Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1109
________________ સ્વભાવ નથી. છતાં પર્યાયમાં વિકાર છે તો એનો કર્તા કોણ છે તો કહે છે કે પુદગલ ત્યાં પર્યાયબુધ્ધિ છોડાવવા એમ કહ્યું કે ચૌદેય ગુણસ્થાન જીવને નથી. ત્યારે મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે-તત્ત્વનિર્ણય કરવામાં કાંઇ કર્મનો તો દોષ છે નહિ પણ તારો જ દોષ છે. તું પોતે તો મહંત રહેવા ઇચ્છે છે અને પોતાનો દોષ કર્મોદિકમાં લગાવે છે ? પણ જિન આજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહિ. જુઓ વિકાર કર્મથી થાય છે. એમ માનનાર અનીતિ કરે છે. એ અનીતિ જૈનદર્શનમાં સંભવિત નથી. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ કહેવું છે કે વિકાર થાય છે તે પોતાના અપરાધથી જ થાય છે, કર્મ કે નિમિત્તથી નહિ. જયારે આ ગાથામાં અહીં એમ કહે છે કે જીવને વિકાર નથી કેમ કે સ્વાનુભૂતિ કરતાં વિકારના પરિણામ અને તેનું નિમિત્ત જે કર્મ તે ભિન્ન રહી જાય છે. તેથી આઠેય કર્મ જીવને નથી. અહીં સ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. જ્ઞાનાવરણીયકર્મ કેમ જીતાય ? :પ્રશ્નઃ- સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે કે પ્રશ્ન :- જુઓ પુદ્ગલની શક્તિ ! તે કેવળજ્ઞાનને પણ રોકે છે. કેવળજ્ઞાનને રોકે,એવું કેવળજ્ઞાનાવરણીય કર્મ છે ને ? ઉત્તરઃ- એ તો પુદ્ગલમાં નિમિત્ત થવાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટલી શક્તિ છે, તે બતાવ્યું છે. કેવળ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો, માટે કેવળજ્ઞાન રોકાયું છ, એમ નથી. ઉદય તો જડમાં છે, અને ઉદયને અનુસરવાની લાયકાત, પોતાની છે. માટે જ્ઞાન પોતાથી,હીનપણાને પ્રાપ્ત થયું છે. પરિણતિમાં વિષયનો પ્રતિબંધ થતા,થોડો વિષય કરે છે અને ઘણો છોડી દે છે. તે પોતાથી થાય છે, જ્ઞાનાવરણીય કર્મ તો, એમાં નિમિત્ત છે. જ્ઞાનાવરણીય કર્મનો ઉદય ભાવકપણે આવે છે તે તેની સત્તામાં છે અને જીવની સત્તામાં પોતાના કારણે, તેને અનુસરીને જ્ઞાનની હીણી દશા થવાની ભાવ્યદશા થાય છે. તે ભાવ્ય-ભાવક સંકરદોષ છે. હવે પર્યાયને પૂર્ણ નિર્મળ કરવા, પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન કેવળજ્ઞાનનો પિંડ છે, તેનો પૂર્ણ આશ્રય કરતાં નિમિત્તનું અનુસરણ છૂટી જાય છે. ત્યારે તે ભાવ્ય પણ રહેતું નથી, અને કેવળજ્ઞાન ૧૧૦૯ પ્રગટ થાય છે. તેવી રીતે મતિ, શ્રુત, અવિધ અને મનઃપર્યય જ્ઞાનમાં પણ, લઈ લેવું. આ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ જીતાય છે. જ્ઞાનાવરણીય તેવી રીતે ત્રિકાળી નિત્ય જ્ઞાન સ્વભાવી વધામનો આશ્રય લઇને જ્યારે આત્મા કે કેવળજ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ્ઞાનાવરણીયનો નાશ થાય છે. જ્ઞાનાવિમૂઢ :શ્રધ્ધાનશૂન્ય, આગમશૂન્ય શાની :આત્મા (૨) ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી જ્ઞાની કહેવાતા નથી. પણ જેનામાં નીચેના ૧૦ લક્ષણ શોભતા હોય તે જ્ઞાની કહેવાય છે. (*) ક્રોધરહિત (*)વૈરાગ્યવંત (*)જિતેન્દ્રિય (*) ક્ષમાવંત (*) દયાવંત (*) સર્વને પ્રિયકારી (*) નિર્લોભી (*) નિર્ભય (*) શોકરહિત (*) દાતા (૩) જેના દર્શન અને જ્ઞાનમાં આત્મા સમીપ છે અને રાગ દૂર છે તે જ્ઞાની છે. અજ્ઞાનીને રાગ સમીપ છે. અને આત્મા દૂર છે. (૪) આત્મા ( પ્રથમ તો જ્ઞાની જ્ઞાનથી પૃથક્ નથી; કારણ કે બન્ને એક અસ્તિત્વથી રચાયાં હોવાથી બન્નેને એક દ્રવ્યપણું છે, બન્નેના અભિન્ન પ્રદેશો હોવાથી બન્નેને એકક્ષેત્રપણું છે, બન્ને એક સમયે રચાતાં હોવાથી બન્નેને અકેકાળપણું છે, બન્નેનો એક સ્વભાવ હોવાથી બન્નેને એકભાવપણું છે. પરંતુ આમ કહેવામાં આવતું હોવા છતાં, એક આત્મામાં આભિનિબોધિક (મતિ) આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતાં નથી, કારણ કે દ્રવ્ય વિશ્વરૂપ છે. દ્રવ્ય ખરેખર સહવર્તી અને ક્રમવર્તી એવા અનંત ગુણો અને પર્યાયોનો આધાર હોવાને લીધે અનંતરૂપવાળું હોવાથી, એક હોવા છતાં પણ વિશ્વરૂપ કહેવાય છે. (૫) નિજ ચૈતન્ય સ્વભાવના (આત્મતત્ત્વના) આશ્રયે જેણે અંદર જ્ઞાન ચેતના પ્રગટ કરી છે તે જ્ઞાની છે. (૬) ધર્મી. (૭) વીતરાગી (૮) ક્ષયોપશમ જ્ઞાન હોય તે; રાગથી ભિન્ન જ્ઞાનાનંદ કંદ પ્રભુ આત્માને સ્વપણે જાણે-અનુભવે તે જ્ઞાની કહે છે. ચોથા ગુણસ્થાનથી ધર્મી જીવને જ્ઞાની કહેવામાં આવે છે, કારણ કે તેને અંતરમાં સ્વ-પરનું ભેદજ્ઞાન થયું છે. બાકી કોઈ ૧૧ અંગ અને નવપૂર્વ ભણ્યો હોય પણ જો એને પરમાં અને રાગમાં સુખબુદ્ધિ હોય તો તે અજ્ઞાની છે. જ્ઞાની તો અને કહીએ કે જેને અંદર અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે એનું વેદન- આસ્વાદન હોય છે. કેવો છે તે આસ્વાદ ? તો

Loading...

Page Navigation
1 ... 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117