Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1111
________________ વડે પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક અને અપૃથક પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુકત જ રહે છે. શાનીને અલ્પ રાગટેલ કેમ કહો છો ? :જ્ઞાનીને અનંતાનુબંધી કષાય ટળતાં અનંતો રાગદ્વેષ ટળી ગયો છે તેથી અલ્પ રાગ-દ્વેષ થાય છે તેમાં પણ તે એમ માને છે કે મારા પુરૂષાર્થની નબળાઈને લઈને અલ્પ રાગ દ્વેષ થાય છે. શાનીનું ચિહન :જ્ઞાની કેવી જણાય ? જે આત્મા કર્મના પરિણામને તેમજ નોકર્મના પરિણામને કરતો નથી પરંતુ જાણે છે તે જ્ઞાની છે. શાનીનાં વચનો જોય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઇએ. વજન તેવાં કાટલાં શાનીનો આત્મા જ્ઞાનીનો આત્મા ત્રિકાળ, જ્ઞાતા-દ્રષ્ટા ધ્રુવ છે, અખંડ છે. કારણકે જેવો ચૈતન્ય સ્વભાવ છે તેવો જ્ઞાનીએ પ્રતીતમાં લીધો છે માટે જ્ઞાનીનો આત્મા અખંડ ત્રિકાળ શુદ્ધ છે. શાનીનો આત્મા કેવડો ? :શાનીનો આત્મા ત્રિકાળ જ્ઞાતા દષ્ટા ધ્રુવ છે, અખંડ છે, કારણ કે જેવો ચૈતન્યનો સ્વભાવ છે તેવો જ્ઞાનીએ પ્રતીતમાં લીધો છે માટે જ્ઞાનીનો આત્મા અખંડ ત્રિકાળ શુદ્ધ છે. શાનીપણું આગમજ્ઞાન; તત્ત્વાર્થ શ્રધ્ધાન-સંયતત્ત્વના યુગપદપણાના અતિશય પ્રસાદથી પ્રાપ્ત થયેલી શુધ્ધ જ્ઞાનમય આત્મતત્વની અનુભૂતિ તે જ્ઞાનીપણાંનું લક્ષણ છે. (૨) આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રધ્ધાન-સંયતત્ત્વના યુગપદપણાના અતિશય પ્રસાદથી પ્રાપ્ત થયેલી શુધ્ધજ્ઞાનમય આત્મતત્ત્વની અનુભૂતિ તે જ્ઞાનીપણાંનું લક્ષણ છે. શાનોપયોગ :જ્ઞાનોપયોગમાં મતિજ્ઞાન, શ્રતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાય જ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ પ્રકારના જ્ઞાનને જિનેન્દ્રદેવે સમ્યજ્ઞાન કહ્યું છે. મિથ્યાજ્ઞાન = મતિ અજ્ઞાન, કૃત અજ્ઞાન એ વિર્ભાગજ્ઞાનના ભેદથી મિથ્યાજ્ઞાન ત્રણ પ્રકારનું છે. આવી રીતે જ્ઞાનોપયોગ-પાંચ સભ્યજ્ઞાન અને ત્રણ મિથ્યાજ્ઞાનરૂપ-આઠ પ્રકારનો કહેવાય છે. જ્ઞાનોપયોગને આઠ ભેદરૂપ બતાવતાં તેમાં મુખ્ય બે ભેદ કર્યા છે – એક સમ્યજ્ઞાન, બીજું મિથ્યાજ્ઞાન. સમ્યજ્ઞાનના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયાન અને કેવળજ્ઞાન એવાં પાંચ ભેદ બનાવ્યા છે અને ૧૧૧૧ મિથ્યાજ્ઞાનના મતિઅજ્ઞાન, શ્રુત-અજ્ઞાન અને વિભંગ-જ્ઞાનના ભેદથી ત્રણ ભેદરૂપ પ્રગટ કર્યું. સાથો સાથ જ્ઞાનોપયોગનું લક્ષણ વસ્તુનું વિશેષાકારવેદન છે એમ સૂચિત કર્યું છે, કે જે વસ્તુમાત્ર સામાન્ય ગ્રહણનું પ્રતિપક્ષી છે. આત્મા જે સ્વભાવથી સર્વાત્મ પ્રદેશ વ્યાપી શદ્ધ જ્ઞાનસ્વરૂપ છે તે અનાદિ કાળથી જ્ઞાનાવરણથી આચ્છાદિત થયો છે અને તે આવરણના મતિજ્ઞાનાવરણાદિ પાંચ મુખ્ય ભેદ છે. મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયોમાંથી કોઈ ઈન્દ્રિય તથા મનના અવલંબન-સહયોગથી યુક્ત જે જ્ઞાનદ્વારા કોઈક મૂર્ત અમૂર્ત દ્રવ્યને વિશેષ રૂપે જાણવામાં આવે છે તેને મતિજ્ઞાન તથા અભિનિબોધિક જ્ઞાન કહે છે. શ્રુતજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ અને અતિન્દ્રિય મનના અવલંબન-સહયોગથી યુક્ત જે જ્ઞાન દ્વારા કોઈક મૂર્ત-અમૂર્ત દ્રવ્ય વિશેષરૂપે જાણવામાં આવે છે તેને “શ્રુતજ્ઞાન' કહે છે. અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાન દ્વારા કોઈક મૂર્ત દ્રવ્યોને વિશેષરૂપે સાક્ષાત્ જાણવામાં આવે છે તેનું નામ અવધિજ્ઞાન છે. મનઃ પર્યય જ્ઞાનાવરણકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાન દ્વારા બીજાના મનમાં રહેલ કોઈક મૂર્ત દ્રવ્યોને વિશેષરૂપ સાક્ષાત્ જાણવામાં આવે છે તેને મનઃ પર્યય જ્ઞાન કહે છે. જ્ઞાનાવરણ કર્મના સંપૂર્ણ આવરણના અત્યંત ક્ષયથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાનથી સંપૂર્ણ મૂર્ત-અમૂર્તરૂપ દ્રવ્ય સમૂહને વિશેષરૂપે જાણવામાં આવે છે તેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. અને તે સ્વાભાવિક હોય છે. મિથ્યાદર્શન ઉદયમસહિત જે અભિનિબોધક જ્ઞાન છે તેને જ કુમતિજ્ઞાન, જે શ્રુતજ્ઞાન છે તેને જ કશ્રત જ્ઞાન અને જે અવધિજ્ઞાન છે તેને જ વિર્ભાગજ્ઞાન કહે છે. (૨) જ્ઞાનપયોગને આઠ ભેદરૂપ બતાવતાં તેના મુખ્ય બે ભેદ કર્યા છે. એક સમ્યજ્ઞાન અને બીજું મિથ્યાજ્ઞાન. સમ્યજ્ઞાનના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ૫ર્યાય જ્ઞાન અને કેવળજ્ઞાન એમ પાંચ ભેદ બતાવ્યા છે અને મિથ્યાજ્ઞાનના મતિઅજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના ભેદથી ત્રણ ભેદરૂપ પ્રગટ કર્યું છે. (૩) જ્ઞાનોપયોગને આઠ ભેદરૂપ બતાવતાં તેના

Loading...

Page Navigation
1 ... 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117