________________
તેથી સર્વ પદાર્થોને જાણવાની ઈચ્છાનો અભાવ છે (અને એ રીતે કોઈ પદાર્થને જાણવાની ઈચ્છાનો અભાવ છે. (અને એ રીતે કોઈ પદાર્થને જાણવાની ઈચ્છા નહિ હોવાથી આકુળતા થતી નથી); (જ્ઞાનમાંથી) સકળ શક્તિને રોકનારૂં કર્મ સામાન્ય નીકળી ગયું હોવાને લીધે (જ્ઞાન) પરિસ્પષ્ટ-સર્વ પ્રકારે સ્પષ્ટ-અત્યંત સ્પષ્ટ પ્રકાશ વડે પ્રકાશમાન (તેજસ્વી) સ્વભાવમાં વ્યાપીને રહ્યું હોવાથી વિમળ છે તેથી સમ્યપણે બરાબર જાણે છે. (અને એ રીતે સંશયાદિ રહિતપણે જાણવાને લીધે આકુળતા થતી નથી) તથા જેમણે ત્રણે કાળનું પોતાનું સ્વરૂપ યુગપક સમર્તિક કર્યું છે (એકી સાથે જણાવ્યું છે) એવા લોકાલોકમાં વ્યાપીને રહ્યું હોવાથી અવગ્રહાદિ રહિત છે તેથી ક્રમે થતા પદાર્થ ગ્રહણના ખેદનો
અભાવ જણાય છે. આ પ્રમાણે (ઉપર્યુક્ત પાંચ કારણે) પ્રત્યક્ષ જ્ઞાન અનાકુળ છે, તેથી ખરેખર
તે પારમાર્થિક સુખ છે. સુખ અને શાન :જ્ઞાન અને સુખ બે પ્રકારનું છે. એક જ્ઞાન તેમજ સુખ મૂર્તિ અને
ઈન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થાય છે એ બીજુ જ્ઞાન તેમ જ સુખ અમૂર્ત એ અતીન્દ્રિય છે. તેમાં જે અમૂર્ત અને અતીન્દ્રિય છે તે પરમ ઉત્કૃષ્ટ હોવાથી ઉપાદેય છે. ત્યાં પહેલું જ્ઞાન તેમજ સુખ મૂર્તિ એવી ક્ષાયોપભ્રમિત ઉપયોગ શક્તિઓ વડે તે તે પ્રકારની ઈન્દ્રિયો દ્વારા ઊપજતું થયું પરાધીન હોવાથી અનિત્ય કર્મ પ્રવર્તતું (મૂર્તિક ઈદ્રિય જ જ્ઞાન ક્રમે પ્રવર્તે છે. યુગ૫૬ થતું નથી; તેમ મૂર્તિક ઈન્દ્રિયજ સુખ પણ ક્રમે થાય છે, એકી સાથે સર્વ ઈન્દ્રિયો દ્વારા કે સર્વ પ્રકારે થતું નથી) સપ્રતિપક્ષ (અર્થાત્ વિરોધી સહિત મૂર્તિ ઇંદ્રિયજ સુખ તેના પ્રતિપક્ષભૂત દુઃખ સહિત જ હોય છે. અને હાનિ-વૃદ્ધિ સહિત છે તેથી ગૌણ છે એમ સમજીને તે હેય અર્થાત્ છોડવા યોગ્ય છે; અને બીજું જ્ઞાન તેમજ સુખ અમૂર્ત એવી ચૈતન્યને અનુસરીને વર્તનારી એકલી જ આત્મપરિણામ શક્તિઓ વડે તથાવિધ અતીન્દ્રિય સ્વાભાવિક-ચિદાકાર
૧૦૧૪ પરિણામો દ્વારા ઊપજતું થયું અત્યંત આત્માધીન હોવાથી નિત્ય, યુગપ પ્રવર્તતું, નિઃપતિપક્ષ અને હાનિ-વૃદ્ધિ રહિત છે તેથી મુખ્ય છે એમ
સમજીને ઉપાદેય અર્થાત્ ગ્રહણ કરવા યોગ્ય છે. સુખ અને દુઃખ ઈન્દ્રનો ભવ, અહમિન્દ્રનો ભવ કે ચક્રવર્તી, બળદેવ, વાસુદેવનો
ભવ તે પણ આકુળતા ઉત્પન્ન થવાનું નિમિત્ત છે; ભગવાન આત્મા જ્ઞાતાદ્રષ્ટા, નિર્વિકલ્પ, નિરૂપાધિ-સ્વરૂપ છે. તેની શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા તે કોઈપણ પુલ પરિણામનો હેતુ નથી માટે તે દુઃખરૂપ નથી, પરંતુ વર્તમાનમાં પણ એકાંત સુખરૂપ છે એ ભવિષ્યમાં પણ સુખફળરૂપ છે. તે સિવાય જેટલા પુય-પાપના પરિણામ થાય તે વર્તમાનમાં દુઃખરૂપ છે અને
ભવિષ્યમાં પણ દુઃખ થવાના નિમિત્તનું નિમિત્ત છે. સુખે કરીને સુગમપણે; સહજપણે; કઠિનતા વિના. (જેમણે દ્વવ્યાર્થિકનયના
વિષયભૂત શુધ્ધાત્મસ્વરૂપના શ્રધ્ધાનાદિ કરેલ છે એવા સમ્યગજ્ઞાની જીવોને તીર્થસેવનની પ્રાથમિક દશામાં (મોક્ષ માર્ગસેવનની પ્રારંભિક ભૂમિકામાં) આંશિક શુધ્ધિની સાથે સાથે શ્રધ્ધાન-જ્ઞાન-ચારિત્ર સંબંધી પરાવલંબી વિકલ્પો (ભેદરત્નત્રય) હોય છે, કારણ કે અનાદિકાળથી જીવોને જે ભેદવાસનાથી વાસિત પરિણતિ ચાલી આવે છે તેનો તુરત જ સર્વથા નાશ
થવો કઠિન છે.) સુખ દુઃખ લોકો બહારના સંયોગ ઉપરથી સુખ દુઃખનું માપ કરે છે, તે જુદું છે.
પાસે લાખો રૂપિયાનો સંયોગ હોય, શરીર નિરોગી હોય પણ અંદરમાં ધાર્યાથી કાંઈ વિરૂદ્ધતાની ખટક લાગી હોય, અપમાન થયું હોય, ભાઈઓમાં વાંધો પડ્યો હોય, સ્ત્રી કહ્યું માને નહિ, તે બહારમાં કહી શકાય નહિ, તેનો ઉકળાટ કરી, અંદરમાં અનેક કલ્પના કરી આકુળતામાં બળે છે. બહારમાં અનુકૂળ સંયોગ દેખાતા હોય છતાં, માન્યતામાં આકુળતાનું દુઃખ ખટકે છે. માટે બહારના સંયોગોથી સુખ દુઃખ નથી. જો ભ્રમ છોડી જ્ઞાન કરે, તો સુખી થાય. કોઈને બહારમાં પ્રતિકૂળતાને હોય છતાં “હું” પરથી જુદો, પર સાથે મારે કોઈ સંબંધ નથી, હું પવિત્ર જ્ઞાનાનંદ પણે છું, પર ચીજ મને લાભ નુકશાનનું કારણ નથી, એમ શાંત જ્ઞાન સ્વભાવને દેખે, તો ગમે તે દેશ કે