________________
સાન; નિશાની; નામ. (૧૧) આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને | પરિગ્રહ સંજ્ઞાથી સંસાર અસ્થામાં આત્મા કર્મને લીધે સંકોચ વિસ્તાર પામ્યા કરે છે (૧૨) તેનું બીજું નામ પ્રત્યભિજ્ઞાન છે. વર્તમાનમાં કોઈ પદાર્થને જોતાં આ પદાર્થ તે જ છે કે જેને પહેલાં જોયો હતો. એ રીતે સ્મરણ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને સંજ્ઞા કહે છે. (૧૩) આહાર, ભય, મૈથુન, અને પરિગ્રહ છે. એ તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થાય છે. (૧૪) આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ નામની ચાર સંજ્ઞાઓ અભિલાષાઓ છે. (૧૫) આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ નામની ચાર સંજ્ઞાઓને અભિલાષાઓ ને વશીભૂત થાય છે તે મુનિઓ ભાવાભિનંદી-સંસારનું અભિનંદન કરનારા
અનંત સંસારી હોય છે. સંશી શિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિવાળો મનસહિત પ્રાણી. સંગી અને અચંશી હિતમાં પ્રવર્તવાની અથવા અહિતથી દુર રહેવાની શિક્ષા જે
ગ્રહણ કરે છે તે સંજ્ઞી છે, અને હિત-અહિતની શિક્ષા, ક્રિયા, ઉપદેશ વગેરેનું જે ગ્રહણ નથી કરતા તે અસંજ્ઞી છે (૨) સંજ્ઞી એટલે મનવાળા જીવ અને અસંજ્ઞી એટલે મન વગરના જીવ. તે બે પ્રકારમાં ગોતવા નહિ. આત્મા સંજ્ઞી-અસંજ્ઞીના ભેદ વગરનો છે. એકેન્દ્રિય એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયરો અને વનસ્પતિ તે જીવોને એક સ્પર્શેન્દ્રિય હોય છે. અને જે જીવને શરીર અને જીભ એ બે ઈન્દ્રિય હોય તે બે ઈન્દ્રિય જીવ છે, ઈયળ વગેરે બે ઈન્દ્રિય જીવો છે. કીડી, મકોડા, ચાંચડ, માંકડ વગેરે ત્રણ ઈન્દ્રિય જીવો છે તેને બે ઈન્દ્રિય કરતાં એક નાસિકા વધારે હોય છે. અને માખી, મસાલા, ડાંસ, મચ્છર વગેરે ચૌરેન્દ્રિય જીવો હોય છે તેને તેઈન્દ્રિય કરતાં એક આંખ વધારે હોય છે અને પંચેન્દ્રિય એટલે પાંચ ઈન્દ્રિયવાળા જીવો તેને ચૌરિન્દ્રિય કરતાં કાન વધારે હોય છે. તે પંચેન્દ્રિય જીવો મન વગરના હોય છે તેને અસંજ્ઞી કહેવાય છે. અને મનવાળા હોય છે તેને સંજ્ઞી કહેવાય છે. આચાર્ય દેવ કહે છે કે આત્મા મનવાળો છે કે મન વગરનો છે તેવા ભેદમાં પોતાને ગોતવાથી રોગ થાય છે, તે રાગ વડે નિર્મળ પર્યાય ઉઘડતી નથી પણ અખંડ આત્મા ઉપર દષ્ટિ મૂકવાથી નિર્મળ પર્યાય ઉઘડે છે.
૧૦૦૬ સંદીપણું વિચાર કરવાની શક્તિવાળું; મન સહિત. સ્કંધ :સકળ-સમસ્ત(પુલપિંડાત્મક આખી વસ્તુ) તે સ્કંધ તે. (૨) અનેક
પરમાણુમય એક પર્યાય છે તેથી તે પરમાણુથી અનન્ય છે. અને પરમાણુઓ તો પુદગલો છે, તેથી અંધ પણ વ્યવહારથી “પગલ” છે. (૩) થડ (૪). અનંતાનંત પરમાણનો બનેલો હોવા છતાં જે એક હોય તે સ્કંધ નામનો પર્યાય છે; તેનું અર્ધ તે અંધ થી દેશ નામનો પર્યાય છે; તે અર્ધનું જે અર્ધ તે સ્કંધપ્રદેશ નામનો પર્યાય છે એ પ્રમાણે ભેદને લીધે (છૂટા પડવાને લીધે) દ્વિઆણુક અંધપર્યત અનંત સ્કંધપ્રદેશરૂપ પર્યાયો હોય છે. નિર્વિભાગ-એક પ્રદેશવાળો, સ્કંધનો છેલ્લો ભાગ તે એક પરમાણુ છે. (૫) બે અથવા બે થી વધારે પરમાણુઓના બંધને સ્કંધ કહે છે. (૬) ગ્રંથનો પેટાખંડ (૭) સ્કંધ અનેક પરમાણુમય એક પર્યાય છે તેથી તે પરમાણુઓથી અનન્ય છે; અન. પરમાણુઓ તો પુદ્ગલો છે; તેથી સ્કંધ પણ વ્યવહારથી પુદ્ગલ છે. (૮) જે બધી તરફથી પૂર્ણ હોય છે તે પુદગલના જથ્થાને અંધ કહે છે. સ્કંધના અરધા ભાગને દેશ કહે છે. અને તે અરધાના પણ અરધા ભાગને પ્રદેશ કહે છે, તથા જેનો બીજો ભાગ ન થઇ શકે તેને પરમાણુ કહે છે. અર્થાત જે આદિ અને અંત વિભાગથી રહિત હોય, એટલે કે નિરંશ હોય, સ્કંધનો ઉપાદાન કારણ હોય એટલે કે જેના મળવાથી અંધ બનતો હોય અને જે ઇન્દ્રિયથી અગોચર હોય તે અખંડ અવિભાવી દ્રવ્યને પરમાણુ કહે છે. (૯) અનેક પુલનાઅણુ મળીને સ્કંધ થાય છે તેને સ્કંધ કહીએ છીએ અથવા પુદ્ગલ દ્રવ્યના છે ભેદ છે :૧. સ્થૂલ સ્કૂલ-કષ્ટ-લાકડું પાષાણ પત્થર આદિ જે છેદાયા
ભેદાયા પછી મળે નહિ તેને ભૂલથૂલ પુદ્ગલ કહીએ. સ્થૂલ - જે જળ, દૂધ, તેલ આદિ દ્રવ્ય પદાર્થોની જેમ છિન્નભિન્ન થવા છતાં ફરી તુરત જ મળી શકે તેને સ્કૂલ
કહીએ. ૩. ભૂલ સૂમ-અખાપ તડકો ચાંદની, અંધકારાદિ આંખથી
દેખાય પણ પકડાય નહિ તેને સ્થૂલ સૂક્ષ્મ કહીએ.