Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1056
________________ તેનું નામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન-સમ્યગ્યારિત્ર છે. સ્વભાવમય પરિણમન | કરવું તે જ જીવનું કર્તવ્ય છે. વતઃસિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય (૨) જેનું કાંઇ કર્તા નથી. ઐરિણી:વ્યભિચારિણી; સ્વચ્છંદી સ્વપ્નદશા સ્વપ્નની જેમ મિથ્યા કે ક્ષણિક સ્થિતિ. વ-પર :સ્વ એટલે ઉપાદન; પર એટલે નિમિત્ત. -પર નિશ્ચાયક સ્વ-પરનો નિશ્ચય કરાવનાર. (આગમોપદેશ સ્વપરનો નિશ્ચય કરાવનાર છે અર્થાત્ સ્વ પરનો નિશ્ચય કરવામાં નિમિત્તભૂત છે.) સ્વ-પર પ્રકાશક સ્વભાવ સ્વનું જ્ઞાન થવું અને પર-રાગનું જ્ઞાન થવું એ તો પોતની જ્ઞાનની પરિણતિનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ નથી, પરંતુ તે સમયે પોતાની જ્ઞાનની પર્યાય સ્વયં રાગના સેવાકારરૂપે પરિણમતી થકી જ્ઞાનાકારરૂપ થઇ છે. તે પોતાથી થઇ છે. પોતામાં થઇ છે, પરથી (યથી) નહીં અરૂપી આત્માને તો પોતાને અને પરની જાણવાવાળી જ્ઞાતૃતા છે. એ જ્ઞાતૃતા પોતાની છે, પોતાથી સહજ છે, રાગથી નહિ અને રાની પણ નહીં. એ રાગ છે તો જ્ઞાતૃતા (જાણપણું) છે એમ નથી. વસ્તુનું સહજ સ્વરૂપ જ આવું છે. ૨વ-પરના અવરછેદપૂર્વક સ્વ-પરના વિભાગપૂર્વક-વિવેકપૂર્વક; સ્વ પરને જુદાં પાડીને સ્વપરનિશ્ચાયક સ્વપરનો નિશ્ચય કરાવનાર. (આગમોપદેશ સ્વ-પરનો નિશ્ચય કરાવનાર છે અર્થાત સ્વ-પરનો નિશ્ચય કરવામાં નિમિત્તભૂત છે.) વપરહેતુક પર્યાયને આશ્રિત :જે પર્યાયોમાં સ્વ તેમજ પર કારણ હોય છે. અર્થાત્ ઉપાદાનકારણ તેમજ નિમિત્તકારણ હોય છે તે પર્યાયો સ્વપરહેતુક પર્યાયો છે; જેમ કે, છઠ્ઠા ગુણસ્થાને (દ્રવ્યાર્થિકનયના વૃિષયભૂત શુધ્ધાત્મસ્વરૂપના આંશિક આલંબન સહિત) વર્તતા તત્ત્વાર્થશ્રધ્ધાન (નવ પદાર્થગત શ્રધ્ધાન) તત્ત્વોથાજ્ઞાન (નવ પર્દાર્થગત જ્ઞાન) અને પંચમહાવ્રતાદિરૂપ ચારિત્ર-એ બધા સ્વપરહેતુક પર્યાયો છે. તેઓ અહીં વ્યવહારનયના વિષયભૂત છે. ૧૦૫૬ સ્વપરહેતક પર્યાય જે પર્યાયોમાં સ્વ તેમજ પર કારણ હોય છે. અર્થાત્ ઉપાદાન કારણ તેમજ નિમિતકારણ હોય છે તે પર્યાયો સ્વ૫રહેતુક પર્યાયો છે, જેમ કે છઠ્ઠા ગુણસ્થાને દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુધ્ધાત્મ સ્વરૂપના આંશિક આલંબન સહિત) વર્તતાં તત્વાર્થશ્રધ્ધાન (નવ પદાર્થગત શ્રધ્ધાન), તત્વાર્થ જ્ઞાન (નવપદાર્થગત જ્ઞાન) અને પંચ મહાવ્રતાદિરૂપ ચારિત્ર-એ બધા સ્વપર હેતુક પર્યાયો છે, તેઓ અહીં વ્યવહારનયનાર વિષયભૂત છે. સ્વપરહેકમ પર્યાયો જે પર્યાયોમાં સ્વ તેમજ પર લક્ષણ હોય છે અર્થાત ઉપાદાન કારણ તેમજ નિમિત્તકારણ હોય છે તે પર્યાયો સ્વ૫રહેતુક પર્યાયો છેઃ જેમ કે છઠ્ઠા ગુણસ્થાને, દ્રવ્યાર્થિકનયના વિષયભૂત શુધ્ધાત્મ સ્વરૂપના આંશિક આલંબન સહિત) વર્તતાં તત્વાર્થશ્રધ્ધાન (નવ પદાર્થગત શ્રધ્ધાન) તત્વાર્થજ્ઞાન (નવ પદાર્થગત જ્ઞાન) અને પંચ મહાવ્રતાદિરૂપ ચારિત્ર-એ બધા સ્વપરહેતુક પર્યાયો છે. તેઓ અહીં વ્યવહારનયના વિષયભૂત છે. સ્વભદ:અનુભવ સ્વભાવ:જો કે શુદ્ધ નિશ્ચયથી કેવળજ્ઞાનાદિ શુધ્ધ ભાવો “સ્વભાવો’ કહેવાય છે. તો પણ અશુદ્ધ નિશ્ચયથી રાગાદિક પણ “સ્વભાવો' કહેવાય છે. (૨) વસ્તુની મૂળની સહજ શક્તિ (૩) સ્વનું ભવન તે સ્વભાવ છે. અર્થાત પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે, અને ક્રોધાદિકનું થવું પરિણમવું તે ક્રોધાદિ છે. (૪) સ્વનું ભવન તે સ્વભાવ છે. માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે. પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્વતઃ પરિણમવું તે વસ્તુ છે. તે આત્મા છે. તે સ્વભાવ છે. સ્વનું અસ્તિત્વ તે સ્વભાવ છે. (૫) શુદ્ધ જીવવસ્તુ. (૬) છે, છે, છે એવો એકરૂપ ભાવ દ્રવ્યનો સ્વભાવ છે. (અન્વયે =એકરૂપતા; સદશ્ય ભાવ.) (૭) પોતાની ત્રિકાળી શક્તિરૂપ અવસ્થા અથવા ગુણ. (૮) સ્વરૂપ. (૯) પ્રથમ આચાર્યે કહ્યું હતું કે હું અને તમે બધા સિદ્ધ પરમાત્મા સમાન છીએ. આ પ્રમાણે સ્વ-પરના આત્મામાં પૂર્ણતા (સિદ્ધપણું) સ્થાપ્યા વિના સત્ય સમજાવી શકાય નહિ. તું પણ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્મા અનંદમૂર્તિ ભગવાન પરમાર્થ છો. જે જે પૂર્ણ ગુણો સિદ્ધ પરમાત્મામાં

Loading...

Page Navigation
1 ... 1054 1055 1056 1057 1058 1059 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072 1073 1074 1075 1076 1077 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117