Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1105
________________ આવી નથી. શરીરાદિની અને રાગાદિની જે ક્રિયા થાય તેને જાણી લેવી તે જ્ઞાનની પરિણતિ જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાનની અવસ્થાને જ્ઞાતાભાવે રહીને જાણી લેવી તે જ્ઞાનની ક્રિયા છે. જ્ઞાન જ્ઞાનમાં એકાગ્રમાં એકાગ્ર થયું તે જ્ઞાનની ક્રિયા છે. આત્મા જાણનાર અને જોરનાર છે. જ્ઞાની જાણે છે કે આ રાગનો કર્તા હું નથી પણ તેનો જ્ઞાતા રહેવું તે મારું કામ. તે મારી જ્ઞાનની ક્રિયા. આ ક્રિયા સર્વજ્ઞ ભગવાનોએ નિષેધી નથી, કેમ કે જ્ઞાનક્રિયામાં પુરૂષાર્થ છે. જ્ઞાન ક્રિયા પોતાનો સ્વભાવ છે. જ્ઞાનક્રિયા તે સદ્ભુત વ્યવહાર છે. રાગ-દ્વેષની શુભાશુભ લાગણીઓ થાય તે ચૈતન્યની અરૂપી વિકારી ક્રિયા છે. તે આત્માની પોતાની અવસ્થા છે. અજ્ઞાન અવસ્થામાં વિકારી ક્રિયાનો કર્તા થતો હતો એ ભાન થતાં જ્ઞાનનો કર્તા થયો, અને જ્ઞાન એની ક્રિયા થઈ જુઓ, આમાં ક્રિયા આવી પરંતુ ચૈતન્યની ક્રિયા આવી; જડની ક્રિયા મારી નથી. વિકારી ક્રિયા મારી નથી પણ જ્ઞાનની ક્રિયા તે મારી ક્રિયા છે. આ ક્રિયાથી બંધનભાવ ટળીને અબંધનભાવ થાય છે માટે આ ક્રિયા નિષેધવામાં આવી નથી. જ્ઞાની પોતાના જ્ઞાનમાં સ્વ-પરને જાણે છે પરંતુ પરનો કર્તા થતો નથી. પ્રથમ વિકારરૂપ પરિણમતો હતો તેને ફેરવીને જાણવારૂપ પરિણમે છે. આ મોક્ષમાર્ગની ક્રિયા છે. આ સાધકની ક્રિયા છે. શાનની ચેતનામાં ચેતવું :જ્ઞાનમાં એકાગ્ર થવું. શાનની નિશાની અતીન્દ્રિય આનંદનો અનુભવ ન હોય તો જ્ઞાનનું પ્રગટવું હોતું ૧૧૦૫ અંતર એકાગ્રતા થાય તેને અહીં જ્ઞાનની સંચેતના કહી છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ પ્રકાશે છે. શાનીનો આત્મા :જ્ઞાનીનો આત્મા ત્રિકાળ જ્ઞાતા-દષ્ટા ધ્રુવ છે. અખંડ છે. કારણકે જેવો ચૈતન્યનો સ્વભાવે તેવો જ્ઞાનીએ પ્રતીતમાં લીધો છે માટે જ્ઞાનીનો આત્મા અખંડ ત્રિકાળ શુદ્ધ છે. અજ્ઞાનીનો આત્મા કેવડો ? કે અજ્ઞાનીના અજ્ઞાનભાવ જેવડો. એટલે કે વર્તમાન અવસ્થા જેવડો. એટલે કે એક સમયના પુણ્યપાપભાવ પૂરતો. કારણ કે ત્રિકાળી શુદ્ધસ્વભાવને તે માનતો નથી માટે તે અજ્ઞાનીનો ત્રિકાળી આત્મા નથી, એનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે એ તો ક્યાં જાય, પણ અહીં એની માન્યતાની અપેક્ષાએ વાત છે. આવો જ્ઞાનપ્રકાશ જ્ઞાનીને અંતરમાં પ્રગટટ્યો છે. તે જ્ઞાનપ્રકાશના ભારથી અજ્ઞાન-અંધકાર ભેદાઈ જાય છે, અજ્ઞાન અંધકારનો નાશ થાય છે. રાગ-દ્વેષ અને પુણ્ય-પાપભાવ મારા નથી, હું તેનો કર્તા નથી, તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો ચિદાનંદ આનંદઘન છે. તે સ્વભાવનો હું કર્તા છું પરંતુ પરભાવોનો હું કર્તા નથી એમ જ્ઞાન સ્વરૂપ થઈને કર્યુત્વ રહિત થયો થકો નિર્મળ અને નિદોર્ષપણે તે કાળે શોભી રહ્યો છે. તે કાળે એટલે પહેલાં અજ્ઞાની હતો તે અજ્ઞાન ટળીને હવે જ્ઞાની થયો એટલે જ્ઞાનની અંતરક્રિયા અપૂર્વ થઈ, તે જ્ઞાનપ્રકાશના ભારથી જ્ઞાનમાં સમાઈ જાય છે, એટલે તે કાળે શોભી રહ્યો છે, આ કેવળજ્ઞાનની વાત નથી, આ તો સમ્યગ્દષ્ટિ જીવની વાત છે. વાહ ! ભારે અદ્ભુત વાત કરી છે, જે જોગીને જુએ તેને જણાય તેવું છે. શાનનો દોષ :સંશય, વિપર્યય અને અનધ્યવસાય (અચોકકસતા). શાનનો નિન્દન (પ્રદોષ, નિર્નવ માત્સર્ય, અંતરાય, આસાદન, ઉપદાત (તત્ત્વાર્થ સૂત્ર અ.૬ સૂત્ર.૧૦) એ છે કારક (કારણ) છે વિકારી પર્યાયના, એ ષષ્કારક વિકલ્પ પોતાથી છે. અને જ્ઞાનાવરણીયની જે પર્યાય થી છે એ પોતાના ષષ્કારકથી કર્મના ષષ્કારકથી ઉત્પન્ન થઈ છે રાગથી વિલ્પથી) ઉત્પન્ન થઈ નથી. આહા...!! નથી. શાનીના વચનો :જ્ઞાનીનાં વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારું છે. શાનની સંપેતના શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુને નિજસ્વરૂપમાં એકાગ્ર થઈ તને પર્યાયમાં વેદવું અનુભવવું તે જ્ઞાનની સંચેતના છે. શુદ્ધ ચૈતન્ય દાન સ્વભાવી આનંદ કંદ પ્રભુ આત્મા છે, તેમાં સમ્યક્ પ્રકારે એકાગ્ર થઈ રમણતા કરવાની જ આત્માની અત્યંત શુદ્ધ દશા પ્રકાશે છે. (૨) સમ્યગ્દર્શન પૂર્વક ઉપયોગની

Loading...

Page Navigation
1 ... 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117