________________
છે) અસ્તિરૂપ છે. કથંચિત્ પરચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. (પર ચતુષ્ટય એટલે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ.) કથંચિત્ સમુદાયની અપેક્ષાએ એકરૂપ છે, કથંચિત્ ગુણ-પર્યાયાદિની અપેક્ષાએ અનેક રૂપ છે. કથંચિત સંજ્ઞા, સંખ્યા, લક્ષણની અપેક્ષાએ ગણપર્યાયાદિ અનેક ભેદરૂપ છે. કથંચિત્ સતની અપેક્ષાએ અભેદરૂપ છે. કથંચિત દ્રવ્ય અપેક્ષા રીતે સ્યાદ્વાદ સર્વ વિરોધને દૂર કરે છે. (૧૫) દરેક વસ્તુ નિત્યત્વ, અનિત્ય વગેરે અનેક અંતમય ( ધર્મમય) છે. વસ્તુની સર્વથા નિયતા તેમજ સર્વથા અનિત્યતા માનવામાં પુરપૂરો વિરોધ આવતો હોવા છતાં, કથંચિત્ (અર્થાત દ્રવ્ય-અપેક્ષાએ) નિત્યતા અને કથંચિત્ (અર્થાત-પર્યાય-અપેક્ષાએ) અનિત્યતા માનવામાં જરા પણ વિરોધ આવતો નથી એમ જિનવાણી સ્પષ્ટ સમજાવે છે. આ રીતે જિનભગવાનની વાણી સ્વાદૂવાદ વડે (અપેક્ષા કથનથી) વસ્તુનું પરમ યર્થાથ નિરૂપણ કરીને, નિત્યત્વ, અનિત્યસ્વાદિ ધર્મોમાં (અને તે તે ધર્મ બનાવનારા નયોમાં) અવિરોધ (સુમેળ) અબાધિતપણે સિધ્ધ કરે છે અને ધર્મો વિના વસ્તુની નિષ્પતિ જ ન હોઇ શકે
એમ નિર્બોધપણે સ્થાપે છે. સ્યાદ્વાદઃવસ્તુના અનેકાન્ત સ્વરૂપને સમજાવનારી કથન પદ્ધતિને સ્યાદ્વાદ કહે છે.
(ચાત્ = કથંચિત્ કોઈ પ્રકારે, કોઈ અપેક્ષાએ, વાદ = વસ્તુ સ્વભાવનું
કથન. સ્યાદ્વાદ અનેકાન્તનું દ્યોતક-બતાવનાર છે) સ્યાદવાદ પણ આત્મા, સામાન્ય અપેક્ષાએ તો જ્ઞાન સ્વભાવે જ સ્થિત છે.
પરંતુ મિથ્યાત્વાદિ ભાવોને જાણતી વખતે, અનાદિકાળથી શેય અને જ્ઞાનના ભેદ વિજ્ઞાનના અભાવને લીધે, શેયરૂપ મિથ્યાત્વાદિ ભાવોને, આત્મા તરીકે જાણે છે. તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ, અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી કર્તા છે, અને જયારે ભેદવિજ્ઞાન થવાથી, આત્માને જ આત્મા તરીકે જાણે છે, ત્યારે વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ્ઞાન પરિણામે જ પરિણમવો
થકો, કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત અકર્તા છે. સ્વાવાદ મુક્તિ જૈનંદ્ર શબ્દબ્રહ્મ સ્યાદવાદની છાપવાળું જૈનેંદ્રનું દ્રવ્યશ્રુત સ્યાદવાદ મુક્તિ જેનેન્દ્ર શબ્દ બ્રહ્મ સ્યાદવાદની છાપવાળું જિનેન્દ્રનું દ્રવ્યશ્રુત
૧૦૧૧ સ્યાદુવાદ મુદ્રિત જૈનેન્દ્ર સબ્દબ્રાહ્ય સ્યાદ્વાદની છાપવાળું જિનેન્દ્રનું દ્રવ્યશ્રુત
આગમવાણી. યાદવાદનું સ્વરૂપ બે નયોને પરસ્પર વિષયનો વિરોધ છે. તે વિરોધ ચાવાદ
એટલે કથંચિત વિવક્ષાથી મટે છે જે સતુ છે તે અસતુ કેમ હોય ? તો કહે છે કે સ્વથી સત્ છે તે પરથી અસત્ છે. જે નિત્ય હોય તે અનિત્ય કેમ હોય ? તો કહે છે કે દ્રવ્યથી નિત્ય છે તે પર્યાયથી અનિત્ય છે. જે એક હોય તે અનેક કેમ હોય ? તો કહે છે કે જે વસ્તુથી એક છે તે ગુણ-પર્યાયોથી અનેકરૂપ છે. જે શુદ્ધ હોય તે અશુદ્ધ કેમ હોય? તો કહે છે કે દ્રવ્યથી શુદ્ધ છે અને પર્યાયથી અશુદ્ધ છે. આમ બે નયોના વિષયમાં પરસ્પર વિરૂદ્ધપણું છે, અને
કથંચિત વિવક્ષાથી મટાડે એવું જિનશાસનામાં સ્યાદ્વાદનું સ્વરૂપ છે. સ્યાદવાદપણું :નિરાગ્રહ૫ણું. મ્યાવાદમુદ્રિતવાણી બે નયોના આશ્રયે સર્વસ્વ કહેવાની જેની પદ્ધતિ છે તે
વાણી, - જિનભગવંતોની સ્યાદ્વાદ મુદ્રિત વાણી કહી છે. સ્યાદવાદ-સર્વશનો માર્ગ નય છે તે શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. શુધ્ધ નય હો કે
વ્યવહારનય, એ શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. ત્રિકાળ જ્ઞાનગુણ જેનું લક્ષણ છે. એવા દ્રવ્યનો અનુભવ કરીને જે ભાવશ્રુતજ્ઞાન પ્રગટ થયું તે પ્રમાણ જ્ઞાન છે. એ અવયવી છે. અને નય તેના અવયવ છે. ભાવકૃત પ્રમાણ જ્ઞાન એ જ્ઞાનની વર્તમાન અવસ્થા છે અને એનો ભાવ તે નય છે. શ્રુતજ્ઞાન વસ્તુને એટલે કે ત્રિકાળી દ્રવ્યને પરોક્ષ જણાવે છે. જેવી રીતે સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણ આત્માને પ્રત્યક્ષ દેખે છે એમ શ્રુતજ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી. શાસ્ત્રોમાં બે અપેક્ષાએ શ્રુતજ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું છે. (૧) અનુભૂતિમાં અતીન્દ્રિય આનંદનો સ્વભદ આવ્યો એ રીતે સ્વાદના વદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે. (૨) શ્રુતજ્ઞાન વડે જ્ઞાયકને જણાતાં એમાં રાગ કે નિમિત્તની અપેક્ષા આવતી નથી એ અપેક્ષાએ પણ શ્રુતજ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું છે. (ભાવશ્રુતજ્ઞાન સીધું રાગ કે નિમિતની અપેક્ષા વિના સ્વને જાણે છે.) શુધ્ધ નયનો વિષય જે પૂર્ણ આત્મા અને શ્ર,તજ્ઞાન સર્વજ્ઞના આગમ અનુસાર પુર્ણ જાણે છે. શ્રુતજ્ઞાનમાં પૂર્ણને પ્રત્યક્ષ કરીને દેખે એમ હોતું નથી. આમ