________________
સિરીર માથાના મુકુટ
સવિકલ્પ અને ર્નિવિકલ્પ પ્રતિભાસ સ્વરૂપ જ્ઞાન અને દર્શન સ્વરૂપ સવિપાક નિર્જરા જે સમયમાં ફળ નીપજ્યું તેના અનંત સમયમાં એ કર્મરૂપ પુદ્ગલોની અનુભાગ શક્તિનો અભાવ થવાથી કર્મપણાનો પણ અભાવ થાય છે. તે પુદ્ગલો અન્ય પર્યાયરૂપ પરિણમી જાય છે. એનું જ નામ સવિપાક નિર્જરા છે.
સીઝતા નથી. મોક્ષ પામતા નથી.
સીઝવું :ઠરવું; શાંત પડવું; પાર પડવું; સિધ્ધ થવું; (૨) સિધ્ધ થવું; પાર પડવું (૩) આત્મામાં લીન થવું, મોક્ષ પામવો (૪) આત્મામાં ઠરવું; લીન થવું; આત્માનો અનુભવ કરવો.
સીમંધર સ્વરૂપની પૂર્ણતાની સીમા ધરનારા સીમંધરનાથ (૨) સીમંધર એટલે વસ્તુ મર્યાદાવાળી છે. પ્રભુ તું મર્યાદિત છો. તારી સીમા મર્યાદા એ છે કે તું રાગમાં ન જાય. રાગને ન કરે તેથી મર્યાદાનો-સીમાનો ધારક આત્મા પોતે જ સીમંધર છે.
સીમંધરનારથ ઃસીમધર એટલે સ્વરૂપની પૂર્ણતાની સીમા ધરનારા સીમંધરનાથ સીમાડા :ક્ષેત્ર.
સીમિત પરિમિત; મર્યાદિત; હદવાળું; અલ્પ; થોડું (૨) મર્યાદિત. સીરી :ભાગીદાર.
સીસપેન ઃસીસાપેન = પેન્સિલ. (૨) પેન્સિલ.
સેવક :સંરક્ષક.
સેવન :અનુભવ;વેદન. (૨) આચરણ. સેવન કરવું :આશ્રય કરવો; લક્ષમાં લેવો; અવલંબનમાં લેવો; એકાગ્રતાનો અભ્યાસ કરવો; પરિણમનમાં ધ્રુવનું લક્ષ કરવું.
સેવનવડે ઉપાય વડે.
સેવના ઉપાસના. (૨) સેવા કરવી એ. સેવમ :સેવાકાર્ય
સ્વકર્ષ વિપાક પોતે કરેલાં કર્મનું પરિણામ, કરેલાં કર્મનો ઉદય
૧૯૫૪
સ્કંધો :સ્કંધોના છ પ્રકાર આ પ્રમાણે છે :
(૧) બાદરબાદર; (૨) બાદર;(૩)બાદર સૂક્ષ્મ; (૪) સૂક્ષ્મ બાદર; (૫) સૂક્ષ્મ; (૬) સૂક્ષ્મ સૂક્ષ્મ.
ત્યાં (૧) કાષ્ઠપાષાણિદક (સ્કંધો) કે જે છેદાતા થકી સ્વયં સંધાઇ શકતા નથી તે (ઘન પદાર્થો) બાદર બાદર છે. (૨) દૂધ, ઘી, તેલ, જળ, રસ વગેરે (સ્કંધો) કે જે છેદાતા થકી સ્વયં જોડાઇ જાય છે તે (પ્રવાહી પદાૉ) બાદર છે; (૩) છાંયો, તડકો, અંધકાર, ચાંદની વગેરે (સ્કંધો) કે જે સ્થૂલ જણાતા હોવા છતાં છેદી, ભેદી કે (હસ્તાદિવડે) ગ્રહી શકાતા નથી. તે બાદરસૂક્ષ્મ છે; (૪) સ્પર્શ, રસ, ગંધ, શબ્દ કે જે સૂક્ષ્મ હોવા છતાં સ્કૂલ જણાય છે. (અર્થાત ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો છે કે જે આંખથી નહિ દેખાતા હોવા છતાં સ્પર્શનેન્દ્રિયથી સ્પર્શી શકાય છે. જીભથી આસ્વાદી શકાય છે, નાકથી સૂંધી શકાય છે. અથવા કાનથી સાંભળી શકાય છે. તે સૂક્ષ્મબાદર છે; (૫) કર્મવર્ગણા વગેરે (સ્કંધો) કે જેમને સૂક્ષ્મપણું છે તેમ જ જેઓ ઇન્દ્રિયોથી ન જણાય એવા છે તે સૂક્ષ્મ છે; (૬)કર્મ વર્ગણાથી નીચેના (કર્મવર્ગણાતીત) દ્વિઅણુક સુધીના (સ્કંધો) કે જે અત્યંત સૂક્ષ્મ છે તે સૂક્ષ્મ- સૂક્ષ્મ છે.
સ્વચ્છંદ :પોતાની મરજી પ્રમાણે વર્તવું તે; સ્વેચ્છાચાર; પોતાના ડહાપણે અને ઇચ્છાએ ચાલવું તે. (૨) દુરાગ્રહ; કદાગ્રહ (૩) દર્શનમોહ (૪) પ્રમાદ, (કષાય, ઇન્દ્રિય, વિકથા, સ્નેહ અને નિંદ્રા એમ પ્રમાદ પાંચ પ્રકારે છે. અથવા ધર્મની અનાદરતા, ઉન્માદ, આળસ, કષાય એ સઘળાં પ્રમાદના લક્ષણ છે.) (૫) પોતાની મરજી પ્રમાણે વર્તવું એ; સ્વેચ્છા ચાર (૬) સ્વરૂપની અસાવધાની (૭) પોતાની મરજી પ્રમાણે વર્તવું તે; સ્વેચ્છાચાર (૮) જીવ અનાદિ કાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ સ્વચ્છંદ છે. (૯) દર્શન મોહ; મિથ્યાત્વ; ખોટી માન્યતા; મિથ્યા અભિપ્રાય (૧૦) હું પરનો કર્તા નથી પણ મારા જ્ઞાનનો જ કર્તા છું એમ જાણવું માનવું ને તેમાં ઠરવું એવી જે પરના આશ્રયવગરની સ્વાધીનતા