________________
નથી. બધા પદાર્થો કેમ ટકી રહ્યાં છે અને તેની અવસ્થા કેમ થઈ રહી છે એ જાણવાનો જેનો સ્વભાવ છે એવી મારી જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે. પ્રત્યક્ષસાક્ષાત્ જાણવાનો જેનો સ્વભાવ છે એવી જ્ઞાનજ્યોતિ સ્કુરાયમાન થાય
શાન તે આત્મા :જ્ઞાન તે આત્મા એમ કહીને ફક્ત જ્ઞાન દ્વારા જ આત્માની
ઓળખાણ કેમ કરાવી ? જીવનું મૂળ પ્રયોજન તો આનંદ પ્રાપ્ત કરવાનું છે ને ? ઉત્તર આત્માને ઓળખાવા રૂપ જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એમ કહ્યું છે. કારણ કે જ્ઞાન તે પ્રગટ અંશ છે; અને આનંદનો અંશ કાંઈ પ્રગટ નથી, પ્રગટ તો આકુળતા છે; તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાવ્યો છે. જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે એટલે આખું સળંગ થઈ જાય છે. (દ્રવ્ય-ગુણ શુદ્ધ છે તેમ પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે.) આત્માને જ્ઞાનના
અંશથી ઓળખાવવાનો મૂળ હેતુ તો આ છે. શાન પ્રકાશ :જ્ઞાનીને જ્ઞાનપ્રકાશ અંતરમાં પ્રગટયો છે. તે જ્ઞાન પ્રકાશના ભારથી
અજ્ઞાન-અંધકાર ભેદાઈ જાય. અજ્ઞાન અંધકારનો નાશ થાય છે. રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવ મારા નથી. હું તેનો કર્તા નથી, તે મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો ચિદાનંદ આનંદ ધન છે. તે સ્વભાવને હું કર્તા છું પરંતુ પરભાવોનો હું કર્તા નથી એમ જ્ઞાનસ્વરૂપ થઈને કર્તુત્વ રહિત થયો થકો નિર્મળ અને નિર્દોષપણે તે કાળે શોભી રહ્યો છે. તે કાળે એટલે પહેલાં અજ્ઞાન હતો તે અજ્ઞાન ટાળીને હવે જ્ઞાની થયો એટલે જ્ઞાનની અંતરક્રિયા અપૂર્વ થઈ, તે જ્ઞાન પ્રકાશના ભારથી જ્ઞાનમાં સમાઈ જાય છે. એટલે તે કાળે શોભી રહ્યો છે, આ કેવળજ્ઞાનીની વાત નથી. આતો સમ્યગ્દષ્ટિ જીવની વાત છે. વાહ ! ભારે અભુત વાત કરી છે, જે જાગીને જુએ તેને જણાય
તેવું છે. થાન પ્રગટ થવાની મુખ્ય નિશાની :જ્ઞાન પ્રગટ થતાં સાથે અતીન્દ્રિય આનંદનો
અનુભવ થાય છે. (અતીન્દ્રિય આનંદનો અનુભવ ન હોય તો જ્ઞાનનું પ્રગટવું પણ હોતું નથી.)
૧૦૯૯ શાન પ્રતિ નિયત જ્ઞાનમાં નિશ્ચિત-સ્થિર-ચોંટેલા; જ્ઞાન પ્રત્યક્ષ. (૨) જ્ઞાનમાં
નિશ્ચિત-સ્થિર ચોંટેલા શાન ભાવ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો પુંજ પ્રભુ ત્રિકાળ એકે જ્ઞાતા-દષ્ટા
સ્વભાવી વસ્તુ છે. તેનો દૃષ્ટિમાં પોતાપણે સ્વીકાર કરવો તે જ્ઞાન ભાવ
સંબંધ છે. શન માત્રથી જ બંધનો નિરોધ થાય છે. અરે ભાઈ ! જ્ઞાન માત્ર એટલે વચ્ચે
વિકાર નહિ, પરનું બંધન નહિ, પુણ્ય-પાપની લાગણી વગરનો એકલો જ્ઞાનમાત્ર ભાવ એવો તેનો અર્થ થાય છે અને તે જ્ઞાનમાં દર્શન-જ્ઞાનચારિત્ર બધું આવી જાય છે; જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાનની એકાગ્રતા
ત્રણે આવી જાય છે. શાન લછાણ અને આત્મા ય ઓ ભેદ કેમ કર્યા ? :ઉત્તર :- પ્રસિદ્ધત્વ અને
પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ કરવામાં આવ્યો છે. જ્ઞાન પોતે પ્રસિદ્ધ છે અને તે જ્ઞાન વડે આત્માને પ્રસિદ્ધ કરવામાં આવે છે. લોકો જ્ઞાન માત્રને તો સ્વ-સંવેદનથી જાણે છે. પેટમાં દુઃખે છે, માથું દુઃખે છે. એમ કોણે જાણયું ? જ્ઞાને જાણ્યું. એ રીતે જ્ઞાન તો પ્રસિદ્ધ છે. પણ અજ્ઞાની તે જ્ઞાન વડે એકલા પરની પ્રસિદ્ધિ કરે છે તેથી તે જ્ઞાનને સ્વ-સન્મુખ કરીને આત્માની પ્રસિદ્ધિ કરવા માટે આત્માનો અને જ્ઞાનનો લક્ષ્ય-લક્ષણ ભેદ
પાડીને સમજાવ્યું છે પરંતુ જ્ઞાન અને આત્મા અભેદ છે, જુદા નથી. શાન યુદ્ધ :જ્ઞાનમાં હકક જે વિશેષ છે. શાન વિભવ :આગમનું સેવન, યુક્તિનું અવલંબન, પરાપર ગુરૂનો ઉપદેશઅને સ્વ
સંવેદન એ ચાર પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનનો વૈભવ. કાન સંચેતના જ્ઞાન પ્રત્યે જ એકાગ્ર ઉપયુક્ત થઈને (જોડાઈને) તેના તરફ જ ચેત
રાખવી તે જ્ઞાનનું સંચેતન અર્થાત્ જ્ઞાન ચેતના છે. તેનાથી જ્ઞાન અત્યંત શુદ્ધ થઈને પ્રકાશે છે. અર્થાત્ કેવળજ્ઞાન ઉપજે છે. કેવળજ્ઞાન ઉપજતાં સંપૂર્ણ
જ્ઞાન ચેતના કહેવાય છે. શાન સર્વગત (અર્થાત સર્વવ્યાપક) :આત્મા જ્ઞાન પ્રમાણ છે; જ્ઞાન ક્ષેય પ્રમાણ
કહ્યું છે, જોય લોકાલોક છે. તેથી જ્ઞાન સર્વગત (અર્થાત્ સર્વવ્યાપક) છે.