Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1093
________________ શમિ પરિવર્તનનો અભાવ :જાણન ક્રિયાના પલટાવાનો અભાવ. જ્ઞમિક્રિયાનું પલટાયા કરવું અર્થાત્ જ્ઞાનમાં એક શેય ગ્રહવું ને બીજું છોડવું તે ગ્રહણ ત્યાગ છે; આવાં ગ્રહણ ત્યાગ તે ક્રિયા છે; એવી ક્રિયાનો કેવળી ભગવાનને અભાવ થયો છે. (૨) કેવળી ભગવાનને સર્વ પદાર્થોનું યુગપદ્ જ્ઞાન હોવાથી તેમનું જ્ઞાન એક શેયમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પલટાતું નથી. ક્ષતિક્રિયા જાણનક્રિયા શમિપરિવર્તન જ્ઞપ્તિનું પલટાવું તે; જાણનક્રિયાનો પલટો; (જ્ઞાનનું એકજ્ઞયોથી બીજા જ્ઞેયમાં પલટાવું તે સમિપરિવર્તન કર્મ છે.) શમિમાત્ર જાણન ક્રિયા માત્ર; જ્ઞાન માત્ર શમિવયક્તિઓ (વ્યકિતઓ-પ્રગટતાઓ; પર્યાયો; વિશેષો.) બાહ્યપદાર્થ વિશેષો જ્ઞમિ વિશેષોના નિમિત્ત હોવાથી શેયભૂત છે. શાતત્વ ઃશબ્દબ્રહ્મ અને તેના વાચ્યરૂપ સમસ્ત પદાર્થોને જાણનાર તે જ્ઞાતૃતત્ત્વ (૨) જ્ઞાતૃતત્ત્વનો સ્વભાવ શબ્દ બ્રહ્મને અને તેના વાચ્યની રૂપ વિશ્વને યુગપદ જાણવાનો છે તેથી તે અપેક્ષાએ જ્ઞાતૃતત્ત્વને શબ્દ બ્રહ્મનું અને વિશ્વનું અધિષ્ઠાન (આધાર) કહેલ છે. સંયતજીવને એવા જ્ઞાતૃતત્ત્વનો નિશ્ચય હોય છે. વિશ્વનો વાચક સત લક્ષણવાળો એવો જે આખોય શબ્દબ્રહ્મ અને તે શબ્દબ્રહ્મનું વાસ્થ્ય સત લક્ષણવાળું એવું જે આખું ય વિશ્વ તે બન્નેના શેયાકારો પોતાનામાં યુગપદ ગુંથાઇ જવાથી (જ્ઞાતૃતત્ત્વમાં એકી સાથે જણાતા હોવાથી) તે બન્નેના અધિસ્કઠાનભૂત એવા સત લક્ષણવાળા જ્ઞાતૃતત્ત્વનો નિશ્ચય કર્યો હોવાથી સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે નિશ્ચિત કરેલ છે એવો જીવ. શત્રુતા જ્ઞાતાપણું શાતુદ્રવ્ય આત્માનું પ્રત્યક્ષ ભાન; આત્માનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન; આત્માનો પ્રત્યક્ષ અનુભવ શાતા જાણનાર; આત્મા; પ્રથમાનું યોગના સૂત્રનું નામ. (૨) દૃષ્ટાનું વાસ્તવિક સ્વરૂપ = ચેતના તે જ આત્માનું લક્ષણ છે. ચેતના દર્શન-જ્ઞાનમય છે. પુણ્ય-પાપ આત્માના ચેતન સ્વભાવથી જુદા છે. આત્મા જ્ઞાતા-દૃષ્ટા છે . ૧૦૯૩ પરની સામે જોયા કરવું એનું નામ જ્ઞાતા-દૃષ્ટાપણું નથી પણ પોતાના શાયક દર્શક સ્વભાવને ઓળખીને તેમાં સ્થિર રહેવું તે જ જ્ઞાતા-દૃષ્ટાપણું છે. આપણે જ્ઞાતા- દૃષ્ટા રહીને પરના કામ કરવા એ માન્યતા મિથ્યાદષ્ટિની છે; કેમ કે આત્મા પરનું કરી શકતો જ નથી. જ્ઞાન-દર્શન લક્ષણ વડે પોતાના સ્વભાવને જાણીને તેમાં ઠરવું તે મોક્ષનો નિકટ ઉપાય છે. શાતા અને બ્રેય જ્ઞાતા-ોય પદાર્થો રૂપે પરિણમ્યા કરે અર્થાત્ વિકલ્પરૂપે શેય પદાર્થોમાં પરિણમવું તે કર્મનો ભોગવટો છે, જ્ઞાનનો ભોગવટો નથી, નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવુ તે જ જ્ઞાન નું સ્વરૂપ છે. જ્ઞેય પદાર્થમાં અટકવું તેમના સન્મુખ વૃત્તિ થવી તે જ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ નથી. શાતા દૃષ્ટા જગતનો સાક્ષી; જેટલા જગતના ભાવ થાય તેને સાક્ષીપણે જોનારો પણ કર્તાપણે થનારો નહિ, ગમે તે પુણ્ય-પાપ ન વૃત્તિ થાય તેનો જાણનાર દેખનારો એટલે કે સાક્ષીપણે રહેનારો પણ કર્તાપણે થનારો નહિ. શાતા દૃષ્ટાનું વાસ્તવિક સ્વરૂપ :ચેતના તે જ આત્માનું લક્ષણ છે. ચેતના દર્શનજ્ઞાનમય છે. પુણ્ય-પાપ આત્માના ચેતન સ્વભાવથી જુદા છે. આત્મા જ્ઞાતા દૃષ્ટા છે. પરની સામે જોયા કરવું એનું નામ જ્ઞાતા-દૃષ્ટાપણું નથી પણ પોતાના જ્ઞાયક-દર્શક સ્વભાવને ઓળખીને તેમાં સ્થિર રહેલું તે જ જ્ઞાતાદૃષ્ટાપણું છે. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહીને પરના કામ કરવાં - તે માન્યતા મિથ્યા દૃષ્ટિની છે કેમકે આત્મા પરનું કરી શકતો જ નથી. જ્ઞાન-દર્શન લક્ષણ વડે પોતાના સ્વભાવને જાણીને તેમાં કરવું તે મોક્ષનો નિકટ ઉપાય છે. શાતાઓ આત્મજ્ઞો. શાતા-દ્રષ્ટા સર્વને જાણવું ને સર્વને દેખાવું શાતાપણાનો અનુભવ થવો ઃએ સમ્યગ્દર્શન છે. જ્ઞાન :વિશેષપણે અર્થગ્રાહક શક્તિનું નામ જ્ઞાન છે. જાણવારૂપ સ્વભાવ તે જ્ઞાન. (૨) આત્માનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન દ્વારા જ એ જણાય એવો છે. જ્ઞાન દ્વારા જ આત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ (ઉપલબ્ધિ) થઇ શકે છે. જ્ઞાન

Loading...

Page Navigation
1 ... 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117