________________
ભિન્ન દ્રવ્ય કોઈ જુદો પદાર્થ છે. તેથી સહભાગી શબ્દનો એવો અર્થ કરવો જોઈએ કે બધા ગુણો સાથે સાથે રહે છે. દ્રવ્ય અનંત ગુણોનો અખંડ પિંડ છે. તે ગુણોમાં ક્ષણે ક્ષણે પરિણમન (પર્યાય) થયા કરે છે. અનાદિ કાળથી લઈને અનંતકાળ સુધી બે ગુણોના જેટલા કોઈ પરિણામ થયા છે, તે બધામાં ગુણ સદા સાથે સાથે રહે છે. ગુણોનો પરસ્પર વિયોગ થતો નથી. પરંતુ પર્યાયોમાં એમ વાત નથી. તેઓ ક્રમભાવી છે. તેમનો સદા સાથે રહેતો નથી. જે પર્યાયો પૂર્વ સમયમાં હોય તે ઉત્તર સમયમાં રહેતી નથી તેથી પર્યાયો ક્રમભાવી છે. જે ગુણ પહેલા સમયમાં છે તે જ બીજા સમયમાં છે
તેથી ગુણ સહભાવી છે. સહભાવી વિશેષ સ્વરૂપ સાથે સાથે રહેનાર વિશેષો-ભેદો જેમનું સ્વરૂપ છે એવા
ગુણો. સહવૃત્તિ સાથે રહેવાપણું સહસ્થાયી સાથે સ્થિતિ (સ્થિરતા) કરનાર, (અશ્વ સવારની સાથે સ્થિતિ કરે છે,
તેથી અહીં અશ્વને સવારના સસ્થાયી તરીકે સવારની સ્થિતિ પરિણામનો હેતુકર્તા કહ્યો છે. અધર્માસ્તિકાય તો ગતિપૂર્વક સ્થિતિને પામનાર જીવપુલોની સાથે સ્થિતિ કરતો નથી, પહેલેથી જ સ્થિતિ છે, આ રીતે તે સહસ્થાયી નહિ હોવાથી જીવ-પુલોના ગતિપૂર્વક સ્થિતિ પરિણામનો
હેતુકર્તા નથી.) સહસા :એકાએક. સહાકાર અકસ્માત સહસાનિકોષાધિકરણ :ભયાદિકથી કે અન્ય કાર્ય કરવાની ઉતાવળમાં પુસ્તક,
કમંડળ, શરીર કે શરીરાદિના મેલને મૂકવા તે. સહાનિવૃદ્ધિ :હાનિ... (૨) હાનિ વૃદ્ધિ સહિત; વધઘટવાળું (૩) હાનિવૃધ્ધિ
સહિત;વધ ઘટવાળું સહાયક :નિમિત્તમાત્ર; સાથે રહેલી બીજી ચીજ. સ્વ-પરનું જ્ઞાન નથી ત્યાં સુધી
અજ્ઞાની છે. સ્વ-પરનું એકત્વ શ્રદ્ધા નથી જીવ મિથ્યાદૃષ્ટિ છે.
૧૦૩૦ સ્વ પરણિતિને છોડી રાગ અને પુણ્યની પરિણતિરૂપે પરિણામે તે અસંયમત છે. જ્યારે આજ આત્મા (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને લીધે, પ્રકૃતિના સ્વભાવને કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને-છોડે છે, ત્યારે સ્વ-પરના વિભાગજ્ઞાનથી (ભેદજ્ઞાનથી) જ્ઞાયક છે. સ્વ પરના વિભાગદર્શનથી (ભદદર્શનથી) દર્શક છે. અને સ્વ પરની વિભાગ પરિણતિથી (ભેદ પરિણતિથી) સંયત છે; અને ત્યારે જ પરના
અને પોતાના એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે. સહારો આશ્રય. સરહદય :ભાવુક, સામાના ભાવોને કે લાગણીને સમજી શકનાર; શાસ્ત્રમાં જે વખતે
જે ભાવનો પ્રસંગ હોય તે ભાવને હદયમાં ગ્રહનાર; બુધ; પંડિત સાકાર :સકારોવાળું, ભેદોવાળું; સવિકલ્પ; વિશેષ. (૨) પ્રગટ; અનુભવગોચર. સાકાર અને નિરાકાર પ્રતિભાસ સ્વરૂપ જ્ઞાન અને દર્શન સ્વરૂપ સાકાર અને નિરાકાર :આત્મા, પર દ્રવ્યની અપેક્ષાએ, નિરાકાર છે પણ સ્વદ્રવ્યની
અપેક્ષાએ, સાકાર છે. (૨) જ્ઞાનને સાકાર અને દર્શનને નિરાકાર કહેવામાં આવે છે, ત્યાં આકારનો અર્થ લંબાઈ-પહોળાઈ અને જાડાઈ એમ થતો નથી પણ જે પ્રકારનો અર્થ હોય તે પ્રકાર જ્ઞાનમાં જણાય તેને આકાર કહેવામાં આવે છે. અમૂર્તિક આત્માનો ગુણ હોવાથી જ્ઞાન પોતે ખરી રીતે અમૂર્ત. જે પોતે તો અમૂર્ત હોય અને વળી દ્રવ્ય ન હોય, માત્ર ગુણ હોય તેને પોતાનો જુદો આકાર હોઈ શકે નહિ; પોતપોતાના આશ્રયભૂત દ્રવ્યનો જે આકાર હોય તે જ આકાર ગુણોનો હોય છે. જ્ઞાનગુણનો આધાર આત્મદ્રવ્ય છે તેથી આત્માનો જે આકાર તે જ જ્ઞાનનો આકાર છે. આત્મા ગમે તેવા આકારના પદાર્થને જાણે તો પણ આત્માનો આકાર તો (સમુદ્યાત સિવાયના પ્રસંગે) બહારના શરીરાકારે રહે છે. તેથી વાસ્તવિક રીતે શેય પદાર્થ જેવો છે તેવો જ્ઞાન જાણી લે છે તેથી જ્ઞાનને સાકાર કહેવાય છે. દર્શન અને પદાર્થની બીજાને જુદો પાડતું નથી તેથી તેને નિરાકાર કહેવાય છે.