________________
પણ તેમાં આદરવું કયું ? ભેદ કે અભેદ ? વ્યવહાર તરફ લક્ષ મૂકતાં વિકલ્પ થાય છે, રાગ થાય છે, ભેદ પડે છે, ભંગ પડે છે; પણ નિર્મળ અભેદ શુદ્ધ સ્વભાવ છે તેના ઉપર લક્ષ આપતાં-તેના તરફ ઢળતાં પર્યાય નિર્મળ થાય છે. શુદ્ધતા બધે છે, રાગ તૂટે છે. વિકલ્પ છૂટે છે માટે આદરવા યોગ્ય એક નિશ્ચય છે, ઢળવા યોગ્ય એક નિશ્ચય છે. જ્ઞાન કરવા યોગ્ય વ્યવહાર નિશ્ચય બન્ને છે. (૩૧) પરથી નિરાળુ પોતાનું જ્ઞાન. (૩૨) જ્ઞાનસ્વભાવી આત્મા, ભગવાન આત્મા. (૩૩) જ્ઞાનમાં ત્રણ શક્તિ છે. (૯) જ્ઞાનમાં કાળભેદ નથી, (૯) જ્ઞાનને વજન નથી, (૯) જ્ઞાન શુદ્ધ અવકારી છે. જ્ઞાનનું આ સ્વરૂપ સમજવા જેવું છે. (૩૨) દર્શન-ચારિત્ર-જાણવું, દેખવું-શ્રદ્ધવું નિવૃત્ત થવું-ત્યાગવું. (૩૩) વિશેષપણે અર્થગ્રાહકશક્તિનું નામ જ્ઞાન છે. (૩૪) શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું. (૩૫) વીતરાગ વસંવેદન જ્ઞાનરૂપ સમ્યજ્ઞાન પણ આત્મા છે. કારણ કે આત્મા વિના સમ્યજ્ઞાન અન્ય પદાર્થોમાં હોતું નથી. (૩૬) પોતાના જ્ઞાન સ્વરૂપી આનંદના નાથ આત્માને અંતરમાં ઢળેલી જ્ઞાનની પર્યાયમાં જાણે કે ! આ હું છું એનું નામ જ્ઞાન છે. ત્યાં જ્ઞાનની દશામાં પૂરા દશાવાન ચીજ પોતાની આવી જાય એમ નહિ, પણ પૂર્ણ જ્ઞાયક સ્વભાવી વસ્તુ હું આ છું એમ એના પૂરણ સામર્થ્યના જ્ઞાન અને પ્રતીતિ આવી જાય છે. જેમાં સ્વચ્છેયનું ભાવ થાય તે જ્ઞાન છે. (૩૭) જ્ઞાન આઠ પકારે છે. તેમાં (૯) કેવલજ્ઞાન સપૂર્ણ, અખંડ તા શુદ્ધ છે. બાકી સાત પ્રકારના જ્ઞાન ખંડિત તથા શયોપશમની અપેક્ષાએ અશુદ્ધ પણ છે. સાત જ્ઞાનમાંથી મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય આદિ ચાર સમ્યજ્ઞાન છે તથા મિથ્યાત્વને લીધે કુમતિ, કુશ્રુત અને કુઅવધિ આદિ પણ જ્ઞાન મિથ્યાજ્ઞાન કહેવાય છે. (૩૮) આત્મદ્રવ્યનું શુદ્ધત્વરૂપ પરિણમન. (૩૯) ઉપયોગને સંપૂર્ણપણે સ્વમાં જોડી દેતાં આ હું સચ્ચિદાનંદ પ્રભુ આત્મામાં એમ જે જાણવું થયું તે જ્ઞાન છે. પરંદ્રવ્ય-પરનું મનનું અને વિકલ્પનું અવલંબન અનાદિનું છે તેને છોડાવવું છે. કેમકે તે વડે જે જ્ઞાન થયા છે તે અજ્ઞાન છે, દુઃખરૂપ છે. પરદ્રવ્યને અવલંખ્યા વિના આમાં તો શાસ્ત્રનું અને પર્યાયમાં જે શાસ્ત્રનું (પરલક્ષી) જાણપણું- છે તેનું પણ અવલંબન
૧૦૯૫ છોડવાની વાત છે. આ આત્મા પોતે ભગવાન સ્વરૂપ જ છે, તેનો સંપૂર્ણ અંતર્મુખ ઉપયોગ વડે સ્વીકાર કરાત ક્રમશઃ પૂર્ણ દશા થઈને ભગવાનની પ્રાપ્તિનું કાર્ય ઉત્પન્ન થાય છે. આત્મામાં જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ પણ છે. તેથી આત્મજ્ઞાન જ્યારે પ્રગટે છે ત્યારે ભેગો આનંદ પણ આવે છે. આ જ્ઞાનને મોક્ષમાર્ગનો-જ્ઞાન-દર્શન-ચારિત્રનો અવયવ કહે છે. (૪૦) રાગ દ્વારા જ્ઞાનનું વદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા એકલું વેદન એ ધર્મ છે. આ ધર્મ અને અધર્મની વ્યાખ્યા છે. સેવાકાર જ્ઞાનનો અનુભવ કરે છે મિથ્યાત સહિત દુઃખનું વેદન છે. આ શાસ્ત્ર સ્વાધ્યાય થાય છે ને, એ પણ વિકલ્પ છે. એ વિકલ્પ દ્વારા જ્ઞાનનો અનુભવમાં થવો એ અધર્મ છે. અજ્ઞાની જીવને રાગ મિશ્રિત જ્ઞાનનું ઢંકાઈ જવું અને જ્ઞાનભાવથી જ્ઞાન અનુભવમ આવવું એવા એકાકાર જ્ઞાનના સ્વાદનો અનુભવ આવતો નથી. અહાહા ! આત્મા તો વીતરાગ સ્વભાવનો પટારો છે, વીતરાગ સ્વરૂપ જ છે એના તરકના કાવથી રૂચિથી એકલા જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ છે. તે ધર્મ છે. (૪૧) પર દ્રવ્યન અવલંખ્યા વિના નિઃશેષપણે અંતમુર્ખ યોગશક્તિથી ઉપાદેય (ઉપયોગને સંપૂર્ણપણે અંતમુર્ણ કરીને ગ્રહણ કરવા યોગ્ય) એવું જે નિજ પરમ તત્ત્વનું પરિજ્ઞાન (જાણવું) તે જ્ઞાન છે.મન અને મનજનિત વિકલ્પને અવલંખ્યા વિના, મન ને વિકલ્પનું જ્યાં અવલંબન નથી ત્યાં દેવ-ગુરૂ-શાસ્ત્રના અવલંબનની તો વાત જ કયાં રહી ? જુઓને, આ ચોકખું તો છે કે પર દ્રવ્યને અવલંબ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગ શક્તિથી ઉપાય અહાહા... ! પરદ્રવ્યનું અવલંબન બિલકુલ નહિ અને સંપૂર્ણપણે અંતર્મુખ થઈને અંતર્મુખ ઉપયોગના વેપાર વડે ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્યપ્રગટ કરવા યોગ્ય એવું જે નિજ પરમતત્ત્વનું જાણવું તે જ્ઞાન છે એમ કહે છે. સંપૂર્ણ અંતમુર્ખ એવા ઉપયોગમાં આ આત્મા (હ) એમ જે ગ્રહણ અર્થાત્ જ્ઞાન થાય તેને અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન કહે છે. એ આ જ્ઞાન સુખરૂપ છે. પરનું-મનનું વિકલ્પનું અવલંબન અનાદિનું તે છોડાવવું છે. કેમકે તે વડે જે જ્ઞાન થાય છે તે અજ્ઞાન છે તે દુઃખરૂપ છે. તેથી કહ્યું છે કે પર દ્રવ્યનું