________________
(૨)
અનાદિ કાળથી આવો બંધ છે તે કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન છે તે અજ્ઞાનનું નિમિત્ત બંધ છે. અજ્ઞાન આત્માનો મૂળ સ્વભાવ નથી, તેથી પૂર્વનો બંધ છે તે અજ્ઞાનનું નિમિત્ત છે. અજ્ઞાન-પર્યાય ઉપાદન છે અને તેનું નિમિત્ત કારણ બંધ છે. બંધ જે થતો જાય છે તે નવા અજ્ઞાનનું નિમિત્ત થાય છે. અજ્ઞાન પર્યાય પોતાના ઊંધા પુરૂષાર્થને કારણે લંબાય છે; આ તો કર્મરૂપી બીજી ચીજ છે તેમ જણાવે છે, કર્મ કંઈ રાગ-દ્વેષ અને અજ્ઞાન કરાવી દેતું નથી પરંતુ નવાં કર્મ જે બંધાય છે તે ભવિષ્યમાં પોતે જ્યાં સુધી રાગ-દ્વેષને અજ્ઞાન કર્યા કરે છે ત્યાં સુધી નિમિત્ત થાય છે. આત્મા પોતાના નિર્દોષ જ્ઞાન સ્વભાવમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી ત્યાં સુધી તેને કર્તા-કર્મની પ્રવૃત્તિ છે. કર્તા કર્મની પ્રવૃત્તિનું નિમિત્ત અજ્ઞાન પર્યાય છે અને અજ્ઞાન પર્યાયનું નિમિત્ત પૂર્વનો બંધ છે, તેથી જેને અજ્ઞાનપર્યાય ટળી ગઈ તેને બંધ પણ ટળી ગયો, અને તેની કર્તા કર્મની પ્રવૃત્તિ પણ ટળી ગઈ; આ રીતે જ્ઞાન થવાથી જ સંબંધ થઈ ગયો. જેને અજ્ઞાન પર્યાય છે તેને બંધ પણ છે અને તેને
કર્તાકર્મની પ્રવૃત્તિ પણ છે. (૭) શાસ્ત્રમાં ત્રણ પ્રકારના સંબંધ આવે છે.
(૧) તાદાભ્ય સિદ્ધ સંબંધ, (૨) સંયોગ સિદ્ધ સંબંધ. (૩) પરસ્પર અવગાહ લક્ષણ સિદ્ધ સંબંધ. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના સંબંધ આવે છે. એકતા તાદાભ્ય સિદ્ધ સંબંધ, બીજો, સંયોગ સિદ્ધ સંબંધ અને ત્રીજો, પરસ્પર અવગાહ લક્ષણસિદ્ધ સંબંધ,
૧૦૦૧ તાદાભ્ય સિદ્ધ સંબંધ જ્ઞાન અને આત્માને તાદાભ્યાસિદ્ધ સંબંધ છે. જેમ અગ્નિ અને ઉષ્ણતાને સંબંધ છે તેમ જ્ઞાન અને આત્માને તાદાભ્યસિદ્ધ સંબંધ હોવાથી જ્ઞાન ક્રિયા નિષેધવામાં આવી નથી. જ્ઞાનક્રિયા જ્ઞાનીઓને સાધક સ્વભાવમાં આવ્યા વગર રહેતી નથી, માટે તેને નિષેધી નથી. સંયોગ સિદ્ધ સંબંધ જ ક્રોધ, માન, માયા, લોભ વગેરે શુભાશુભ પરિણામ થાય છે તે આત્મા સાથે સંયોગસિદ્ધ સંબંધે છે; જેનો વિયોગ થાય તેને સંયોગ સિદ્ધ સંબંધ કહેવાય છે. જેનો સંયોગ હોય તેનો વિયોગ થાય, ક્રોધાદિ એક સમયમાં નાશ થઈ જાય છે અને બીજા સમયે નવા ઉત્પન્ન થાય છે, આત્માના ભાવના વડે સમૂળગા નાશ થઈ જાય છે માટે ક્રોધાદિ આત્મા સાથે ઉત્પાદ વ્યય સંબંધે છે પણ ધ્રુવ સંબંધ નથી. ધ્રુવ સંબંધ નથી માટે સંયોગ
સંબંધ છે પણ સ્વભાવ સંબંધ નથી. (૩) પરસ્પર અવગાહ લક્ષણ સિદ્ધ સંબંધ આત્મા અજ્ઞાન અવસ્થાએ
શુભાશુભ ભાવરૂપ પરિણમે ત્યારે તે પરિણામ કર્મબંધ થવામાં બાહ્ય નિમિત્ત થાય છે, કર્મરૂપ રજકણો પોતાની લાયકાતથી બંધાય છે પરંતુ શુભાશુભ પરિણામ તેને નિમિત્તરૂપ થાય છે તેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્મ રજકણો એની મેળાએ સ્વતંત્ર પરિણમી જાય છે. જેમ ચોખા, દાળ વગેરેનો ખોરાક પેટમાં પડે છે પછી તે એની મેળાએ સ્વતંત્ર પણે લોહીરૂપે, વાતરૂપે, પીત્તરૂપે વગેરે અવસ્થાએ પરિણમી જાય છે, કોઈ તેને પરિણાવતું નથી તેમ કર્મ પુલો સ્વયં પરિણમી જાય છે. આ રીતે જીવ અને પુલનો પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવો સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે અનેકાત્મક હોવા છતાં અનાદિ એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઈતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે. જીવના પરિણામનું