Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1080
________________ સંસાર (તર્ગતિ) માં પરિભ્રમણનું કારણ મિથ્યાદર્શન-જ્ઞાન ચારિત્રથી જ જીવને દુઃખ થાય છે અર્થાત્ શુભાશુભ રાગાદિ વિકાર તથા પર સાથે એક પણાની શ્રદ્ધા-જ્ઞાન અને એવા મિથ્યા આચરણથી જ જીવ દુઃખી થાય છે, કેમકે સંયોગ સુખ-દુઃખનું કારણ થઈ શકતું નથી, એમ જાણીને સુખાર્થીએ એ મિથ્યાભાવોનો ત્યાગ કરવો જોઈએ. સંસાર દશા મિથ્યાત્વ સહિત રાગદ્વેષ મોહરૂપ દુર્દશા. સંસારનું કારણ દુઃખ તે હેય તત્ત્વ છે, તેનું કારણ સંસાર છે. સંસારનું કારણ આસ્ત્ર અને બંધ બે છે. (અથવા વિસ્તારથી કહીએ તો પુણય, પાપ, આસ્રવ અને બંધ ચાર છે.) અને તેમનું કારણ મિથ્યાદર્શનશાન ચારિત્ર છે. સંસારને વિષે સારા પરિણતિ મનાય: સંસારપર્યંત જયાં સુધી આ સંસારનું અસ્તિત્વ છે ત્યાં સુધી અર્થાત્ સદાને માટે. (૨) જયાં સુધી આ સંસારનું અસ્તિત્વ છે ત્યાં સુધીઃ સદાને માટે. સંસારાતીત સંસારથી અલિપ્ત. સંસારી ત્રસ અને સ્થાવર અથવા એકેન્દ્રિય, બે ઈન્દ્રિય; ત્રિઈન્દ્રિય; ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. સંસારી આત્મા સંસારી આત્મા નિશ્ચયે નિમિત્તભૂત પુલકર્મોને અનુરૂપ એવા નૈમિત્તિક આત્મપરિણામો સાથે (અર્થાત ભાવક સાથે) સંયુકત હોવાથી કર્મસંયુકત છે અને વ્યવહાર નિમિત્તભૂત આત્મપરિણામોને અનુરૂપ એવા નૈમિતિક પુદ્ગલકર્મો સાથે (અર્થાત દ્રવ્ય કર્મો સાથે) સંયુકત હોવાથી કર્મસંયુકત છે. સંસારી જીવ મિથ્યાદર્શન-કષાય-યોગસહિત સંસારી છે (૨) સામાન્ય રીતે સંસારી જીવોના બે ભેદ છે. (૧) સ્થાવર અને (૨) ત્રસ એકેન્દ્રિય પૃથ્વી, જળ, અગિન, વાયુ અને વનસ્પતિકાયના ધારક પ્રાણીઓને સ્થાવર કહે છે. તથા બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય પર્યત પ્રાણીઓને ત્રસ કહે છે. વિશેષમાં ચૌદ ભેદ પ્રસિધ્ધ છે. જેને | જીવ સમાસ કહે છે. જીવોના સમાન જાતીય સમૂહને સમાસ કહે છે. ૧૦૮૦ સંસારી જીવો બે પ્રકારના છે. (૧) સ્થાવર, (૨) ત્રસ સંસારી જીવોના ભેદ : ૧. ત્રસ = ત્રસ જીવો તે બે ઈન્દ્રિયથી લઈને પાંચ ઈન્દ્રિયો હોય છે. ચાર ગતિરૂપ (દવ, મનુષ્ય,નિયંચ, નારકી) ૨. સ્થાવર =એક સ્પર્શન ઈન્દ્રિય જ હોય છે. (પૃથ્વી-જળ-અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયકિ). જીવની મુખ્ય બે સ્થિતિ છે : નિગોદપણું અને સિદ્ધપણું. વચલો ત્રસ પર્યાયનો કાળ તો ઘણો જ થોડો, અને તેમાં મનુષ્યપણાનો તો અતિ અતિ ઘણોજ થોડો છે. સંસ્કતિ :ઊંચા સંસ્કાર, સંસ્કારિતા; વિભિન્ન કલાઓ અને વિભિન્ન શાસ્ત્રોનો થયેલો વિકાસ સૂચવનારી લાક્ષણિકતા. (રહેણી-કરણી અને સભ્યતાના સંસકારોની જેમાં છાપ પડી હોય છે.) સંસ્કાર પૂર્વ જાણેલા પદાર્થની ધારણા (૨) જીવનઘડતરની કેળવણી; જીવનને ઉચ્ચગામી કરવાની છે તે વિધિ; નીતિમત્તા-પવિત્રતા વગેરે ગુણ; શાસ્ત્રના અભ્યાસથી મન ઉપર પડતી અસર;સુધારવાની ક્રિયા; સાફસૂફી સંસ્કારેલા શોભાવેલાં (સંસ્કારવું-શોભાવવું). સંસરણ :પરિભ્રમણ(સંસારમાં પરિભ્રમણ) (૨) સંસારમાં પરિભ્રમણ (૩) ભ્રમણ (૪) ભ્રમણરૂપ ક્રિયા; રાગ દ્વેષ રૂપ ક્રિયા. સંસરણ કરવું:ગોળ ફર્યા કરવું; પલટાયા કરવું; સંસરાણરૂપ :ભ્રમણરૂપ સંસારણરૂપ યિા રાગની ક્રિયામાં કર્મ ક્રિીડા કરે છે, રાગમાં આત્મા ક્રીડા કરતો નથી. સંસારરૂપી ચક:પુણ્ય અને પાપ એમ બે ભાવરૂપ ચક સુસંગત :મેળવાળી; બંધબેસતી સંસ્તુત નમસ્કારપૂર્વક સ્તુતિ. સંતર પથારી; બિછાનું; સંથારો; મરણ પર્યત ઉપવાસ કરતાં પથારીમાં પડ્યા રહેવું એ.

Loading...

Page Navigation
1 ... 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117