________________
આશ્રય કરવાથી જ સમ્યકત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત | થાય છે. ત્રિકાળી ધ્રુવ સ્વભાવ સહજ એક પરમપરિણામિક ભાવ જ સદા પવિત્ર એવો નિજ પરમ સ્વભાવ છે. એ બાકીના ઔદયિકાદિ ચારે ભાવો તે તો અપેક્ષિત ભાવો છે, અને તેથી વિભાવ સ્વભાવ પરભવો છે. વળી તે પર્યાયભાવો છે, ને તેથી તે પર્યાયભાવોનો આશ્રય કરવાથી ધ્રુવ દ્રવ્યનો આશ્રય થતો નથી. અર્થાત્ ધ્રુવ દ્રવ્ય સ્વભાવ પર્યાયના આશ્રયે જણાવા યોગ્ય નથી. અગમ્ય છે. ત્રિકાળી ધ્રુવ અનંદકંદરૂપ એક પરમ સ્વભાવરૂપ આત્મા છે, તેનો એકનો જ આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્મચારિત્ર, કેવળજ્ઞાન અને મોક્ષ ઇત્યાદિ મોક્ષ પર્વતની નિર્મળ અવસ્થાઓ થાય છે. પરંતુ ઔદયિકાદિ વર્તમાન વર્તતી પર્યાયના આશ્રયે કાંઈ નિર્મળ પર્યાય થતી નથી. (૨) સહજ પારિમાણિક ભાવરૂપ જેનો સ્વભાવ છે, જે કારણ સમય સારસ્વરૂપ છે, નિરાવરણ જનો સ્વભાવ છે, જે નિજ સ્વભાવ સત્તા માત્ર છે, જે પરમ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે, જે
અકૃત્રિમ પરમ સ્વ-સ્વરૂપમાં અવિચળ-સ્થિતિમય શુદ્ધચરિત્ર સ્વરૂપ છે, જે નિત્ય-શુદ્ધ-નિરંજન જ્ઞાન-સ્વરૂપ છે અને જે સમસ્ત દુષ્ટ પાપોરૂપ વીર દુશ્નોની સેનાની ધજાના નાશનું કારણ છે એવા આત્માના ખરેખર સ્વરૂપ શ્રદ્ધાને માત્ર જ છે. (અર્થાત્ કારણ દૃષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપ
શ્રદ્ધામાત્ર જ છે.) શાહજ પ્રવૃત્તિ પ્રારબ્ધોદયે ઉદૂભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં સહજ રાધ્ય દન શાન સ્વભાવવાળા સહજ શુધ્ધ દર્શન અને જ્ઞાન જેની સ્વભાવ
છે એવો. સહજવૈતન્યલાણ : જીવના પારિણામિક ભાવનું લક્ષણ અર્થાત સ્વરૂપ સહજ
ચૈતન્ય છે. આ પરિણામિક ભાવ અનાદિ-અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ-અનંત હોવાથી આ ભાવની અપેક્ષાએ જીવો અનાદિ-અનંત છે.
૧૦૨૯ સહજાન ત્રિકાળી સ્વાભાવિક જ્ઞાન કહે છે, સ્વભાવે પ્રત્યક્ષ છે, સ્વરૂપ
અપેક્ષાએ પ્રત્યક્ષ છે. આ સહજ જ્ઞાન-ત્રિકાળી સ્વભાવિક જ્ઞાન, કેવળ જ્ઞાનાદિથી ભિન્ન-જુદી ચીજ છે, કેમકે કેવળજ્ઞાનાદિ તો ઉત્પાદ-વ્યયરૂ૫ એવી પર્યાયો છે, જ્યારે આ ત્રિકાળી ધ્રુવ શક્તિ. તો કહે છે, સહજ જ્ઞાન સ્વરૂપે પ્રત્યક્ષ છે, અંદરમાં વસ્તુમાં વ્યાપક હોવાથી સ્વરૂપ પ્રત્યક્ષ છે. આતો
અલૌકિક વાત ! સહજપણે પ્રગટ :સ્વભાવથી જ પ્રગટ સહજપણે વિલસતા સ્વભાવથી જ પ્રકાશતા. સહાપદ :નિજ પદ; સ્વાભાવિક; શુદ્ધ; આનંદ સ્વરૂપ એવી પોતાની સ્થિતિ તે
સહજપદ. સહજ સ્વભાવ આત્માનો ત્રિકાળી અતિન્દ્રિય આનંદ, સહજ સ્વભાવ છે તેમાં
નવું કંઈ કરવું પડતું નથી. તેમાં કંઈ પણ ઓછપ થતી નથી કે જે પૂરી કરવી પડે - તે તો વધઘટ રહિત જે છે તે એમ ને એમ છે. એવો ત્રિકાળી આનંદનો કંદ પોતે સહજ સ્વભાવે પ્રભુ છે, તેનો તેને ખ્યાલ આવતો નથી. જે ચીજ વાસ્તવિક છે, અસ્તિરૂપ છે, તેની ઉત્પત્તિ કે વ્યય નથી – ઉત્પત્તિને વ્યય તો પર્યાયમાં છે. એવો પોતે અતીન્દ્રિય આનંદથી ભરપૂર પૂર્ણ અમૃત ભરેલો, ત્રિકાળી સહજ સ્વભાવી ભગવાન છે. ખરેખર પોતાનો સ્વભાવ સહજ
જ્ઞાયકપણું છે. સહજાનંદ :૫ર નિમિત્ત રહિત નિરપાધિક (સ્વાભાવિક) આનંદ. સહપ્રવૃત્ત ગુણો સાહભૂત સહ-સાથે, ભૂ-સત્તા, અસ્તિત્વ, અસ્તિત્વ-સત્તા સાથે હોવું, તે
સહભૂત. સહભાવી બધા ગુણ ત્રિકાળી એકરૂપ આત્મામાં સાથે રહે છે, તેવી સહભાવી છે.
(૨) નિત્ય. (૩) સહભાવી શબ્દનો એવો અર્થ નથી કે ગુણ દ્રવ્યની સાથે સાથે રહે છે તેથી તે સહભાવી કહેવાય છે, કેમ કે એવો અર્થ કરવાથી દ્રવ્ય જુદો પદાર્થ કરે છે એ તે દ્રવ્યની સાથે સાથે રહેનારા ગુણો જુદા સિદ્ધ થાય છે. પરંતુ આ વાતનો પહેલાં જ નિષેધ કરી દેવામાં આવ્યો છે કે ગુણોથી