________________
આ સોળ ગુણોમાંથી છેલ્લા ચાર ગુણોની ગણના સામાન્ય ગુણોમાં પણ કરવામાં આવે છે અને વિશેષ ગુણોમાં પણ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે એ ચારે ગુણો સ્વજાતિની અપેક્ષાથી સામાન્ય ગુણો છે અને વિજાતિની અપેક્ષાથી વિશેષ ગુણો છે. આ સોળ વિશેષ ગુણોમાંથી જીવ દ્રવ્યમાં જ્ઞાન, વચન, દર્શન, સુખ, વીર્ય ચેતનત્વ અને અમૂર્તત એ છ ગુણ હોય છે. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, મૂર્તત્વ અને અચેતનત એ છ ગુણ હોય છે. ધર્મદ્રવ્યમાં ગતિeતુત્વ, અમૂર્તિત્વ, અચેતન– એ ત્રણ વિશેષગુણો હોય છે. આકાશ દ્રવ્યમાં અવગાહનહેતુત્વ, અમૂર્તત્વ અને અચેતનત્વ એ ત્રણ વિશેષ ગુણો હોય છે. અને કાલદ્રવ્યમાં વર્તનાહેતુત્વ, અમૂર્તત્વ અને અચેતનત્વ એ ત્રણ વિશેષગુણો હોય છે. જે ગુણ બધા દ્રવ્યોમાં મળી આવે છે તેને સામાન્ય ગુણ કહે છે અને જે ગુણ બધા દ્રવ્યોમાં જોવામાં ન આવે તેને વિશેષગુણ કહે છે. સામાન્ય ગુણોમાં ૬ ગુણોનું સ્વરૂપ આ પ્રકારે છે : (૧) અસ્તિત્વગુણ
જે શક્તિથી નિમિત્તથી દ્રવ્યનો નાશ ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. વસ્તુત્વગુણ = જે શક્તિના નિમિત્તથી દ્રવ્યમાં અર્થક્રિયા હોય તેને વસ્તુત્વ ગુણ કહે છે. દ્રવ્યત્વગુણ =જે શકિતના નિમિત્તથી દ્રવ્ય હમેંશા એકસરખું ન રહે અને તેની પર્યાયો બદલતી રહે તેને દ્રવ્યત્વગુણ કહે છે. પ્રમેયત્વગુણ =જે શક્તિના નિમિત્તથી દ્રવ્ય કોઇ ને કોઇના જ્ઞાનનો વિષય છે તેને પ્રમેયત્વગુણ કહે છે. અગુરુલઘુત્વ ગુણ= જે શક્તિના નિમિત્તથી એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ પરિણમન ન કરે અને એક ગુણ બીજા ગુણરૂપ પરિણમન ન કરે તથા એક દ્રવ્યના અનેક ગુણ વીખરાઇને જુદા જુદા ન થઇ જાય તેને અગુરુલઘુત્વગુણ કહે છે.
૧૦૪૪ (૬) પ્રદેશત્વગુણ=જે શક્તિના નિમિત્તથી દ્રવ્યનો કોઇ ને કોઇ આકાર
અવશ્ય હોય તેને પ્રદેશત્વ ગુણ કહે છે. આ છે ગુણો દરેક દ્રવ્યમાં જોવામાં આવે છે. સામાન્ય ગણ કેટલા છે ? સામાન્ય ગુણ અનેક છે. પરંતુ તેમાં મુખ્ય છે છે. ૧.
અસ્તિત્વ, ૨.વસ્તુ, ૩. દ્રવ્યત્વ, ૪. પ્રમેયત્વ, ૫.અગુરુલઘુત્વ ૬. પ્રદેશ7.
આ ગુણો જીવ અને અજીવ બંનેમાં છે. સામાન્ય ગુણ કોને કહે છે ? જે સર્વ દ્રવ્યોમાં વ્યાપે, તેને સામાન્ય ગુણ કહે છે. સામાન્ય ગુણો ગુણ = જે દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં
(અવસ્થામાં) રહે, તેને ગુણ કહે છે. (૧) અસ્તિત્વગુણ =જે શક્તિના કારણે દ્રવ્યનો કદી અભાવ ન હોય, તેને
અસ્તિત્વ ગુણ કહે છે. દ્રવ્ય અનાદિ અનંત છે. સ્વતંત્ર અનાદિ અનંત, પોતાથી ટકી રહેનારો છે. કોઈ પરથી અને કોઈ સંયોગથી, તેની ઉત્પત્તિ થઈ નથી. તથા અસ્તિત્વગુણનો કદી નાશ થતો નથી. વસ્તુત્વ ગુણ =જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા (પ્રયોજનભૂત ક્રિયા)
હોય. (૩ દ્રવ્યતત્ત્વ ગુણ =જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલાતી રહે,
તેને દ્રવ્યત્વ ગુણ કહે છે. બધા દ્રવ્યોની અવસ્થાઓનું પરિવર્તન, (બદલવું)નિરંતર તેના પોતાથી પોતામાં જ થયા કરે છે, પણ બીજો કોઈ તેની અવસ્થા બદલતો નથી. જીવનો કોઈ પર્યાય, અજીવથી-કર્મથીશરીરાદિથી બદલાતો નથી અને શરીરાદિ કોઈપણ દ્રવ્યથી અવસ્થા બદલાતી નથી. પ્રમેયત્વ ગુણ =જે શક્તિના કારણે, દ્રવ્ય કોઈને કોઈ જ્ઞાનનો વિષય હોય, તેને પ્રમેયત્વ ગુણ કહે છે. પ્રદેશત્વ ગુણ =જે શક્તિના કારણે, દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય, તેને પ્રદેશત્વ ગુણ કહે છે. અગુરુલઘુત્વ ગુણ = જે શક્તિના કારણે, દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, અર્થાત્