________________
શાન ચેતના :અવાન્તર સત્તા, વિશિષ્ટ વિશેષપદાર્થને વિષય કરવાવાળી ચેતનાને, જ્ઞાનચેતના કહે છે. (૨) જ્ઞાનની સ્થિરતા એટલે શુદ્ધોપયોગ (અનુભૂતિ) તે ઉપયોગરૂપ જ્ઞાનચેતના કહેવામાં આવે છે. (૩) સદા આનંદરૂપ પોતાના સ્વભાવના અનુભવરૂપ છે. જ્ઞાન ચેતનાની ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે “અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષઅવસ્થાને પામે છે. (૪) જેમાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાન ચેતના કહે છે. (૫) કેવળજ્ઞાની જીવને સાક્ષાત્ જ્ઞાનચેતના હોય છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ, નિર્વિકલ્પ અનુભવ વખતે જીવને ઉપયોગાત્મક જ્ઞાનચેતના હોય છે. જ્ઞાનચેતનાના ઉપયોગાત્મકપણાનો મુખ્ય ન કરી તો સમ્યગ્દષ્ટિને જ્ઞાનચેતના નિરંતર હોય છે, કર્મચેતના અને કર્મફળચેતના નથી હોતી; કારણકે તેને નિરંતર જ્ઞાનના સ્વામિત્વભાવે પરિણમન હોય છે, કર્મના અને કર્મફળના સ્વામિત્વભાવે પરિણમન હોતું નથી. (૬) અવિરત, દેશ વિરત એ પ્રમત્ત અવસ્થાવાળા જીવને જ્ઞાન-શ્રદ્ધાનમાં નિરંતર એ ભાવના તો છે જ કે રાગ-દ્વેષના ભાવ હોવા છતાં જ્ઞાની તેને ભોગવતો નથી, તે તો માત્ર તેનો જાણનાર–દેખનાર જ રહે છે. કર્તા-ભોક્તા થતો નથી; અને જ્યારે જીવ અપ્રમત્ત દશા પ્રાપ્ત કરીને એકાગ્ર ચિત્તથી ધ્યાન કરે, કેવળ ચૈતન્યમાત્ર આત્મામાં ઉપયોગ લગાવે અને શુદ્ધોપયોગ થાય ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગભાવથી શ્રેણી ચઢીને કેવળજ્ઞાન ઉપજાવે છે. તે વખતે એ ભાવનાનું ફળ જે કર્મચેતનાથી અને કર્મફળચેતનાથી રહિત સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે, પછી આત્મા અનંતકાળ સુધી જ્ઞાન ચેતનારૂપ જ રહેતો થકો પરમાનંદમાં મગ્ન રહે છે. (૭) નિજ ચૈતન્ય સ્વરૂપ (આત્મા)માં એકાગ્ર થઈને પ્રવર્તે તે જ્ઞાન ચેતના છે અને તે મોક્ષબીજ છે. એનાથી મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રગટશે. (૮) શુદ્ધ ઉપયોગની અનુભૂતિ; જ્ઞાનની સ્થિરતા રૂપ ઉપયોગ.
(૧) જ્ઞાની કર્મચેતના રહિત હોવાથી અકર્તા છે, કર્મનો-રાગનો કર્તા નથી.
૧૦૯૮
(૨)
જ્ઞાની કર્મફળચેતના રહિત હોવાથી અવેદક છે; કર્મફળનોસુખદુઃખાદિનો ભોક્તા નથી.
(૩)
જ્ઞાની જ્ઞાનચેતનામય હોવાથી કેવળજ્ઞાતા જ છે; શુભાશુભ કર્મને અને કર્મફળને કેવળ જાણે જ છે.
શાનચેતનાના ભેદ :જ્ઞાન ચેતનાના પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાય જ્ઞાન અને કેવળજ્ઞાન (૨) જેમાં પદાર્થનો વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાન ચેતના કહે છે.
જ્ઞાન જ્યોતિ જે પરમ ઉદાત્ત અર્થાત્ કોઈને આધીન નથી. જે અત્યંત ધીરે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી, અને પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે – પ્રત્યક્ષ જાણે છે. (૨) જ્ઞાન જ્યોતિ કેવી છે ? અત્યંત ધીર છે. કોઈ જાતની આકુળતારૂપ નથી. છોકરાનું આમ કરી દઉં, કુટુંબનું સારૂ કરી દઉં. એવો લોહવાટ જ્ઞાન જ્યોતિમાં નથી. જીવોને ઘણી ઘણી જાતની આકુળતા થાય છે. પરના કાર્યો કરવા માટે એટલી બધી આકુળતા કરે છે કે પરના કાર્યો કેમ જાણ પોતે જ બધા કરી શકોત હોય ? પણ અરે ભાઈ ! એક રજકણ પણ ફેરવવાની તારામાં તાકાત નથી. તારી જ્ઞાનજ્યોતિ તો અનાકુળ સ્વરૂપ છે. જ્ઞાનજ્યોતિ અત્યંત ધીર છે. બહારની ગમે તેટલી પ્રતિકુળતા હોય તોપણ તે ધીર જ્ઞાનજયોતિને અસર કરી શકતી નથી. કેટલાક કહે છે કે મારે માથે આટલો બધો બોજો કોઈ મને મદદ કરતું નથી, આટલી બધી પ્રતિકૂળતામાં હું કેમ નભી શકું ? પરંતુ ધીર જ્ઞાન જ્યોતિને એ બધું અસર કરી શકતું નથી. જ્ઞાનજ્યોતિ ધીરી થઈને જાણે છે કે હું પરનું કંઈ કરી શકું નહિ. પર મારૂં કંઈ કરી શકે નહિ; પર પદાર્થની ઈચ્છારૂપ આકુળતા કરવી તે મારો સ્વભાવ નથી, ગમે તેવા સંયોગોને ધીર રહીને જાણવું તે મારો સ્વભાવ છે. પરની સહાય વિના જુદાં જુદાં પદાર્થોને જાણવાનો જેનો સ્વભાવ હોવાથી જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે - પ્રત્યક્ષ જાણે છે, બધાને જાણવાનો ચૈતન્યનો સ્વભાવ છે પણ કોઈને કરવાનો સ્વભાવ નથી, જુદાં જુદાં દ્રવ્યો કહીને બધાં દ્રવ્યો સ્વતંત્ર જુદા છે એમ બતાવે છે. કોઈ દ્રવ્ય કોઈને તાબે