________________
ગમે તે કાળમાં દુઃખ નથી. નરકમાં પણ સંયોગ તે દુઃખ નથી. ભ્રમથી, પરમાં ઠીક અઠીક માનવાની બુદ્ધિ જ દુઃખ છે. નરકમાં પણ આત્માનું ભાન કરી, શાંતિને વેદી શકે છે કારણ કે આત્મા પોતાના અનંત આનંદ ગુણથી કોઈ કાળે, કોઈ ક્ષેત્રે ખાલી નથી, તે સદાય પોતામાં જ રહે છે. પર ક્ષેત્રે આત્મા ગયો એમ કહેવું, તે વ્યવહાર છે.
સુખ દુઃખની વ્યાખ્યા અહીં સંક્ષેપમાં સુખ અને દુઃખ બન્નેના વ્યાપક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી વાસ્તવિક સુખ દુઃખને સહજમાં જ ઓળખી શકાય છે. જે સુખની પ્રાપ્તિમાં થોડી પણ પરાધીનતા-પરના અપેક્ષા હોય તે વાસ્તવમાં સુખ ન હોતાં દુઃખ જ છે અને જેની પ્રાપ્તિમાં કોઈ પરાધીનતા-પરની અપેક્ષા ન હોય તે બધું જ સ્વાધીન હોય તે જ સાચું સુખ છે. તેથી તે ઈન્દ્રિયાશ્રિત ભોગોને સુખદાયક સમજે છે તેઓ અંતે સંતાપ જ પામે છે – સાચું તથા વાસ્તવિક સુખ તેમને મળી શક્યું નથી. સુખ-દુઃખના ઉપરોક્ત લક્ષણોની દષ્ટિએ પુણ્યથી ઉત્પન્ન થનાર ભોગોનો પણ દુઃખરૂપ બતાવ્યા છે; કારણ કે તે પુણ્યોદયને આશ્રિત છે - પરાધીન હોવાને કારણે દુઃખરૂપ છે. અને યોગથી સ્વકીય ધ્યાન બળથી ઉત્પન્ન થનાર શુદ્ધાત્મ જ્ઞાનને સુખરૂપ બતાવેલ છે; કારણ કે તે સ્વાધીન છે અને પોતાનો સ્વભાવ છે.
સુખ પ્રાપ્તિ કેવી રીતે થાય ? :મોહ ગ્રંથિનો ક્ષય કરવાથી, મોહગ્રંથિ જેનું મૂળ છે એવા રાગદ્વેષનો ક્ષય થાય છે; તેથી (અર્થાત્ રાગ-દ્વેષનું ક્ષપન થવાથી) સમ સુખ દુઃખ એવા જીવને પરમ મધ્યસ્થતા જેનું લક્ષણ એવા શ્રામણ્યમાં ભવન પરિણમન થાય છે; અને તેથી (અર્થાત્ શ્રામણ્યમાં પરિણમવાથી) અનુકુળતા જેનું લક્ષણ છે એવા અક્ષય સૌષ્યની પ્રાપ્તિ થાય છે. સુકન્દ :આનંદ સ્વરૂપ, આનંદના પિંડસ્વરૂપ
સુગુણ :નિરાકુલ આનંદ સ્વરૂપ આત્માના પરિણામ વિશેષને સુખ કહે છે, અને તે પર્યાય ધારણ કરનાર ગુણને સુખગુણ કહે છે.
સુખ અથવા આનંદ નામનો આત્મામાં અનાદિ અનંત એક ગુણ છે. તેનું સમ્યકૂપરિણમન ચાલું થતાં મન, ઇન્દ્રિયો અને તેના વિષયોથી નિરપેક્ષ
૧૦૧૫
પોતાના આત્માશ્રિત નિરાકુળતા લક્ષણવાળું સુખ ઉત્પન્ન થાય છે. તેના કારણરૂપ શક્તિ તે સુખગુણ છે.
અનાકુળતા જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી સુખશક્તિ આત્મામાં નિત્ય છે.
સુખદુઃખ :સુખદુઃખના બે અર્થાથાય છે :
સુખદુઃખ પરિણામો, અને
ઇટાનિષ્ઠ વિષયો. જયાં નિશ્ચયથી કહ્યું ત્યાં સુખદુઃખ પરિણામો એવો અર્થ સમજવો અને જયાં વ્યવહારથી કહ્યું છે ત્યાં ઇટાનિષ્ટ વિષયો એવો અર્થ સમજવો.
(૧)
(૨)
(૧) સુખદુઃખ પરીણામોમાં તથા
(૨) ઇષ્ટાનિષ્ટ વિષયોના સંયોગમાં શુભાશુભ કર્મો નિમિત્તભૂત હોય છે, તેથી તે કર્મોનો તેમના નિમિત્તમાત્રપણાની અપેક્ષાએ જ
(૧) સુખદુઃખ પરિણામરૂપ (ફળ) તથા
(૨)
ઇટાનિષ્ટ વિષયરૂપ ફઇ દેનારા (ઉપચરથી) કહી શકાય છે, હવે (૧) સુખદુઃખ પરિણામ તો જીવના પોતાના જ પર્યાયરૂપ હોવાથી જીવ સુખદુઃખ પરિણામને તો નિશ્ચયથી ભોગવે છે, અને તેથી સુખદુઃખ પરિણામમાં નિમિતભૂત વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ (જેમને સુખદુઃખ પરિણામરૂપ ફળ દેનારાં કહ્યાં હતા તેમના વિષે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય છે કે, તેઓ જીવને નિશ્ચયથી સુખદુઃખપરિણામરૂપ ફળ દે છે. તથા
(૨) ઇટાનિષ્ટ વિષયો તો જીવથી તદ્દન ભિન્ન હોવાથી જીવ ઇષ્ટાનિષ્ટ વિષયોને તો વ્યવહારથી ભોગવે છે, અને તેથી ઇષ્ટાનિષ્ટવિષયોને તો વ્યવહારથી ભોગવે છે. એ તેથી
ઇષ્ટાનિષ્ઠ વિ યોમાં નિમિત્તભૂત વર્તતાં શુભાશુભ કર્મો વિષે પણ (જેમને ઇષ્ટાનિષ્ટ વિષયરૂપ ફળ દેનારા કહ્યાં હતાં