________________
૧૦૨૫ વીતરાગ સમ્યદ્રષ્ટિના જેવાં છે, માત્ર ચારિત્ર મોહના ઉદયનો અપરાધ છે. તેને તે સમ્યદ્રષ્ટિ કર્મનો ઉદય જાણે છે તેને પરરૂપે અનુભવ કરે છે. સર્વ મન, વચન, કાયાની ક્રિયાઓ પણ પર જાણે છે એટલા માટે તે પણ પૂર્ણ
ઉદાસીન છે. સરાગ સંયમ જે શુભોપયોગરૂપ છે તે સરાગ સંયમ છે. (૨) સમ્યગ્દર્શનપૂર્વક
ચારિત્રના ધારક મુનિને જે મહાવ્રતરૂપ શુભભાવ છે કે સંયમ સાથેનો રાગ હોવાથી સરાગસંયમ કહેવાય છે. રાગ કાંઈ સંયમ નથી; જેટલો વીતરાગભાવ
છે તે સંયમ છે. સરાગથારિત્ર:સરાગ ચારિત્રથી દેવેન્દ્ર, અસુરેન્દ્ર અને નરેન્દ્રના વૈભવો પ્રાપ્ત થાય
યાત પદથી એટલેકે કથંચિત કોઇ અપેક્ષાએ એક ધર્મમાં અવિરોધપે સાધે છે. તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્ય કહેનારી નથી; લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિને મોર ઉપર બેસાડી તેની પૂજા કરે છે તે યર્થાથ સ્વરૂપ નથી માટે ઉપરોકત સત્યાર્થ બતાવનારી જ્ઞાન વચનરૂપ સરસ્વતી જ યર્થાથ છે એમ
જાણવું સરા:સોનાની સાંકળના સરા-ધારા-પ્રવાહ. સરાગ ચારિત્ર કણે આવી પડવું ગુણસ્થાન આરોહણના ક્રમમાં જબરજસ્તીથી
અર્થાત્ ચારિત્રમોહના મંદ ઉદથી આવી પડવું સરાગ ચારિત્ર :શુભોપયોગથી બંધ થાય છે. સરાગ સમ્યકત્વ:નિશ્ચય સમ્યગ્દર્શનના સાથે વર્તતા રાગને બતાવવા માટે નિશ્ચય
સમ્યગ્દર્શનને સરાગ સમ્યત્વ કહેવામાં આવે છે. સરાગ સમ્યગ્દર્શન : જયારે સમ્મદ્રષ્ટિ જીવ પોતામાં સ્થિર ન રહી શકે ત્યારે રાગમાં
તેનું અનિત્ય જોડાણ થતું હોવાના કારણે તે દશાને સરાગ સમ્યગ્દર્શન
કહેવામાં આવે છે. સમ્યદ્રષ્ટિને રાગ સાથે જોડાણ હોય ત્યારે ચાર પ્રકારના શુભભાવ હોય છે; તેનાં
નામ (૧) પ્રશમ (૨)સંવેગ (૩) અનુકંપા અને (૪) આસ્તિક (૧) પ્રશમ= ક્રોધ-માન-માયા-લોભ સંબંધી રાગદ્વેષાદિનું મંદપણું (૨) સંવેગ=સંસાર એટલે કે વિકારભાવનો ભય (૩)અનુકંપા પોતે અને પર એમ સર્વ પ્રાણીઓ પર દયાનો પ્રાદુભાવ (૪) આસ્તિકય= જીવાદિ તત્ત્વોનું જેવું અસ્તિત્વ છે તેવું આગમ અને યુકિત
વડે માનવું તે આસ્તિકાય છે. સરાગ સમદ્રટિ:સરાગ સમ્યક્તની મન, વચન, કાયાની ક્રિયાઓ રાગ પૂર્વક કરે
છે તથાપિ તે પોતાને એ સર્વ ક્રિયાઓના કર્તા માનતા નથી. આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે. એવી બુધ્ધિ રાખે છે, કષાયના ઉદયથી તેને વ્યવહાર કાય પોત પોતાની પદવી પ્રમાણે કરવા પડે છે. તેને તે પોતાનું કર્તવ્ય જાણતા નથી., કર્મોદય જનિત રોગ જાણે છે, તે સરાગ સમ્યકત્વીનું જ્ઞાન તથા શ્રધ્ધા તો
સહોખના સ = સમ્યક પ્રકારે, લેખના = કષાયને ક્ષણ-કુશ કરવાને સલ્લેખના
કહે છે. તે અત્યંતર અને બાહ્ય બે ભેદરૂપ છે. કાર્યને કૂશ કરવાને બાહ્ય અને આંતરિક ક્રોધાદિ કષાયોને કૃશ કરવાને અત્યંતર સલ્લેખના કહે છે. (૨)
કષાયો અને કાયાની ક્ષીણતા કરવી તેને સંલેખના કહે છે. સહલેખનાના પાંચ અતિચાર : ૧. સલ્લેખના ધારણ કર્યા પછી જીવવાની ઈચ્છા
કરવી, ૨. સલ્લેખના ધારણ કર્યા પછી જો કાંઈ વેદના થતી હોય તો એવી ઈચ્છા કરવી કે હું જલદી મરણ પામું, ૩. પૂર્વના મિત્રોનું સ્મરણ કરવું કે જે સારો મિત્ર હતો, હું તેની સાથે રમતો હતા વગેરે, ૪ પૂર્વે જે શાતાની સામગ્રી ભોગવી હતી તેને યાદ કરવી તે ભોગ હવે ક્યારે મળશે તેનું સ્મરણ કરવું, ૫. આગામી કાળમાં સારા સારા ભોગોની પ્રાપ્તિની ઈચછા કરવી. આ પાંચ સલ્લેખનીયા અતિચાર છે. આ રીતે ૧ સમ્યગ્દર્શન, ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪. શિક્ષાવ્રત અને ૧ સલ્લેખના - એ ચૌદના સિત્તેર અતિચારોનું વર્ણન કરી ચૂક્યા. તેથી નૈષ્ઠિક શ્રાવકે આ બધાનું જ્યાં સુધી બની શકે ત્યાં સુધી યથાશક્તિ અતિચાર રહિત પાલન કરવું, તો જ મનુષ્યભવ મળવો સાર્થક છે.