________________
(૨)
(૨) નિઃકાંક્ષિત અંગ, (૩) નિર્વિચિકિત્સા અંગ,
અમૂઢદષ્ટિ અંગ, (૫) ઉપગૃહન અંગ, (૬) સ્થિતિકરણ અંગ, (૭) વાત્સલ્ય અંગ, (૮) પ્રભાવના અંગ આ પ્રમાણે સમ્યગ્દર્શનના આઠ અંગ છે. (૧) નિઃશક્તિ અંગ = શંકા નામ સંશયનું છે, જિનપ્રણીત તત્ત્વોમાં પદાર્થોમાં
સંદેહ ન કરવો તેને નિઃશંકિત નામનું અંગ કહીએ. નિઃકાંક્ષિત અંગ = નિઃકાક્ષિત નામ વાંચ્છા રહિતનું છે. કારણ કે આ લોક સંબંધી પૂણયના ફળને ચાહતા નથી તેથી સમ્યકત્વી પુણયના ફળરૂપ ઈન્દ્રિયોના વિષયોને આકુળતાના નિમિત્ત હોવાથી દુઃખરૂપજ માને છે. વળી અન્યમતી નાના પ્રકારની એકાન્તરૂપ કલ્પના કરે છે તેને ભલા જાણી ચાહતા નથી. નિર્વિચિકિત્સા અંગ = વિચિકિત્સા નામ અણગમાનું છે, અથવા ગ્લાનિનું છે, તેનાથી રહિત તે નિર્વિચિકિત્સા, પાપા ઉદયથી દુઃખદાયક ભાવનો સંયોગ થતાં ઉદ્વેગરૂપ ન થવું, કારણ કે ઉપાધીન કાર્ય પોતાને વશ નથી. એ દુઃખથી અમૂર્તિક આત્માનો ઘાત પણ નથી. વળી વિટાદિ નિંદ્ય વસ્તુમાં ગ્લાનિ રૂ૫ ન થવું કારણ કે વસ્તુનો એવો જ સ્વભાવ છે. એમાં આત્માને શું ? અથવા જે શરીરમાં આ આત્મા વસે છે તેમાં તો બધી જ વસ્તુ નિધ છે. અમૂઢદષ્ટિ અંગ = તત્ત્વશ્રદ્ધાનવાળા પુરૂષે હંમેશા અમૂઢદષ્ટિ થવું યોગ્ય છે. મૂઢદષ્ટિ યથાર્થ જ્ઞાનરહિતનું નામ છે, તે શ્રદ્ધાનવાળુ થવું યોગ્ય નથી. ક્યાં ક્યાં ? લોકે- લોકે = લોકમાં ઘણા માણસો વિપરીત ભાનમાં પ્રવર્તતા હોય તો
પણ પોતે તેમની જેમ દિખા દેખીથી) ન પ્રવર્તવું.
૯૮૧ શાસ્ત્રાભાસે = શાસ્ત્ર જેવા લાગતા અન્યવાદીઓએ નીપજાવેલા ગ્રન્થોમાં
રૂચિરૂપ ન પ્રવર્તવું. સમયાભાસે સાચા મત જેવા લાગતા અન્ય મતમાં કોઈ ક્રિયા ભલી જેવી
દેખીને તેમાં ભલુ જાણીને ન પ્રવર્તવું. અથવા સમય એટલે પદાર્થ સરખાં લાગે તેવાં અન્યવાદીઓએ કહેલાં કલ્પિત તત્ત્વો તેમાં
યુક્તિ જેવું જોઈને સત્યબુદ્ધિ ન કરવી. દેવતામાસે = દેવ જેવા પ્રતિભાસે એવા , અરિહંત દેવ સિવાય અન્ય
દેવોમાં કાંઈક ચમત્કારાદિ દેખીને વિનયરૂપ ન પ્રવર્તવું. એ પ્રમાણે
યથાર્થ જ્ઞાનથી ભ્રષ્ટ થવાના કારણોમાં સાવધાન કહેવું. વળી બીજા પણ જે ગુરૂ જેવા પ્રતિભાસે એવા વિષય-કષાય વેડ લંપટી,
વેશધારીઓ તેના પ્રત્યે વિનયરૂપ ને પ્રવર્તવું. (૫) ઉપગૂહન અંગ = ઉપવૃંહણ નામ વધારવાનું છે. પોતાના આત્માનો ધર્મ
વધારવો, વળી આ ધર્મનું નામ ઉપગૂહન પણ કહ્યું છે. તે અપેક્ષાએ દોષ ઢાંકવાનું કહ્યું. બીજાના દોષ પ્રગટ કરવાથી તેને દુ:ખ ઉપજે છે. સ્થિતિકરણ અંગ = ભ્રષ્ટને ધર્મમાં સ્થાપવો તેનું નામ સ્થિતિકરણ કહીએ. ધર્મથી જે ભ્રષ્ટ થયા છે તે કામ ક્રોધાદિને વશ થવાથી થયા છે. તેથી જો એના નિમિત્તે પોતાના પરિણામ ભ્રષ્ટ થાય તો પોતે યુક્તિ વડે ધર્મમાં સ્થિર થવું, અન્ય જીવ ભ્રષ્ટ થાય તો તેને જેમ બને તેમ ધર્મમાં દઢ કરવો. વાત્સલ્ય અંગ = વાત્સલ્ય ગાયને વાછરડા પ્રત્યે હોય એવી પ્રીતિને કહે છે. જેમ વાછરડા પ્રત્યેના પ્રેમને લીધે ગાય સિંહની સામે જાય છે - એવા વિચારથી કે મારું ભક્ષણ કરીને આ વાછરડાનું ભલું થઈ જાય તો ઘણું સારું. એવી પ્રીતિ ધર્મમાં અને ધર્માત્મા સાધર્મીમાં જોઈએ. જે તન,મન,ધન, સર્વસ્વ ખર્ચને પોતાની પ્રીતિ પાળે. પ્રભાવના અંગ = પ્રભાવના એટલે અત્યંતપણે પ્રગટ કરવું. પોતાના આત્માનો અતિશય તો રત્નત્રયનો પ્રતાપ વધવાથી પ્રગટ થાય છે. અને જૈન ધર્મનો અતિશય ઘણાં દાન-દયા વડે કે ઉગ્ર તપ કરીને , ખૂબ ધન ખર્ચી ભગવાનની પૂજા કરાવીને . શાસ્ત્રાભ્યાસ કરીને તથા નિર્દોષ
(૬