________________
સ્વસ્વભાવોપલબ્ધિ સ્વ. પોતાના સ્વભાવની ઉપલબ્ધિ-પ્રાપ્તિ. સ્વભાવનો કદી |
અભાવ થતો નથી એ બરાબર છે. પરંતુ તેનો તિરોભાવ (આચ્છાદન) થાય છે તથા થઈ શકે છે અને તે તે જ જીવ-પુદ્ગલ નામના બે દ્રવ્યોમાં થાય છે. કે જે વૈભાવિક પરિણમનવાળા હોય છે. આત્માનું વૈભાવિક પરણિનન સદા માટે દૂર કરી તેને તેના શુદ્ધ સ્વભાવ-સ્વરૂપમાં સ્થિર કરવો તે જ સ્વ
સ્વભાવોપલબ્ધિ કહેવાય છે. જેને માટે પ્રયત્ન હોવો જરૂરી છે. સ્વ-રસ્વામિ સંબંધ માલિકીનો પદાર્થ અને માલિક વચ્ચેના સંબંધને સ્વ-સ્વામિ
સંબંધ કહેવામાં આવે છે. વસ્વરૂપ :નિજ શક્તિ. સ્વહિંસા પોતાને પરનો કર્તા માનવો, પુણ્ય-પાપના વિકારરૂપે માનવો તે જ
મોટી સ્વહિંસા છે. પરથી જુદો ત્રિકાળી સ્વાધીન સ્વભાવ પોતાનો જાણી, પોતાને રાગદ્વેષ અજ્ઞાનથી બચાવવો, એટલે કે એકરૂપ જ્ઞાનપણે પોતાની
સંભાળ કરવી તે જ સાચી અહિંસા છે. સેવા જેવો સમ્યક સ્વભાવ છે તેજ સ્વરૂપે નક્કી કરી માનવો, જાણવો, એ સેવવો
તે સેવા સેવન છે. વનરક્ત :પોતાના પ્રત્યે અનુરાગવાળા. વાકાર પરિણામીપણું :વસ્તુના સ્વભાવની જાતનું પરિણામીપણું હોય તેમાં આ વિકારીપણું ? એટલે તેનો એવો અર્થ થાય છે કે દરેક દ્રવ્ય, દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી શુદ્ધ જ હોય અને તેનું પોતાના સ્વભાવ-આકારે જ
પરિણમન હોય. વાંગ વેષ (૨) શરીર ઉપર પહેરવામાં આવતો પોશાક; વેશ; સ્વરૂપ; પોતાનું
શરીર સ્વાત કથંચિત; કોઈ પ્રકારે; કોઇ અપેક્ષાએ (દરેક દ્રવ્ય સ્વચતુટયની અપેક્ષાએ
સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવની અપેક્ષાએ-અસ્તિ છે. શુધ્ધ જીવનું સ્વચતુષ્ટય આ પ્રમાણે છે. શુધ્ધ ગુણપર્યાયોના આધારભૂત શુધ્ધાત્મ દ્રવ્ય તે દ્રવય છે; લોકાકાશ પ્રમાણે શુધ્ધ અસંખ્ય પ્રદેશો તે ક્ષેત્ર છે, શુધ્ધ પર્યાયરૂપે પરિણત વર્તમાન સમય તે કાળ છે; અને શુધ્ધ ચૈતન્ય તે ભાવ છે.)
૧૦૬૮ સ્વાત્મકલ્યાણની પ્રાપ્તિ ૫રદ્રવ્ય, પર દ્રવ્યના ભાવો અને પરના સંબંધે થતા
પોતાના વિકારભાવોથી ભિન્ન, પોતાના ત્રિકાળી શુદ્ધજ્ઞાનાનંદ સ્વભાવથી
અભેદ આત્માના સહજ આસ્વાદથી થાય છે. વાત્મબદ્ધિ :પોતાપણાનો ભાવ સ્વાત્માનુભવ મનન :આ નામનું પુસ્તક છે તે ધર્મદાસ ક્ષુલ્લક લખેલું છે. વાત્મોપલબ્ધિ :નિજ શુદ્ધ આત્માની પ્રાપ્તિ. વાતિ સંસ્થાન ઉપરવાળા જવાબથી બિલકુલ વિપરીત (ઉલટું હોય), એટલે કે
ઉપરનું અંગ નાનું અને નાભિથી નીચેનું અંગ, મોટું, ઊપની જેમ. સ્વાતિક સંસ્થાના શરીરનો નીચેનો ભાગ પૂલ અથવા મોટો હોય અને ઉપરનો
ભાગ પાતળો અથવા નાનો હોય તેને સ્વસ્તિક સંસ્થાન કહે છે. સ્વાદુત્વ:સ્વાદિષ્ટપણું વાદળ :અનુભવ. સ્વાદનું સ્વાદન :અનુભવન. વાવાદ:સ્થાત્ એટલે કથંચિહ્નય અપેક્ષાએ, વાદ એટલે વસ્તુ-સ્વભાવનું કથન
તેને સ્વાદ્વાદ કહે છે. સ્વાદ્ધાદ સાંખ્યમતી વસ્તુને નિત્ય જ માને છે, બૌધમતી ક્ષણિક જ માને છે.
સ્યાદ્વાદી કહે છે કે જો વસ્તુ સર્વથા નિત્ય જ હોય તો અનેક અવસ્થાનું પલટવું થયા છે તે કેવી રીતે બને છે ? જો વસ્તુને સર્વથા ક્ષણિક માનીએ તો જે વસ્તુ પહેલાં દેખી હતી તે આજ એવું પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થાય છે ? માટે કથંચિત દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ ક્ષણિક છે. આ રીતે સ્વાદ્વાદ વડે સર્વાગ વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિષેધ થાય છે. વળી કેવો છે સ્યાદ્વાદ ? સમસ્ત નયોથી પ્રકાશિક જે વસ્તુનો સ્વભાવ તેના વિરોધને દૂર કરે છે. નયવિવક્ષાથી વસ્તુમાં એક સ્વભાવ છે. વળી તેમાં પરસ્પર વિરોધ છે. જેમ કે અસ્તિ અને નાસ્તિનું પ્રતિપક્ષપણું છે, પરંતુ જ્યારે સ્યાદ્વાદથી સ્થાપન કરીએ ત્યારે સર્વ વિરોધ દૂર થાય છે. કેવી રીતે ? એક જ પદાર્થ કથંચિત્ પરચુતટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. કથંચિત્ સમુદાયની અપેક્ષાએ એકરૂપ