Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1108
________________ ઉપધાનાચાર = વળી કેવું જ્ઞાન આરાધવું ? સોપધાન = ધારણા સહિત જ્ઞાનને ભૂલવું નહીં; ઉપધાન સહિત જ્ઞાનનું આરાધન કરવું તે છઠ્ઠ અંગ છે. (૩ બહુમાનાચાર = જે શાસ્ત્ર તથા ગુરથી પોતે જ્ઞાન થયું તેને છુપાવવા નહીં, આ આઠ અંગ (સમ્યકજ્ઞાનના વિનયનાં છે. આરીતે સમ્યજ્ઞાન અંગીકાર કરવું. શાનય : આત્મજ્ઞાનમાં સમૃદ્ધ શાનાત્મા પોતે આત્મા તો છે પણ જ્ઞાન ઉપયોગને પર વલણી ખસેડીને પોતાના આત્મામાં લીન કર્યો માટે તેને જ્ઞાનાત્મા કહ્યો. સ્વરૂપમાં લીન થયો ત્યાં પ્રત્યજ્યોતિ થયો. નિર્મળ જ્યોતિ થયો. આત્માની ખ્યાતિ થઈ, ઈશ્વરના દર્શન થયા, પોતાની પ્રસિદ્ધિ થઈ, આત્મસાક્ષાત્કાર થયો, એવો અનુભૂતિમાત્ર આત્મા સાક્ષાત્ સમયસાર થયો. શાનાનંદ :જ્ઞાન અને આનંદ શાનાનંદાત્મક જ્ઞાન અને આનંદ સ્વરૂપ. શાનાવરણ :અજ્ઞાન. શાનાવરણાદિ આષ્ટ કર્મ જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ,નામ, ગોત્ર અને અંતરાયરૂમ કર્મ છે તે બધું ય જીવને નથી કારણ કે તે પુદગલદ્રવ્યના પરિણામય હોવાથી અનુભૂતિથી ભિન્ન છે. શું કહ્યું? કે જીવને આઠ કર્મ નથી કારણ કે તે પર દ્રવ્ય છે. તે પરદ્રવ્ય કેમ છે ? કારણ કે કર્મના સંગે તેના તરફના વલણનો જે ભાવ હતો તે સ્વદ્રવ્યની અનુભૂતિથી ભિન્ન પડી જાય છે. માટે. પ્રશ્ન : કર્મ તો આત્માને રોકે છે એમ આવે છે ને ? ઉત્તર : આત્માને કોણ રોકે ? પોતે (વિકારમાં) રોકાય છે. ત્યારે કર્મ રોકે છે. એમ કહેવામાં આવે છે. કર્મ તો જડ છે. શું જડ આત્માને રોકી શકે છે ? કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઇ; ભૂલ મારી પોતાની જ છે. અધિકાઇ એટલે અધિક એમ નહીં, પણ પોતાની ભૂલને કારણે વિકાર થાય છે. અહીં ગાથામાં કહે છે કે અંદર અનુભૂતિ થતાં એ વિકારના પરિણામ ભિન્ન રહી ૧૧૦૮ જાય છે. અનુભવમાં આવતા નથી. આવો જૈન પરમેશ્વરનો માર્ગ લોકોએ લૌકિક જેવો કરી નાખ્યો છે. પ્રશ્ન : જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન ઉઘડે ને ? ઉત્તર : (ના) પોતાની યોગ્યતાથી જ્ઞાન ઉઘડે છે તેવી રીતે પોતાની યોગ્યતાથી આત્મામાં (પર્યાયમાં) વિકાર થાય છે. પ્રશ્ન : જીવનો સ્વભાવ તો કેવળજ્ઞાન છે. છતાં વર્તમાનમાં જે સંસાર અવસ્થા છે. તથા જ્ઞાનમાં ઓછપ છે તે કર્મના ઉદયને કારણે છે કે કર્મના ઉદય વિના છે? ઉત્તર : વર્તમાન સંસાર અવસ્થામાં જ્ઞાનની જે ઓછપ છે તે પોતાના કારણે છે. કર્મના ઉદયને કારણે થઇ છે એમ નથી. એનું ઉપાદાનકારણ પોતે આત્મા છે. પોતાની યોગ્યતાથી જ જ્ઞાનમાં ઓછપ થઇ છે, કર્મના કારણે નહિ, કર્મ તો જડ પરવસ્તુ છે. તેથી જ્ઞાનાવરણાદિ કર્મો ખરેખર કાંઇ કરતાં નથી. પોતાનું અશુધ્ધ ઉપાદાન છે તેથી જ્ઞાનમાં ઓછપ થઇ છે. કર્મ તો ત્યાં નિમિત્ત માત્ર છે. કર્મ માર્ગ આપે તો ક્ષયોપશમ થાય એમ નથી. પોતાની યોગ્યતાથી પોતામાં અને કર્મના કારણે કર્મમાં ક્ષયોપશમ થાય છે. કર્મના ઉદયને કારણે જ્ઞાન હીણું છે એમ નથી. પણ પોતે જયારે જ્ઞાનની હીણી દશારૂપે પરિણમે ત્યારે જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત માત્ર છે. પરંતુ અહીં બીજી વાત છે. અહીં તો એમ કહે છે કે, વસ્તુ જે શુધ્ધ ચૈતન્ય સ્વભાવી આત્મા છે. એમાં ઢળતાં તે કર્મના પરિણામ અનુભવમાં આવતા નથી, અનુભૂતિથી ભિન્ન પરપણે રહી જાય છે, કર્મના જે પરિણામ છે તે જડ પુદ્ગલથી નીપજેલા છે. તેથી શુધ્ધ ચૈતન્યસ્વભાવી આત્માથી તેઓ ભિન્ન છે એ વાત તો છે જ પરંતુ અહી તો એમ કહે છે કે શુધ્ધ ચૈતન્ય વસ્તુનો અનુભવ કરતાં, તે કર્મો તરફના વલણવાળી જે વિકારી દશા તે અનુભૂતિથી ભિન્ન રહી જાય છે, માટે તે આઠેય કર્મ જીવને નથી. આયુ, વેદનીય આદિ કર્મ જીવને નથી. આગળ સમયસાર ૬૮મી ગાથામાં આવે છે કે જવયુવક જે જવ થાય છે તે જવ છે. તેમ પુદ્ગલથી પુલ થાય. ત્યાં અપેક્ષા એમ છે કે જીવના સ્વભાવમાં વિકાર નથી તથા વિકાર ઉત્પન્ન કરે એવી જીવની કોઇ શક્તિ કે

Loading...

Page Navigation
1 ... 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117