Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1101
________________ મતિજ્ઞાન તે જ ઉપાયભૂત અનંત સુખનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાય છે. તેના સાધનભૂત બહિરંગ મતિજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે.) (૨) શ્રુતજ્ઞાન તે પ્રકારના (શ્રુતજ્ઞાનના) આવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી મૂર્ત-અમૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે શ્રુતજ્ઞાન છે. તે જ પૂર્વાક્તિ આત્મા, શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમ હોતાં, મર્ત-અમૂર્ત વસ્તુને પરોક્ષરૂપે જે જાણે છે તેને જ્ઞાનીઓ શ્રુતજ્ઞાન કહે છે. તે લબ્ધિરૂપ અને ભાવનારૂપ છે. તેમજ ઉપયોગરૂપ અને નયરૂપ છે. ઉપયોગ શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું પ્રમાણ સમજવું અર્થાત્ આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું અને નય શબ્દથી વસ્તુના (ગુણપર્યાયરૂ૫) એક દેશને ગ્રહનારો એવો જ્ઞાતાનો અભિપ્રાય સમજવો. (અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે વિશુધ્ધ જ્ઞાન દર્શન જેનો સ્વભાવ છે એવા શુદ્ધ આત્મતત્વનાં સમ્યકશ્રધ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ અભેદ રત્નત્રયાત્મક જે ભાવથુત તે જ ઉપાદેય છે. પરંતુ તેના સાધનભૂત બહિરંગ શ્રુતજ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય ૧૧૦૧ (૪) મનઃ પર્યય જ્ઞાન : તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ પરમનોગત (પારકાના મન સાથે સંબંધવાળા) મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે જાણે છે. તે મન:પર્યય જ્ઞાન છે. ઋજુમતિ અને વિપુલમતિ એવા ભેદો વડે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે. ત્યાં વિપુલમતિ મન:પર્યય જ્ઞાન પરના મન વચન કાય સબંધી પદાર્થને વક્ર તેમજ અવક બન્નેને જાણે છે અને ઋજુમતિ મનઃસ્પર્યાય જ્ઞાન તો આજુને (અવક્રને) જ જાણે છે. નિર્વિકાર આત્માની ઉપલબ્ધિ અને ભાવના સહીત ચરમદેહી મુનિઓને વિપુલમતિ મન:પર્યય જ્ઞાન હોય છે. આ બન્ને મન:પર્યયજ્ઞાનો વીતરાગ આત્મતત્ત્વનાં સમ્યકૂશ્રધ્ધાન જ્ઞાન-અનુષ્ઠાનની ભાવના સહિત પંદર પ્રમાદ રહિત અપ્રમતિ મુનિને ઉપયોગમાં વિશુધ્ધ પરિણામમાં ઉત્પન્ન થાય છે. અહીં મન:પર્યય જ્ઞાનના ઉત્પાદકાળે જ અપ્રમત્તપણાનો નિયમ છે. પછી પ્રમત્તપણામાં પણ તે સંભવે છે. (૫) કેવળજ્ઞાન=સમસ્ત આવરણના અત્યંત ક્ષયે, કેવળ જ (આત્મા એકલો જ) મૂર્ત-અમૂર્ત દ્રવ્યને સમળપણે વિશેષતઃ અવબોધે છે તે સ્વાભાવિક કેવળજ્ઞાન (૩) અવધિજ્ઞાન-તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષતઃ અવબોધે છે તે અવધિજ્ઞાન છે. આ આત્મા, અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતાં, મૂર્ત વસ્તુને જે પ્રત્યક્ષપણે જાણે છે તે અવધિજ્ઞાન છે. તે અવધિજ્ઞાન લબ્ધિરૂપ અને ઉપયોગ૩૫ એમ બે પ્રકારે જાણવું. અથવા અવધિજ્ઞાન દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિ એવા ભેદો વડે ત્રણ પ્રકારે છે. તેમાં પરમાવધિ અને સર્વાવધિ એવા ભેદો વડે ત્રણ પ્રકારે છે. તેમાં પરમાવધિ અને સર્વાવધિ ચૈતન્યના ઉછાળવાથી ભરપૂર આનંદરૂપ પરમસુખામૃતના રસાસ્વાદરૂપ સમરસીભાવે પસ્થિવ ચરમદેહી તપોધનને હોય છે. ત્રણ પ્રકારનાં અવધિજ્ઞાનો વિશિષ્ટ સમ્યકત્વાદિ ગુણથી નિશ્ચયે થાય છે. દેવો અને નારકોને થતું ભવ પ્રત્યથી જે અવધિજ્ઞાન તે નિયમથી દેશાવધિ જ હોય છે. જે જ્ઞાન ઘટપટાદિ શેય પર્દાર્થોને અવલંબીને ઊપજતું નથી. તે કેવળજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન સ્વરૂપ પણ નથી. જો કે દિવ્યધ્વનિકાળે જેના આધારે ગણધરદેવ વગેરેને શ્રુતજ્ઞાન પરિણમે છે તો પણ તે શ્રુતજ્ઞાન ગણધરદેવ વગેરેને જ હોય છે. કેવળી ભગવંતોને તો કેવળજ્ઞાન જ હોય છે, વળી કેવળી ભગવંતોને શ્રુતજ્ઞાન નથી એટલું જ નહિ, પણ તેમને જ્ઞાન-અજ્ઞાન પણ નથી. અર્થાત તેમને કોઇ વિષયનું જ્ઞાન અને કોઇ વિષયનું અજ્ઞાન પણ નથી. અર્થાત્ તેમને કોઇ વિષયનું જ્ઞાન અને કોઇ વિષયનું અજ્ઞાન હોય એમ પણ નથીસર્વ વિષયોનું જ્ઞાન જ હોય છે; અથવા તેમને મતિજ્ઞાનાદિ અનેક ભેદવાળું જ્ઞાન નથી-કેવળજ્ઞાન એક જ છે. અહીં જે પાંચ જ્ઞાનો વર્ણવવામાં આવ્યાં તે વ્યવહારથી વર્ણવવામાં આવ્યાં છે. નિશ્ચયથી તો વાદળાં વિનાના સૂર્યની માફક આત્મા અખંડ એક જ્ઞાનપ્રતિભા સમય જ છે.

Loading...

Page Navigation
1 ... 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117