________________
યોગ્યતા આત્માની છે; અને પુદ્ગલ પરમાણુંઓનું નવાં કર્મપણે થતાં અટકવું તે દ્રવ્ય સંવર છે.
પાપનો ભાવ કરે તો ઉદયરૂપ કર્મને પાપભાવમાં નિમિત્ત કહેવાય અને સ્વભાવનો આશ્રય કરે તો તે જ કર્મને સંવારક (સંવર કરનાર નિમિત્તરૂપને) આરોપ આવે. આ રીતે પોતાના ભાવ અનુસાર નિમિત્તમાં આરોપ કરવાનો વ્યવહાર છે. બન્નેમાં પરસ્પર નિમિત્તાધીન અપેક્ષાથી અને સ્વતંત્ર ઉપાદાનની યોગ્યતાથી સંવાર્ય (સંવરરૂપ થવા યોગ્ય) અને સંવારક (સંવર કરનાર) એવા બે ભેદ પડે છે. (૧૫) કષાયાદિ કર્મમળોના આગમનનો નિરોધ તેને સંવર કહે છે. (૧૬) સંવર એટલે પુણ્ય-પાપના ભાવોને રોકવા; તે વિકારી ભાવોને રોકવા તે મારા પુરૂષાર્થને આધીન છે. તેમાં કોઈ બીજું મદદ કરે અને ગુણ પ્રગટે એમ નથી. ધ્રુવ સ્વભાવના આશ્રયથી સંવર ભાવનો ઉત્પાદ અને આસવરૂપ વિકારી ભાવનું અટકવું થાય છે, અને કર્મ તેનાં કારણે આવતાં અટકે છે. રજકણ બાંધવા, રોકવા કે છોડવા મારે આધીન નથી. (૧૭) શુદ્ધાત્માને આશ્રિત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ ભાવ તે જ સંવર છે. પ્રથમ નિશ્ચય સમ્યગ્દર્શન થતાં સ્વદ્રવ્યના આલંબન અનુસાર સંવર-નિર્જરા શરૂ થાય છે. ક્રમે ક્રમે જેટલા અંશે રાગનો સ્વભાવ, તેટલા અંશે સંવર-નિર્જરારૂપ ધર્મ થાય છે. સ્વસન્મુખતાના બળથી શુભાશુભ ઈચ્છાનો નિરોધ તે તપ છે. તે તપથી નિર્જરા થાય છે. (૧૮) જીવના વિકારી ભાવોને અટકાવવા તે; રોકવું તે. આસવને રોકવો તે. આસ્રવ રોકાતાં આત્મામાં જે પર્યાયનો ઉત્પાદ થાય છે તે શુદ્ધોપયોગ છે. તેથી ઉત્પાદ અપેક્ષાએ સંવરનો અર્થ શુદ્ધેરપ થાય છે. ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મામાં ઉપયોગનું રહેવું, ટકવું તે સંવર છે. (૧૯) સંવર એટલે પુણ્ય-પાપના ભાવોને રોકવા, તે વિકારી ભાવોને રોકવા તે મારા પુરૂષાર્થને આધીન છે તેમાં કોઈ બીજું મદદ કરે અને ગુણ પ્રગટે એમ નથી. ધ્રુવ સ્વભાવના આશ્રયથી સંવર ભવનો ઉત્પાદ અને આસવરૂપ વિકારી ભાવનું અટકવું થાય છે, અને કર્મ તેના કારણે આવતાં અટકે છે. રજકણ બાંધવા, રોકવા કે છોડવા મારે આધીન નથી. (૨૦) આત્માની શુદ્ધતા; નિર્મળતા. (૨૧) રાગથી ખસવું
૧૦૭૫
તે ચિંદાનંદ સ્વરૂપમાં વસવું એનું નામ સંવર એનું નામ નિર્જરા છે, તપ પણ એ જ છે, ને ઉપવાસ પણ એ જ છે. (૨૨) આત્માના જે ભાવથી શુભાશુભ વિકારની લાગણી ખટકે, તે સંવર છે. (૨૩) સંવરની ઉપર કહેલી
ભેદ કલ્પનામાં કષાયોનો નિરોધ ભાવ સંવર કહેવાય છે અને કષાયોનો નિરોધ થતાં જે જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મોના આસવ (આગમન)નો વિચ્છેદ થયા છે તે દ્રવ્ય સંવર કહેવાય છે.
ક્રોધાદિરૂપ કષાયોના, નિરોધને ભાવસંવર કહ્યો છે અને કષાયોના નિરોધ (ભાવસંવર) થતાં જે પૌદ્ગલ કર્મોના આત્મપ્રવેશરૂપ આસ્રવ અટકે છે તેને દ્રવ્યસંવર કહ્યો છે. (૨૪) પુણ્ય-પાપરૂપ અશુદ્ધ ભાવ (આસવો) આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવ-સંવર છે અને તે અનુસાર નવા કર્મોનું આવવું સ્વયં-સ્વતઃ રોકાઈ જાય છે તે દ્રવ્ય સંવર છે. (૨૫) કલ્મષોકષાયાદિ કર્મમળોના આગમન દ્વારોનો નિરોધ તે સંવર છે. તેના બે ભેદ છે. ભાવ સંવર અને દ્રવ્ય સંવર. કલ્મષ શબ્દ બધા કષાયાદિ કર્મમળોનો વાચક છે. એ આગમન દ્વાર શબ્દ આત્મામાં કર્મમળોના પ્રવેશ માટે હેતુભૂત જે મન-વચન-કાયાના વ્યાપારૂપ આસ્વ છે તેનો ઘોતક છે. તેથી જ મોક્ષશાસ્ત્રમાં સૂત્ર રૂપે આસવનિરોધ; સંવર; એટલું જ સંવરનું લક્ષણ આપ્યું છે.
ભાવસંવર =ક્રોધાદિ કમલ્યોના નિરોધને ભાવ સંવર કહે છે.
દ્રવ્યસંવર = કષાયોનો નિરોધ (ભાવ સંવર) થતાં જે પૌલિક કર્મોના આત્મા પ્રવેશ આસ્રવ અટકે છે તેને દ્રવ્ય સંવર કહે છે. (૨૬) જેવી રીતે છિદ્ર બંધ કરવાથી નૌકામાં પાણી આવવું રોકાઈ જાય છે તેવી રીતે શુદ્ધભાવરૂપ ગુપ્તિ વગેરે મારફત આત્મામાં કર્મોનું આવવું રોકાઈ જાય છે તે.
સંવરણઃસંકોચ; રોકવાની ક્રિયા; અટકાવ; પ્રતિરોધ; લોભ અને કાયઈચ્છાનું શમન; ગમનાગમનની મર્યાદા.
સંવર્તક :જુદા જુદા યુગે થતો પ્રલય; એ નામનો પંચાગનો એક યોગ.