________________
નિર્ભર અસાધારણ ભક્તિરૂપ એવું જે સંસાર વિચ્છેદના કારણભૂત. પરંપરાએ મુક્તિકારણભૂત, તીર્થંકરપકૃતિ વગેરે પુણ્યનો અનુબંધ કરનારું વિશિષ્ટ પુણ્ય તેને અનીહિતવૃત્તિએ નિદાનરહિત પરિણામથી કરે છે. આ રીતે અજ્ઞાની જીવ પાપાદિ ચાર પદાર્થોનો કર્તા છે. અને જ્ઞાની સંવરાદિ ત્રણ પદાર્થોનો કર્તા છે.
સાત પ્રકૃતિ :મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, સમક્તિ મોહનીય અનંતાનુંબંધી કષાય, (ક્રોધ, માન, માયા અને લોભ) એ ચાર કષાય મળી સાતેય પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ પ્રગટે.
ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે મિથ્યાત્વ મોહનીય, ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજો હોવો જોઈએ એવો જે ભાવ તે મિશ્ર મોહનીય, આત્મા આ હશે ? તેવું જ્ઞાન થાય તે સમયક્ત્વ મોહનીય. આત્મા આ છે એવો નિશ્ચયભાવ તે સમ્યક્ત્વ.
સાત વ્યસનો : (૧) જુગાર, (૨) માંસ ભક્ષણ, (૩) મદિરાપાન, (૪)
વેશ્યાગમન, (૫) શિકાર, (૬) પરનારીનો સંગ અને (૭) ચોરી. આ સાત જગતમાં મોટાં વ્યસનો ગણાય છે, પણ એ સાતે વ્યસનો કરતાં મિથ્યાત્વ એ મહાપાપ છે તેથી તેને પ્રથમ છોડવાનો જૈન ધર્મનો ઉપદેશ છે. સાતમી ગાથા :સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણ-ગુણીના ભેદનું લક્ષ છોડી અભેદ અખંડ જ્ઞાયક સ્વરૂપનું લક્ષ કરાવે છે; એ અભેદ દૃષ્ટિના જોરે ક્રમે ક્રમે રાગનો નાશ અને નિર્મળતાની વૃદ્ધિ થઈ કેવળજ્ઞાનની પૂર્ણતા પ્રગટ થાય છે.
સાતા :શાંતિ, નિરાંત, સ્વસ્થતા, સુખ, ચેન (સાતું નથી=કયાંય ચેન પડતું નથી.) સાતિશય ઉત્તમ; પરમ (૨) ઘણા ચડિયાતા; અત્યંત વધારે; ઘણું (૩) ખૂબ તેજસ્વી. (૪) અદ્ભુત અલૌકિક; અતિશય; અત્યંત; ખૂબ. (૫) વિશિષ્ટ ગુણરૂપ
સાથે-સાથે સમુદાય રૂપે સાક્ષ્ય :એકરૂપ (૨) સમાનપણું; સરખાપણું.
૧૦૩૮
સાદશ્ય અસ્તિત્વ સર્વમાં વ્યાપનારૂં અસ્તિત્વ; સર્વ વ્યાપક અસ્તિત્વ. જેમા ઘણાં
બહુવિધ વૃક્ષોને પોતપોતાની વિશેષલક્ષણભૂત સ્વરૂપ-અસ્તિત્વના અવલંબનથી ઊભું થતું જે અનેકત્વ તેને સામાન્ય લક્ષણભૂત સાદશ્યદર્શક વૃક્ષપણા વડે ઊભું થતું એકત્વ તિરોહિત-(અદશ્ય) કરે છે. તેમ ઘણાં બહુવિધ (અર્થાત્ છ પ્રકારના) દ્રવ્યોને પોત પોતાના વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વના આલંબનથી ઊભું થતું જે અનેકત્વ તેને, સામાન્ય લક્ષણભૂત સાદશ્ય-દર્શક સતા પણા વડે ઊભું થતું એ કત્વ તિરોહિત કરે છે. (૨) સમાનપણું; સરખાપણું (૩) સરખાપણું; મળતાપણું ; સમાનતા; તુલ્યતા
સાક્ષ્ય-સ્તિત્વ : ઘણાં (અર્થાત સંખ્યાથી અનેક) અને બહુવિધ (અર્થાત આમ્રવૃક્ષ, અશોકવૃક્ષ ઇત્યાદિ અનેક પ્રકારનાં) વૃક્ષોનું પોતપોતાનું સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોાવથી સ્વરૂપ અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે, પરંતુ વૃક્ષપણું કે જે સર્વ વૃક્ષોનું સામાન્ય લક્ષણ છે અને જે સર્વ વૃક્ષોમાં સાદ્દશ્ય (સમાનપણું) બતાવે છે. તેની અપેક્ષાએ એકપણું છે; આ એકપણાને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે; તેવી રીતે ઘણાં (અર્થાત્ અનંત) અને બહુવિધ (અર્થાત્ છ પ્રકારના) દ્રવ્યોનું પોતપોતાનું સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન ભિન્ન હોવાથી સ્વરૂપ અસ્તિત્વની અપેક્ષાએ તેમનામાં અનેકપણું છે. પરંતુ સતપણું (હોવાપણું છે એવોભાવ) કે જે સર્વદ્રવ્યોનું સામાન્ય લક્ષણ છે અને જે સર્વ દ્રવ્યોમાં સાદ્દશ્ય બતાવે છે તેની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં એકપણું છે; આ એકપણાને મુખ્ય કરીએ ત્યારે અનેકપણું ગૌણ થાય છે. આ પ્રમાણે સાદ્દશ્ય અસ્તિત્વનું નિરૂપણ થયું
માદ્બાદ સ્પાત્ એટલે કથંચિત્ નય અપેક્ષાએ, વાદ એટલે વસ્તુસ્વભાવનું કથન તેને સ્યાદ્વાદ કહે છે.
સાક્ષ્ય સમાનપણું; સરખાપણું
સાક્ષ્ય અસ્તિત્વ :આ વિશ્વમાં વિવિધ લક્ષણવાળા (ભિન્ન ભિન્ન અસ્તિત્વવાળાં
સર્વ) દ્રવ્યોનું સત્ એવું સર્વગત લક્ષણ (સાદ્દશ્ય અસ્તિત્વ) એક છે. (૨) અસ્તિત્વ બે પ્રકારે છે. સાદ્દશ્ય-અસ્તિત્વ અને સ્વરૂપ-અસ્તિત્વ. સાદ્દશ્ય