________________
નથી તે સંયમ ને પાત્ર નથી અને તેથી તેના દ્વારા સંયમ જનિત નિર્જરા થતી નથી. (૩) પાંચ ઈન્દ્રય ને મનને રોકવું તથા છ કાયના જીવોની દયા પાળવી તે બાહ્ય સંયમ છે, અને સ્વશુદ્ધાત્મામાં સ્થિર થવાથી આત્મસ્થિરતારૂપ અંતરંગ સંયમ થાય છે. તે અંતરંગ સંયમરૂપ આત્મા છે. (૪) સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિ પ્રગટયા પછી નિજ જ્ઞાનાનંદ-સ્વરૂપમાં અધિક-અધિક લીનતા રમણતા થવી, અતીન્દ્રિય આનંદની ભરપુર જમાવટ થવી તેને સંયમ કહે છે. (૫) સંયમના બે ભેદ છે : બાહ્ય સંયમ અને અંતરંગ સંયમ.
બાહ્ય સંયમ =પાંચ ઈન્દ્રિય અને મનને રોકવું તથા છે
કાયના જીવોની દયા પાળવી તે બાહ્ય સંયમ છે. (૨) અંતરંગ સંયમ = સ્વ શુદ્ધાત્મામાં સ્થિર થવાથી
આત્મસ્થિરતારૂપ અંતરંગ સંયમ થાય છે. તે અંતરંગ
સંયમરૂપ આત્મા છે. (૫) પાંચ ઈન્દ્રિય ને મનને રોકવું તથા છ કાયના જીવોની દયા પાળવી તે બાહ્ય સંગમ છે, અને સ્વશુદ્ધાત્મામાં સ્થિર થવાથી આત્મસ્થિરતારૂપ અંતરંગ સંયમ થાય છે. તે અંતરંગ સંયમરૂપ આત્મા છે. (૬) પાંચ ઈન્દ્રિય ને મનને રોકવું તથા છકાયના જીવોની દયા પાળવી તે બાહ્ય સંયમ છે. અને સ્વશુદ્ધાત્મામાં સ્થિર થવાથી આત્મસ્થિરતારૂપ અંતરંગ સંયમ થાય છે. તે અંતરંગ સંયમરૂપ આત્મા છે. (૭) ઈન્દ્રિયસુખની અભિલાષાના ત્યાગના બળથી તથા છ કાયના જીવોની હિંસાની નિવૃત્તિબળથી આત્મા વડે આત્મામાં જે શુદ્ધોપયોગીઓનું સંયમન નિયમન રહેવું થાય છે તે સંયમ છે. (૮) સંયમ શબ્દમાં તો સમજ્યમ્ શબ્દો છે. સમ્ નામ સમ્યક પ્રકારે. યમ અર્થાત્ સમ્યગ્દર્શન પૂર્વક યમ તેને સંયમ કહે છે. આત્મા પૂરણ પરમસ્વભાવભાવ વસ્તુ છે તેની અંતરમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે અને તે સિદ્ધ થતાં નિજ સ્વભાવ-ભાવમાં જ વિશેષ-વિશેષ લીન-સ્થિર થવું તે સંયમ છે. ચારિત્ર છે, અને તે મોક્ષમાર્ગ છે. (૯) ઈન્દ્રિયસુખની અભિલાષાના ત્યાગના બળથી તથા કાય જીવોની હિંસાની નિવૃત્તિના
૧૦૦૩ બળથી આત્મા વડે આત્મામાં જે શુદ્ધોપયોગીઓનું સંયમન નિયમન રહેવું થાય છે તે સંયમ છે. (૧૦) સંયમમાં ઈન્દ્રિયદમન નિમિત્તરૂપે હોય છે, અને મૂળ કારણ આત્મસ્વભાવની સ્થિરતા છે. સહજ સ્વાભાવિક આત્મજ્ઞાનમાં ટકવું તે સ્થિરતા છે. (૧૧) પાંચ ઈન્દ્રિય અને મનનો નિગ્રહ, તેમજ કાય
જીવ રક્ષા એ બાર પ્રકારનો સંયમ સંયમ અને તપ સહિત સમસ્ત છે જીવનિકાયને હણવાના વિકલ્પથી અને પાંચ
ઈન્દ્રિયો સંબંધી અભિલાષાના વિકલ્પથી આત્માને પાછો વાળીને આત્માના શુદ્ધ સ્વરૂપમાં સંયમન કર્યું હોવાથી અને સ્વરૂપમાં ઠરી જઈ ચંચળતા સહિત
ચૈતન્યને દદીપ્યમાન કહ્યું હોવાથી સંયમ અને તપ સહિત કહેવાય છે. સંયમ ત૫ જ્ઞાનાશ્વ:સંયમ, તપ અને આત્મજ્ઞાનમાં સમૃધ્ધ સંયમલબ્ધિનાં સ્થાનો સંયમલબ્ધિનાં સથાનો એટલે કે ક્રમે ક્રમે નિર્મળતાની
પ્રાપ્તિનાં સ્થાનો, ક્રમે ક્રમે રાગની નિવૃત્તિ અને વીતરાગ સંયમના પરિણામોની પ્રાપ્તિનાં જે સ્થાનો, ભેદો છે તે બધાય જીવદ્રવ્યને નથી. કેમ? તો કહે છે કે શુધ્ધ દ્રવ્ય ઉપર પર્યાય વાળતાં અનુભૂતિમાં તે આવતાં નથી. (૨) અભેદ ચૈિતન્યધન-વિજ્ઞાનધન સ્વભાવી આત્મામાં નિર્મળ ચારિત્રના જે
ભેદ પડે છે તે સંયમલબ્ધિ સ્થાન છે. સંયમમાર્ગગા સંયમના સાત પ્રકાર છે. સામાયિક, છે દોષ સ્થાનીય, પરિહાર
વિશુદ્ધ, સૂમ સાંપરાય, યથાખ્યાત તે પાંચ સંયમ, સંયમાં સંયમ ને અસંયમ
એ રીતે સંયમના બોલના સાત પ્રકાર આવે છે. (૧) અસંયમ = અવિરતિ ભાવને અસંયમ કહેવાય છે. આત્માનું ભાન ન હોય,
અને આસક્તિ છે તે હું છે, તે મારો ભાવ છે એવી માન્યતા મિથ્યા દષ્ટિને હોય છે. આસક્તિતો બધી પડી જ છે, અને માન્યતા ઊંધી છે માટે તે મિથ્યાત્વનું અસંયમ-અને જેને આત્માનું ભાન છે તે આસક્તિના પરિણામ મારું સ્વરૂપ નથી એમ માને છે, આસક્તિની રૂચિ નથી, છતાં પણ આસક્તિના પરિણામ છૂટ્યા નથી તે ચોથી ભૂમિકાનું અસંયમ છે. સંયમ સંયમ = પાંચમે ગુણસ્થાને કંઈક અંશે આસક્તિનો ત્યાગ હોય છે, અને કંઈક અંશે આસક્તિ રહી જાય છે તેને સંયમાં સંયમ કહેવાય છે.