગુણને અનુસરીને વર્તનારો ચૈતન્ય પરિણામ તે જ્ઞાનોપયોગ છે. (૨) રાગથી ખસીને જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાનચેતના છે, અને તે ચોથેથી શરૂ થાય છે.સમ્યદષ્ટિને જ્ઞાન ચેતના હોય છે, પણ પુર્ણ નથી. સાથે કર્મચેતના અને કર્મફળ ચેતના પણ હોય છે. (૩) જે પદાર્થોને સાકારરૂપે વિશેષપણે કરીને જાણે તેને જ્ઞાન ચેતના કહે છે. જ્યારે આ ચેતના શુદ્ધ જ્ઞાન સ્વભાવે પરિણમે ત્યારે જ્ઞાન ચેતના કહીએ. (૪) જ્ઞાનનું અનુભવવું; જ્ઞાનનું અનુભવન (૫) નિજ જ્ઞાનાનંદ સ્વરૂપના પરિણમનરૂપ જ્ઞાન ચેતનાનું અનુભવને મુનિને હોય છે. રાગનું કરવું અને રાગનું વેદવું મુનિને છૂટી ગયું હોય છે, એને તો એકલું આનંદનું વેદન છે. આવા ચારિત્રવત મુનિ મોક્ષની તદ્દન નજીક હોય છે. (૬) જ્ઞાનનું અનુભવન. (૭) ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ જ્ઞાન અને આનંદસ્વરૂપ છે, તેમાં એકાગ્ર થઈને તેમાં જ લીન થવું તે જ્ઞાનચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે. અહાહા.. ! જેમ મોર ગેલમાં આવી કળા કહે છે ત્યારે એનાં પીંછાં ખીલે

Loading...

Page Navigation
1 ... 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117