________________
ભેદ-અભેદરૂપ, શુધ્ધ-અશુધ્ધરૂપ જે રીતે વિદ્યમાન વસ્તુ છે તે રીતે કહીને વિરોધ મટાડી દે છે, જૂઠી કલ્પના કરતું નથી. તે જિનવચન દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક-બે નયોમાં પ્રયોજનવશ, શુધ્ધ દ્રવ્યાર્થિક નયને મુખ્ય કરી તેને નિશ્ચય કહે છે અને અશુધ્ધ દ્રવ્યાર્થિકરૂપ પર્યાયાર્થિક નયને ગૌણ કરી તેને વ્યવહાર કહે છે- આવા જિનવચનમાં જે પુરુષ રમણ કરે છે તે આ શુધ્ધ આત્માને યર્થાથ પામે છે; અન્ય સર્વથી એકાન્ત સાંખ્યાદિક અને આત્માને પામતા નથી. કારણ કે વસ્તુ સર્વથા એકાન્ત પક્ષનો વિષય નથી તો પણ તેઓ એક જ ધર્મને ગ્રહણ કરી વસ્તુની અસત્ય કલ્પના કરે છે-જે અસત્યાર્થ છે, બાધા સહિત મિથ્યાદ્રષ્ટિ છે. (૩) અનંત ગુણધર્મોથી યુકત વસ્તુના સ્વરૂપને સમજાવનારી અપેક્ષા સહિત કથન પધ્ધતિ તે સ્યાદ્વાદ છે. (૪) વસ્તુના અનેકાન્ત સ્વરૂપને બતાવનારા (દ્યોતક) વીતરાગની વાણી, તે સ્યાદવાદ છે (૫) દરેક વસ્તુ પોતાપણે ત્રિકાળ છે, પરણે એક સમયમાત્ર નથી. એમ અસ્તિ-નાસ્તિી વસ્તુનું નિશ્ચય સ્વરૂપ જાણવું તે સ્યાદ્વાદની સાચી શ્રદ્ધા છે. આત્મા કોઈવાર પરની ક્રિયા કરે અને કોઈવાર પરની ક્રિયા ન કરે એવો ઊંધોવાદ-ફૂદડીવાદ સર્વજ્ઞ વીતરાગનો નથી. (૬) અનેકાન્ત; અપેક્ષા સહિત કથન પદ્ધતિ. (૭) જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે, તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા-બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ એ વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા પર દ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધતાનયને હેય કહ્યો છે કારણકે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુઃખ મટાડવાનો શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે તે છે - એ પ્રમાણ દૃષ્ટિ છે, એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો
૧૦૧૦
યોગ્ય છે. (૮) અનંત ગુણધર્મોથી યુક્ત વસ્તુના સ્વરૂપને સમજાવનારી અપેક્ષા સહિત કથન પદ્ધતિ તે સ્યાદ્વાદ છે. (૯) સ્યાદ-અપેક્ષા, વાદ-કહેવું તે, અપેક્ષાથી કહેવું તે (૧૦) દરેક વસ્તુ પોતાપણે ત્રિકાળ છે. પર પણે એક સમય માત્ર નથી, એમ અસ્તિ નાસ્તિથી વસ્તુનું નિશ્ચય સ્વરૂપ જાણવું, તે સ્યાદ્વાદની સાચી શ્રદ્ધા છે. આત્મા કોઈવાર પરની ક્રિયા કરે અને કોઈવાર પરની ક્રિયા ન કરે, એવો ઉધોવાદ ફુદડીવાદ સર્વજ્ઞ વીતરાગનો નથી. દરેક વસ્તુ ત્રિકાળ ટકવાની અપેક્ષાએ, નિત્ય છે અને અવસ્થા બદલવાની અપેક્ષાએ અનિત્ય છે. નિશ્ચય દષ્ટિએ વસ્તુ દષ્ટિએ નિત્ય અભેદપણું અને અવસ્થા દષ્ટિએ ભેદપણું, આ રીતે અપેક્ષા દષ્ટિ એ જેમ છે તેમ કહેવામાં આવે છે. એક ધર્મ (સ્વભાવગુણ) કહેતાં બીજાને ગૌણ કરવામાં આવે છે, જે દૃષ્ટિએ શુદ્ધપણું કહ્યું, તે જ દિષ્ટ એ અશુદ્ધપણું કહી શકાય નહિ, પણ અશુદ્ધને બતાવતાં, શુદ્ધ ગૌણ કરાય છે, એ રીતે સ્યાદવાદ છે. વસ્તુનો પર ધર્મ સાથે ખીચડો (એકમેકપણુ) નહિ કરતાં જે રીતે સ્વતંત્ર વસ્તુ છે, તેમજ બતાવે છે, તે સ્યાદવાદ છે. અનેકાન્તસ્વરૂપ સ્વતંત્ર વસ્તુને ભગવાને કહેલા સ્યાદવાદથી બરાબર જાણી શકાય છે. (૧૧) સ્વાત-કથંચિત નય અપેક્ષાએ, વાદ= વસ્તુ સ્વભાવનું કથન, તેને સ્યાદવાદ કહે છે. (૧૨) સ્યાદ્ =અપેક્ષા, વાદ = કહેવું તે; અપેક્ષાથી કહેવું તે. (૧૩) જિનવાણી તો સ્યાદ્વાદ રૂપ છે. એટલે શું ? તે વિકારભાવનો અજ્ઞાન દશામાં જીવ કર્તા છે, અને સ્વભાવના લો જ્ઞાનભાવ પ્રગટ થતાં તે વિકારનો કર્તા નથી, અકર્તા છે. આ જિનવાણી સ્યાદ્વાદરૂપ છે. તેથી સર્વથા આત્મા અકર્તા છે (કર્મ જ કર્તા છે) એમ એકાંત માનનારા તે મુનિઓ પર જિનવાણીનો કોપ અવશ્ય થાય છે. તેઓ અવશ્ય નિવાણીના વિરોધક થાય છે. (૧૪) સ્યાત્ એટલે ક્વંચિત નય અપેક્ષાએ, વાદ એટલે વસ્તુ સ્વભાવનું કથન તે ને સ્યાદ્વાદ કહે છે. નય વિવજ્ઞાથી વસ્તુમાં અનેક સ્વભાવો છે. વળી તેમાં પરસ્પર વિરોધ છે. જેમકે અસ્તિ અને નાસ્તિનું પ્રતિપક્ષપણું છે, પરંતુ જ્યારે સ્યાદ્વાદથી સ્થાપન કરીએ ત્યારે સર્વ વિરોધ દૂર થાય છે. કેવી રીતે ? એક જ પદાર્થ કથંચિત્ સ્વચતુષ્ટયની અપેક્ષાએ (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ સ્વચતુષ્ટય