________________
સમસ્ત પાનો પરિગ્રહ :શત્રુ-મિત્રાદિનો સમસ્ત પક્ષપાત.
સમસ્ત સાવા યોગનો ત્યાગ :જે સમયે સાવઘક્રિયા-હિંસાદિ ક્રિયાનો ત્યાગ કરે, તે સમયે હું સર્વ સાવદ્ય યોગનો ત્યાગી થાઉ છું, એવી પ્રતિજ્ઞા કરે. સમસ્તલેયોને લોકલોકને
સમસ્તપણું :કોઇ પ્રત્યે રાગ અથવા કિંચિતમાત્ર દ્વેષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે ને સમસ્તપણું કહેવાય.
સમસ્તપણે સંપૂર્ણપણે (૨) બધાંય ભેગાં સમસ્તપણે સમધ સમાનપણે જાણે છે.
સમસ્ત લોકાલોકને ગ્રામસભૂત કરી જાણે કે અત્યંત તૃમિ વડે ઠરી ગયો હોય તેમ :અત્યંત સ્વરૂપ-સૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય તેમ.
સમરસ ઃએક સરખા રસવાળું; એકાત્મક થઇ ગયેલું; સારી રીતે ભળી ગયેલું સમાઈ જાય છે :જણાઈ જાય છે.
સમાધિપૂર્વક આત્મભાવમાં તલ્લીન થઇને; એકાગ્રતાપૂર્વક; રાગદ્વેષ રહિતપણું સચિત્તનો ધારક રાગ-દ્વેષ રહિત; સમમાનસ; સમચિત્ત; સમાશય.
સમાન જાતીય દ્રવ્ય પ્રર્યાય :બે તાકા સાંધીને બનાવેલું વસ્ત્ર (દ્વિપરિક) બન્ને તાકા એકજ જાતના હોય તો સમાન જાતીય દ્રવ્ય પર્યાય કહેવાય અને જો બે તાકા ભિન્ન જાતિના (જેમ કે એક રેશમી અને બીજો સુતરાઉ) હોય તો અસમાન દ્રવ્યપર્યાય કહેવાય.
સમાધાન સ્વરૂપ :સિદ્ધાંતને અનુકૂળ તર્ક વગેરેથી અર્થનો સારી રીતે નિશ્ચય સાધવો એ રૂપે, સમજણની પ્રાપ્તિ સ્વરૂપ.
સમાધિ સ્વરૂપમાં નિરંતર સ્થિતિ તે સમાધિ, આત્મા પોતાના સ્વભાવ સ્વરૂપમાં નિર્વિકલ્પપણે રહે તે સમાધિ. આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. શ્રીમદ્ રાજચંદ્રઃ
ષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિશ સમ બોધ વખાણું જી. -યોગ દ્રષ્ટિ શ્રીમદ યશોવિજયજી.
૯૮૯
આ યોગનાં આઠ અંગનો વિસ્તાર જ્ઞાનાવર્ણવ, યોગદ્રષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર, આદિ અનેક જ્ઞાની આચાયોઁ વિરચિત શાસ્ત્રથી અથવા સદગુરુના સમાગમથી જાણીને ભવ્ય જીવોએ મોક્ષ પ્રાપ્તિ માટે તેનો સદા અભ્યાસ કરવો. (૨) પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શરનાદિકનું નિર્વિદ્યાતાપૂર્વક વહન. (૩) આત્મ પરિણામની સ્વસ્થતા (૪) ચિત્તની શાંતિ; ધ્યાનાધ્યાનનો ખ્યાલ લુપ્ત થઇ ગયે ધ્યેયનું સ્વરૂપમાં રહે એવું ઊંડું ધ્યાન; અખંડ આત્માકાર વૃત્તિ (૫) સર્વ તરફથી આત્મ શાંતિ. (૬) જેમાં ધ્યાતા અને ધ્યાનનો ખ્યાલ લુપ્ત થઈ ધ્યેયનું સ્વરૂપ જ ચિત્તમાં રહે છે તેવું ઊંડું ધ્યાન. (૭) સર્વથી ઉત્કૃષ્ટ શુદ્ધાત્માભાવનારૂપ વીતરાગ નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ તો અત્યંત દુર્લભ છે, કારણ કે આત્મસમાધિના શત્રુઓ એવા મિથ્યાત્વ, કષાય, વિભાવ આદિ પરિણામોની જ્યાં ત્યાં પ્રબળતા દેખાય છે. મિથ્યાત્વ આદિ કારણોને લીધે સગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સભ્યશ્ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. સંસાર અટવીમાં ભ્રમણ કરતાં જીવને બોધિ-સમાધિની યોગ્યતા આવવી દુર્લભ છે. આજ સુધી પ્રાપ્ત થયાં નથી. એવાં સમ્યગ્દર્શન -જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિ બોધિ છે અને તેને પરભવમાં નિર્વિઘ્નપણે સાથે લઈ જવાં તે સમાધિ કહેવાય છે. (૮) જેમાં ધ્યાતા અને ધ્યાનનો ખ્યાલ લુપ્ત થઈ ધ્યેયનું સ્વરૂપ જ ચિત્તમાં રહે છે તેવું ઊંડું ધ્યાન; પરમાત્મ ચિંતનમાં તદ્રુપ થવું. (૯) જેમાં ધ્યાતા અને ધ્યાનનો ખ્યાલ લુપ્ત થઈ ધ્યેયનું સ્વરૂપ જ ચિત્તમાં રહે છે તેનું ઊંડું ધ્યાન. (૧૦) પર ભવમાં નિર્વિઘ્નપણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાથે લઈ જવાં તે સમાધિ કહેવાય છે. (૧૧) જ્યાં સુધી સમસ્ત શુભાશુભ ભાવો-વિકલ્પો છૂટતા નથી ત્યાં સુધી મનમાં પરમ સમાધિ નથી, એમ કેવળી ભગવાન કહે છે.
જ્યારે સમસ્ત પ્રકારના શુભ-અશુભ વિકલ્પોનો અભાવ થાય છે ત્યારે પરમ સમાધિ પ્રગટે છે. શુદ્ધાત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન, તથા આવરણરૂપ શુદ્ધોપયોગ લક્ષણવાળી એ પરમ સમાધિ કહેવાય છે. આ પરમ સમાધિ તથા શુદ્ધોપયોગ એકાર્થવાચી શબ્દો છે. (૧૨) સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ રત્નત્રયને પરભવમાં સાથે લઈ જવાં તે સમાધિ છે. (૧૩) પાંચ