Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1097
________________ છે, તેઓ જ્ઞાનને જાણતા નથી, અને જ્ઞાનનયને ઈચ્છનારાઓ પણ જેઓ અતિસ્વચ્છંદઅને મંદ ઉદ્યમી છે તેઓ આમ એકાંત જ્ઞાન પક્ષ ને એકાંત ક્રિયાપક્ષને ગૌણ કરી સંસારમાં મગ્ન રહ્યા છતાં જે શુષ્કજ્ઞાની અને ક્રિયાજડ બન્ને પ્રકારના અજ્ઞજનો પોતે મોક્ષમાર્ગ આરાધે છે એમ માની બેઠા છે તે કરૂણાજનક છે. સમયસાર કળશ ૧૧૧. જ્ઞાન અને શેષ :છ દ્રવ્યોથી આખો લોક સમાપ્ત થાય છે. તેમાં જીવ દ્રવ્ય તો શેય અને જ્ઞાન છે અને બાકીના પાંચ દ્રવ્યો માત્ર જ્ઞય જ છે. (૨) (*) જ્ઞેય પદાર્થ ખોટો હોય તો જ્ઞાન તેને ખોટો જાણે પણ તેથી જ્ઞાન ખોટું થઈ જતું નથી.( •) પચીશ હાથનો લીમડો જ્ઞાનમાં જણાતાં જણાતાં જ્ઞાન તેવડું લાંબું થતું નથી. (*) જ્ઞાન પુણ્ય-પાપ, રાગને જાણે છે ખરું, પણ તે રૂપે થઈ જતું નથી. જ્ઞાન જ્ઞેયાકાર થયું કહેવાય છે, છતાં જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. જ્ઞાન શેયના આકારરૂપે થાય છે એવો અર્થ શેયાકારનો નથી; પણ જેવું જ્ઞેય હોય તેવું જ જ્ઞાન તેને જાણી લે છે તેને શેયાકાર કહ્યું છે, જ્ઞાન સદાય જ્ઞાન ગુણ વડે જ થાય છે ને તે જાણવા સ્વરૂપે જ પ્રવર્તે છે. શાન અને દર્શન :વિશેષ ચૈતન્ય તે જ્ઞાન છે અને સામાન્ય ચૈતન્ય તે દર્શન છે. શાન અને વેદનમાં સ્વરૂપ ભેદ જ્ઞાનનું લક્ષણ યથા વસ્તુ-પરિજ્ઞાન આપ્યું છે. જેનો આશય એવો છે કે કોઈ મિશ્રણ વિના અથવા મેળ-મિલાપ વિના વસ્તુને યથાવસ્થિત રૂપે શુદ્ધ જાણવું તે જ્ઞાન છે અને વેદન તે જાણપણાને કહે છે જેની સાથે રાગ-દ્વેષ, અંહકાર, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રિત, અરિત શોક, ભય, જુગુપ્સાદિ વિકાર ભાવ મળેલા હોય. અર્થાત્ કોઈ વસ્તુને જોતાં જ એમાંથી કોઈ વિકારભાવ ઉત્પન્ન થઈ જાય. તે વિકાર સાથે જે તેનું જાણવું છે-અનુભવ છે- તે વેદન કહેવાય છે. શાન અને સુખ :અહીં જ્ઞાન તેમજ સુખ બે પ્રકારનું છે. એક જ્ઞાન તેમજ સુખ મૂર્ત અને ઈન્દ્રિયજ (ઈન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થતું) છે; અને બીજું (જ્ઞાન તેમજ સુખ) અમૂર્ત એ અતીન્દ્રિય છે. તેમાં જે અમૂર્ત અને અતીન્દ્રિય છે તે સાચું. મુખ્ય-પ્રધાન-હોવાથી તે જ ગ્રહણ કરવું-ઉપાદેયપણે જાણવું. (૨) જ્ઞાન તેમજ સુખ બે પ્રકારનું છે ઃ એક જ્ઞાન તેમજ સુખ મૂર્ત અને ઈન્દ્રિયો દ્વારા ૧૦૯૭ ઉત્પન્ન થતું - ઈંન્દ્રિયજ છે; અને બીજું જ્ઞાન તેમજ સુષ અમૂર્ત અને અતીન્દ્રિય છે. તેમાં જે અમૂર્ત અને અતીન્દ્રિય છે તે જ્ઞાન તેમજ સુખ પ્રધાન હોવાથી ઉપાદેયપણે જાણવું. ત્યાં પહેલું જ્ઞાન તેમજ સુખ મૂર્ત એવી ક્ષાયોપથમિક ઉપયોગ શક્તિઓ વડે તે તે પ્રકારની ઈન્દ્રિયો દ્વારા ઉપજતું થયું પરાધીન હોવાથી અનિત્ય, ક્રમે પ્રવર્તતું, વિરોધી સહિત અને વધઘટવાળું છે તેથી ગૌણ છે એમ સમજીને તે હેય અર્થાત્ છોડવા યોગ્ય છે; અને બીજું જ્ઞાન તેમજ સુખ અમૂર્ત એવી ચૈતન્યને અનુસરીને વર્તનારી એકલી જ આત્મપરિણામશક્તિઓ વડે તથાવિધ અતીન્દ્રિય સ્વભાવિકચિદાકાર પરિણામો દ્વારા ઉપજતું થયું અત્યંત આત્માધીન હોવાથી નિત્ય, યુગપદ્ પ્રવર્તતું; નિઃપ્રતિપક્ષ (વિરોધી રહિત) અને હાનિવૃદ્ધિ રહિત (વધઘટ રહિત) છે તેથી મુખ્ય છે એમ સમજીને ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય છે. જ્ઞાન ઉપયોગના ભેદો : (*) મતિજ્ઞાન, (*) શ્રુતજ્ઞાન, (*)અવધિજ્ઞાન, (*)મનઃપર્યાયજ્ઞાન (*) કેવળજ્ઞાન (*) કુમતિજ્ઞાન (*)કુશ્રુતજ્ઞાન અને (*) વિભંગ જ્ઞાન શાન ક્રિયાભ્યામ મોશ :આત્મજ્ઞાનરૂપ સમ્યજ્ઞાન અને તે જ્ઞાનને અનુસરતી આત્મ પરિણમતિમય આત્મચારિત્રરૂપ સમ્યક્ ક્રિયા એ બેના સમન્વયરૂપ મોક્ષમાર્ગ છે. સ્વરૂપ સમજી સ્વરૂપમાં સમાવું એ જ અનંત જ્ઞાની પુરૂષોએ અનુભવેલો સુગમ સુગોચર શાશ્વત મોક્ષમાર્ગ છે. જ્ઞાન શબ્દની ભાવશ્રુતજ્ઞાન અથવા શુદ્ધ આત્મજ્ઞાન, ક્રિયા શબ્દથી ભાવચારિત્ર અથવા શુદ્ધ આત્મચારિત્ર વિવક્ષિત છે. જ્ઞાનગુણ જ્ઞાનગુણ આત્માનો સ્વાધીન ગુણ છે. જેમ મકાન બાંધવું હોય તો પ્રથમ તેનો પ્લાન (આકાર) દોરી મકાન બંધાયા પહેલાં તેનું જ્ઞાન કરી લે છે; તે જ્ઞાન પોતામાં કર્યું કે મકાનમાં ? પોતામાં કર્યું તો જ્ઞાન સ્વાધીન કે પરાધીન ? તારૂં જ્ઞાન પરાધીન નથી, તું નિત્ય જાણનાર સ્વરૂપે છો; તારૂં જ્ઞાન તારામાં જ નિત્ય પ્રાપ્ત છે.

Loading...

Page Navigation
1 ... 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117