Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1106
________________ શાનનો મહિમા :જ્ઞાન ધીર, ઉદાત્ત (ઉચ્ચ) અનાકુળ (સર્વ ઈચ્છાઓથી રહિત નિરાકુળ એવો જ્ઞાનનો મહિમા છે. થાનનો વિભવ આચાર્ય, આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરૂનો ઉપદેશ અને સ્વ સંવેદન-એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલા પોતાના જ્ઞાનના વિભવથી એકત્વ-વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. શાનપુત્ર:ભગવાન મહાવીર; જ્ઞાન નામના ક્ષત્રિય વંશના. શાનપ્રતિ નિયત :જ્ઞાનમાં નિશ્ચિત-સ્થિર-ચોંટેલા; જ્ઞાનમાં સીધા જણાતા; જ્ઞાન પ્રત્યક્ષ શાનબાણ આત્મા જ્ઞાનથી હીના વિકતા હિતિપણે પરિણમતો હોવાથી જ્ઞાનપ્રમાણ છે. શાનભવન માત્ર સહજ ઉદાસીન; જ્ઞાતા-દુષ્ટામાત્ર. (૨) જ્ઞાતાદ્રષ્ટા અવસ્થારૂપ પરિણમન; સહજ ઉદાસીન અવસ્થા શાનભૂષણ ભદ્રાક શ્રી મૂલસઘના અગ્રેસર શ્રી સકલકીર્તિ આચાર્ય થયા. તેમની પાછળ તેમની પટ્ટરૂપ ઉદયાચલ ઉપર ભય જીવોરૂપી કમલસમૂહને વિકસાવી આત્મોન્નતિ આનંદ કરાવનાર સૂર્યસમાન શ્રી ભૂવનકીર્તિ થયા. તેમના ચરણમાં રક્ત તેમના શિષ્ય શ્રી જ્ઞાનાભૂષણે આ તત્ત્વજ્ઞાન તરંગિણી (સંસ્કૃત ગ્રંથ) વિક્રમ સંવત ૧૫૬૦ (પંદરસો સાઠ)માં રચ્યો છે. આ સિવાય તેમણે બીજા કયા ગ્રંથો રચ્યા છે એ વિગેરે વિશેષ કાંઈ માહિતી મળી શકી નથી. આ તત્ત્વજ્ઞાન તરંગિણી ગ્રંથની શ્લોકસંખ્યા પાંચસો છત્રીસ (૫૩૬) જાણવી. શાનભાવ :જ્ઞાન-આનંદ મારામાં જ છે, પરના સંબંધથી મારા જ્ઞાન આનંદ નથી એવી શ્રદ્ધા હોવી તે જ્ઞાનભાવ છે. શાનથતિ: જેને કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આત્મા ભૂત,વર્તમાન અને ભાવિ સમસ્ત વિશ્વને (અર્થાત્ ત્રણ કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને) યુગપ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે જે સમસ્ત જોયાકારોને અત્યંત વિકસિત જ્ઞપ્તિના વિસ્તાર વડે પોતે ૧૧૦૬ પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક્ અને અપૃથક પ્રકાશ તો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે. શાનમાર્ગની મુશ્કેલીઓ જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે, પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે ર્માર્ગ પડવાના ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે ર્માર્ગ પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. શાનરૂપ થાઓ :આત્મા અંદર અંદર ત્રિકાળ ધ્રુવજ્ઞાન સ્વભાવી પોતે છે તે જ હું છું એવું જ્ઞાન પ્રગટ થાઓ. અજ્ઞાનદશામાં શરીરાદિ પર શેય હું છું, મારા છે એમ માનતો હતો તે હવે ત્યાંથી ખસીને આ જ્ઞાન... જ્ઞાન...જ્ઞાન... એક જેનો સવભાવ છે તે શાશ્વત ધ્રુવ પ્રભુ આત્મા જ હું છું એમ જ્ઞાન શ્રદ્ધાન થાઓ એમ કહે છે. વાનરૂપી કરવતના અભ્યાસ :જ્ઞાનની એકાગ્રતાનો-અનુભવનો વારંવાર અભ્યાસ કરતાં અર્થાત્ જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માની એકાગ્રતાનો અભ્યાસ વારંવાર કરતાં રાગ જુદો પડી જાય છે. અભ્યાસ કહો કે અનુભવ કહો બન્ને એક જ ચીજ છે. આનંદનો નાશ શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છે. એની દ્રષ્ટિ કરી એમાં અંતર એકાગ્ર થતાં રાગ ભિન્ન પડી જાય છે, દુઃખની દશા ભિન્ન પડી જાય છે અને આનંદની દશા પ્રગટ થાય છે. જ્ઞાન તે આત્મા છે. એવો એનો અભ્યાર-અંતર અનુભવ કરવો તે જ્ઞાનરૂપી કરવત છે. પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રજ્ઞા કહેતાં જ્ઞાન અને બ્રહ્મ એટલે આનંદ. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ પોતે જ છે. તેને અજ્ઞાની બહાર ગોતે છે. પરંતુ આવા જ્ઞાનસ્વરૂપ ચૈતન્યબ્રહ્મ-આત્માનો વારંવાર અભ્યાસ કરતાં ચૈિતન્યસ્વરૂપ છે તે જીવ છે અને રાગાદિ આજીવ છે-એમ જીવ અને અજીવ બન્નેનો ભેદ જણાય છે. અને તે કાળે તરત જ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે. આ સમક્તિ છે. બીજો આશય આ પ્રમાણે છેઃ જીવ-અજીવનો અનાદિથી જે સંયોગ છે તે કેવળ જુદા પડ્યા પહેલાં અર્થાત જીવ અને અજીવ તદ્દન જુદા થાય તે પહેલાં મોક્ષ થયા પહેલા ભેદજ્ઞાન ભાવતાં વીતરાગતા રહિત જે દશા હતી તે હવે

Loading...

Page Navigation
1 ... 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117