________________
અસ્તિત્વની અપેક્ષાએ સવૅદ્રવ્યોમાં સમાનપણું છે અને સ્વરૂપ-અસ્તિત્વની અપેક્ષાએ સર્વ દ્રવ્યોમાં વિશેષપણું છે.
સાદશ્યાત્યભિજ્ઞાન સ્મૃતિ અને પ્રત્યક્ષના વિષયભૂત પદાર્થોમાં સાદૃશ્ય (સમાનતા) દેખાડતા જોડરૂપ જ્ઞાનને સાદશ્ય પ્રત્યભિજ્ઞાન કહે છે. જેમકે આ ગાય રોઝના જેવી છે.
સાદિ આદિ સહિત (૨) ક્ષાયિક ભાવ જો કે સ્વભાવની વ્યકિતરૂપ (પ્રગટતારૂપ) આત્માનિશ્રિત નિરાકુળતા લક્ષણવાળું સુખ ઉત્પન્ન થાય છે. તેના કારણરૂપ શિક્ત તે સુખગુણ છે. અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ આત્મામાં નિત્ય છે. (૨) ક્ષાયિકભાવ જો કે સ્વભાવની વ્યકિતરૂપ (પ્રગટતારૂપ) હોવાથી અનંત (અંત વિનાનો) છે તો પણ કર્મના ક્ષય વડે ઉત્પન્ન થતો હોવા લીધે સાદિ છે. તેથી કર્મકૃત જ કહેવામાં આવ્યો છે. (૩) અનંત-અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભૂત વ્યવહારનયાત્મક છે = ભગવાનને પર્યાયમાં જે કેવળજ્ઞાન થયું તે સાદિ (નવું) છે, પણ હવે તે અનંત છે, અર્થાત્ હવે તો અંત આવશે નહિ, પણ અનંતકાળ રહેશે. અહા ! ત્રિકાળી દ્રવ્ય-ત્રિકાળી વસ્તુ ભગવાન આત્મા અનાદિ-અનંત છે, જ્યારે તેના આશ્રયે જે કેવળજ્ઞાનની દશા નવી પ્રગટ થઈ છે તે સાદિ અનંત છે. અહા ! કેવળ જ્ઞાન થયું છે માટે તે સાદિ છે, અને હવે તે અનંતકાળ રહેવાનું છે માટે અનંત છે.
વળી કહે છે - આ કેવળજ્ઞાન શુદ્ધ અદભૂત વ્યવહારનય સ્વ છે, અહા ! ક્ષાયિક જ્ઞાન પણ એક સમયની પર્યાય છે ને ? તો તે વ્યવહારનય સ્વરૂપ છે. ત્રિકાળી ધ્રુવ આત્મવસ્તુ નિશ્ચયનય સ્વરૂપ છે, જ્યારે આ કેવળજ્ઞાનની પ્રગટ દશા વ્યવહારનય સ્વરૂપ છે. વળી તે એનામાં છે માટે સદ્ભૂત છે. અને તે (કેવળજ્ઞાન) પૂર્ણ શુદ્ધ છે માટે શુદ્ધ છે. આ રીતે તે શુદ્ધ સદ્ભૂત વ્યવહારનય સ્વરૂપ છે. વળી કેવળ જ્ઞાન અમૂર્ત ને અતીન્દ્રિય છે તેથી કેવળજ્ઞાન અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભૂત વ્યવહારનય સ્વરૂપ છે. આવું ઝીણું સમજવું પડશે.
૧૦૩૯
હવે કહે છે – અને જે ત્રિલોકના ભવ્યજનોને પ્રત્યક્ષ વંદના યોગ્ય છે અહાહા...! જેમણે અંતરના ઉકેલ કરીને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરી છે તે ભગવાન તીર્થંકર દેવ લોકના ભવ્યજનોનો પ્રત્યક્ષ વંદના યોગ્ય છે. એવા તીર્થંકર પરમ દેવને -કેવળજ્ઞાનની માફક આ (કાર્ય દૃષ્ટિ) પુગપદ્ લોકાલોકમાં વ્યાપનારી છે. = અહીં જેમ કેવળજ્ઞાન લોકાલોકમાં યુદપદ્ વ્યાપે છે તે કેવળજ્ઞાનની સાથે કાર્યદૃષ્ટિ અર્થાત્ કેવળ દર્શન પણ લોકાલોકમાં યુગપત્ વ્યાપે છે. અહા ! આવું કેવળ દર્શન છે એમ કહે છે. આ રીતે કાર્યરૂપે અને કારણરૂપે સ્વભાવ દર્શનનોપયોગ કહ્યો. (૪) જે નવો ઉત્પન્ન થયો છે. સાદિ અનંત સ્વભાવ વ્યંજન પર્યાય અને સાદિ અનંત સ્વભાવઅર્થ પર્યાય કોને
હોય છ ? :સિધ્ધ ભગવાનને કારણ કે તેમને વિકાર અને પરનિમિત્તનો સંબંધ સર્વથા છૂટી ગયો છે.
સાદિ-અનંત :જીવો ક્ષાયિક ભાવથી સાદિ-અનંત છે. સાદિ-સાંત જીવો ઔયિક, હ્રાયોપમિક અને ઔપશમિક ભાવોથી સાદિ સાંત છે.
સાદિ-સાંત અને અનાદિ-અનંત જીવને સાદિ-સાંતપણું અને અનાદિઅનંતપણું પરસ્પર વિરુધ્ધ છે; પરસ્પર વિરુધ્ધ ભાવો એકી સાથે જીવને કેમ ઘટે ? તેનું સમાધાન આ પ્રમાણે છે : જીવદ્રવ્ય, પર્યાયાત્મક વસ્તુ છે. તેને સાદિ-સાંતપણું અને અનાદિ-અનંતપણું બન્ને એક જ અપેક્ષાએ કહેવામાં આવ્યાં નથી., ભિન્ન ભિન્ન અપેક્ષાએ કહેવામાં આવ્યા છે, સાદિ-સાંતપણું કહેવામાં આવ્યું છે તે પર્યાય-અપેક્ષાએ છે અને અનાદિ-અનંતપણું દ્રવ્ય અપેક્ષાએ છે. માટે એ રીતે જીવને સાદિ-સાતપણું તેમ જ અનાદિઅનંતપણું એકી સાથે બરાબર ઘટે છે.
સાદી શૈલી સરળ લખાણ.
સાધુ :સામાન્યપણે ગૃહવાસત્યાગી, મૂળ ગુણના ધારકને (૨) શુદ્ધ જ્ઞાન દર્શન સ્વભાવવાળી, શુદ્ધ સહજાત્મતત્ત્વ આરાધનારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિને જે સાધે છે, તે સાધુ છે. (૩) જે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનું સેવન કરે, તે સાધુ છે. અખંડ, અભેદ, એકરૂપ, જે ત્રિકાળી જ્ઞાયકભાવ,