________________
તેમના વિષે પણ) તે અપેક્ષાએ એમ કહી શકાય છે. કે તેઓ જીવને વ્યવહારથી ઇષ્યાનિષ્ટ વિષયક ફળ દે છે. પંચાસ્તિકાય ગાથા ૬૭માં અહીં (ટીકાના બીજા ફકરામાં) જે નિશ્ચય અને વ્યવહાર એવા બે ભંગ પાડ્યા છે તે માત્ર એટલો ભેદ સૂચવવા માટે જે પાડ્યા છે કે કર્મનિમિત્તક સુખદુઃખ પરિણામો જીવમાં થાય છે અને કર્મ નિમિતિક ઇટાનિષ્ટ વિષયો જીવથી તદ્દન ભિન્ન છે. પરંતુ અહીં કેટલા નિશ્ચયરૂપ ભંગથી એમ ન સમજવું કે પૌદ્ગલિક કર્મ જીવને ખરેખર ફળ આપે છે અને જીવ ખરેખર કમેં દીધેલાં ફળને ભોગવે છે.
પરમાર્થે કોઇ દ્રવ્ય કોઇ અન્ય દ્રવ્યને ફળ આપી શકતું નથી અને કોઇ દ્રવ્ય કોઇ અન્ય દ્રવ્ય પાસેથી ફઇ મેળવીને ભોગવી શક્યું નથી. જો પરમાર્થે કોઇ દ્રવ્ય અવ્ય દ્રવ્યને ફળ આપે અને તે અભ્ય દ્રવ્ય તેને ભોગવે તો બન્ને દ્રવ્યો એક થઇ જાય. અહીં એ ધ્યાનમાં રાખવું ખાસ આવશ્યક છે કે ટીકાના પહેલા ફકરામાં આખી ગાથાના કથનનો સાર કહેતાં ટીકાકાર આચાર્યદેવે પોતે જ, જીવને કર્મ દીધેલા ફળનો ભોગવટે વ્યવહારથી જ કહ્યો છે, નિશ્ચયથી નહિ.
સામગ્રીના શ્રદ્ધાનમાં સુખ નથી ને અભાનમાં દુ:ખ નથી. કર્મોના નાશમાં સુખ છે ને તે આઠે કર્મોનો નાશ આત્માની શ્રદ્ધાજ્ઞાનવેલીનતાપૂર્વક થાય છે.
સુખદુઃખ જનિત પરિણામની વિષમતા હર્ષશોકાદિના વિષમ પરિણામો સુખદાની :આત્મિક અનંત સુખના દેનારા.
સુખદાયક ઃસન્માર્ગ દર્શક.
સુખધામ :આનંદનું-અતીન્દ્રિય આનંદનું ધામ
સુખનું કારણ સ્વભાવમાં વિઘ્નનો અભાવ છે. (૨) સુખ તે ઉપાદેય તત્ત્વ છે, તેનું કારણ મોક્ષ છે. મોક્ષનું કારણ સંવર અને નિર્જરા છે. અને તેમનું કારણ સમ્યગ્દર્શન જ્ઞાન,ચરિત્ર છે. (૩) સ્વભાવ પ્રતિઘાતનો અભાવ છે. (૪)
૧૦૧૬
સુખનું કારણ સ્વભાવ પ્રતિઘાતનો અભાવ છે. (૫) સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર. (૬) અનાદિ કાળથી વિકારનાં દુઃખ ભોગવી રહ્યો છે તો પણ આત્મા શુદ્ધ ચિદાનંદ છે તેની દષ્ટિ કરતો નથી. આત્માનો સ્વભાવ સુખ છે જેમ ગુણ આત્મદ્રવ્યમાં વ્યાપક છે તે અસંખ્ય પ્રદેશમાં ને સર્વ હાલતમાં રહે છે. દુઃખ વખતે સુખની ઉલટી અવસ્થા છે. સુખ અંતરમાં વ્યાપી રહેલું છે એવી અંતર પ્રતીતિ વિના સુખ થાય નહિ. આત્મા અરૂપી ચિત્ દાન છે તેની કબૂલાત વિના ઉપાયો નિરર્થક છે. વળી જીવ બધું સહન કરે છે પણ દુઃખને સહન કરી શકતો નથી માટે સુખની હયાતી કબૂલ કરે છે. પૂર્ણ સુખ મોક્ષમાં છે તે મોક્ષ આત્મદ્રવ્યના આધારે છે આમ યથાર્થ જાણવું જોઈએ. આત્માનું હિત મોક્ષ જ છે, તે વાત અહીં સિદ્ધ કરે છે. આત્મામાં આકુળતા વર્તે છે તેમાં મોહાદિ નિમિત્ત છે, તેનો અભાવ કરવો તે સુખ છે ને તે સુખ મોક્ષમાં છે. અહીં આત્મદ્રવ્યનો એવો જ સ્વભાવ જાણવો. સુખની પ્રાપ્તિ હોય તો શરીરને કર્મ સંયોગરૂપે ન હોય. સુખની પ્રાપ્તિ નથી માટે દુઃખ છે. લોકો અનુકૂળ સંયોગમાં સુખ માને છે ને પ્રતિકૂળ સંયોગમાં દુઃખ માને છે પણ તે સુખ-દુઃખ નથી. આત્મા એક છે તે પર ચીજો અનંતી છે. અનંતી પર ચીજના અવલંબને સુખ લેવા માગે તો મળે નહી, પરમાં સુખ નથી. આઠેય કર્મોનો અભાવ થઈ આત્માના અવલંબને પૂર્ણ સુખનો ઉત્પાદ થવો તે સર્વ દુઃખનો નાશ થવો તે મોક્ષ છે, ને તે પરમ હિતરૂપ છે. પરના અવલંબને સુખ નથી માટે પર ઉપરનું લક્ષ છોડ ને સ્વભાવ ઉપર લક્ષ કર તો આકુળતા મટે. જગત સુખ માટે વલખા મારે છે પણ અનંત પર પદાર્થોનો આશ્રય રહેશે ત્યાં સુધી આકુળતા મટશે નહિ, માટે દુઃખનો નાશ કરવો હોય તો આઠ કર્મોનો નાશ કરવો પડશે. આઠ કર્મોનો નાશ કરવા માટે શુદ્ધ ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ કરવી પડશે.
સુખનું લક્ષણ :અનાકુળપણું છે. (૨) સુખનું લક્ષણ અનાકુળપણું છે. (૩) અનાકુળપણું-આકુળતા રહિતપણું સુખનું લક્ષણ છે.
સુખનું સાધન પરિપૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન એ સુખનું સાચું કારણ છે. સુખનો ઉપાય ઃ