________________
સુત ઃશુભ. (૨) દયા, દાન, વ્રત, ભક્તિ ને પૂજા ઈત્યાદિ પુણ્યભાવ-શુભભાવ તે સુકૃત છે. સુકૃત અને દુષ્કૃત એ બેય ભાવ ઘોર સંસારનું મૂળ છે, સુખ અને દુઃખભાવ; સુખરૂપ અને દુઃખરૂપ ભાવ.
સુક્ત અને દુષ્કૃત ઃશુભ અને અશુભ. સુકથાઓ : ચાર છે.
(૧)
(૨)
આક્ષેપણીઃ- જે જ્ઞાન કે ચારિત્રનું સ્વરૂપ' બતાવીને દઢતા કરાવનાર છે. વિક્ષેપણી :- તે અનકાંત મતનું પોષણ અને અકાંત મતનું ખંડન કરનાર છે.
(૩) સંવેગિનીકથાઃ- તે જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્યમાં પ્રેમ વધારનારી અને ધર્માનુરાગ કરાવનારી કથા છે.
(૪) નિર્વેદિની :- તે સંસાર શરીર અને ભોગથી વૈરાગ્ય વધારનારી છે. સુકુમાર કોમળ શરીર વાળો
સુખ :અનાકુળતા લક્ષણવાળું વેદન (૨) ઇંદ્રિય સુખ (૩) આહલાદ (૩) સંયોગ (૪) અનાકુળપણું જેનું લક્ષણ છે એવું સુખ છે આત્માનો સ્વભાવ છે. (૫) શુધ્ધોપયોગથી નિષ્પન્ન થયલા આત્માઓનું (કેવળી ભગવંતોનું અને સિધ્ધ ભગવંતોનું સુખ. અતિશય, આત્મોપન્ન, વિષયાતીત (અતીન્દ્રિય), અનુપમ(ઉપમા વિનાનું) અનંત અને અવિચ્છિન્ન (અતૂટક) (૬) સુખ તો આત્મામાં જ છે તેને બદલે લોકો બાહ્યથી સુખ માને છે, તે માત્ર કલ્પના છે. આ મકાન ઠીક છે, છોકરાં ઠીક છે, સ્ત્રી ઠીક છે, આબરૂ ઠીક છે. એમ કલ્પના વડે સુખ માન્યું છે. અંતરમાં સુખ છે તેની ગુલાંટથી પર નિમિત્તમાં સુખ કલ્પના વડે સુખ માન્યું છે. અજ્ઞાની એ ભ્રમણાથી સુખની કલ્પના કરી છે, લોકો કહે છે તેવું તે માની લે છે. બહારની સગવડતામાં સરખાઈ. (૭) નિરાકુળ આનંદસ્વરૂપ આત્માના પરિણામ વિશેષને સુખ કહે છે. (૮) આત્માનો નિરાકુળ સ્વભાવ; આત્માનું પૂર્ણ અતીન્દ્રિય સુખ તેનું નામ મોક્ષ, અને તે જ આત્માનું હિત. પાપ કે પુણ્ય બન્ને પ્રકારની આકુળતા વગરનો જે સહજ જ્ઞાન-આનંદમય આત્મ સ્વભાવ, તેમાં એકાગ્ર થતાં જે શાંતિ-નિરાકુળ-ચેતનરસનો અનુભવ થાય છે તે સુખ છે. (૯)
(૧) સ્વયં-પોતાથી જ ઊપજતુ હોવાથી,
(૨)
સમંત (આત્માના સર્વ પ્રદેશેથી જાણતું) હોવાથી, (૩) અનંત પદાર્થોમાં વિસ્તૃત હોવાથી, (૪) વિમળ હોવાથી અને
(૫) અવગ્રહાદિ રહિત હોવાથી પ્રત્યક્ષ જ્ઞાન એકાંતિક સુખ છે એમ નક્કી થાય છે, કારણ કે સુખનું અનાકુળના જ એક લક્ષણ છે. (આ વાત વિસ્તારથી સમજાવવામાં આવે છે) પર દ્વારા ઊપજતું થયું પરાધીનતાને લીધે, (૨) અસમંત હોવાથી ઈતર દ્વારોના આવરણને લીધે,
* જે " છે
૧૦૧૩
માત્ર કેટલાક પદાર્થોમાં પ્રવર્તતું થયું ઈતર પદાર્થોને જાણવાની ઈચ્છાને લીધે,
(૪) સમળ હોવાથી અસમ્યક્ અવબોધને લીધે કર્મમળ વાળું હોવાથી સંશય, વિમોહ, વિભ્રમ સહિત જાણવાને લીધે) અને (૫) અગ્રહાદિ સહિત હોવાથી (પદાર્થનો બોધ એકી સાથે ન થતાં અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા વગેરે ક્રમપૂર્વક થતાં) પદાર્થ ગ્રહણના ખેદને લીધે (આ કારણોને લીધે) પરોક્ષ જ્ઞાન અત્યંત આકુળ છે; તેથી તે પરમાર્થ સુખ નથી.
આ પ્રત્યક્ષ જ્ઞાન તો અનાકુળ છે, કારણ કે,
અનાદિ જ્ઞાન સામાન્યરૂપ સ્વભાવ ઉપર મહા વિકાસથી વ્યાપીને સ્વતક (પોતાથી) જ રહ્યું હોવાથી સ્વયં ઊપજે છે. તેથી આત્માધીને, (અને આત્માધીન હોવાથી આકુળતા થતી નથી.); (૨) સમસ્ત આત્મપ્રદેશોમાં પરમ સમક્ષ-પત્યક્ષ જ્ઞાનોપયોગરૂપ થઈ, વ્યાપી રહેલું હોવાથી સમંત (સમસ્ત, અખંડ, આખુ) છે તેથી અશેષ દ્વારો ખુલ્લાં થયાં છે. (અને એ રીતે કોઈ દ્વાર બંધ નહિ હોવાથી આકુળતા થતી નથી)
સમસ્ત વસ્તુઓના શેયાકારોને અત્યંત પી ગયું હોવાને લીધે પરમ વિવિધતામાં વ્યાપીને રહેલું હોવાથી અનંત પદાર્થોમાં વિસ્તૃત છે
અને
(૧)
(3)