________________
સંકોચ સંબખ બિડાઈ જવાની તૈયારીવાળા સંકોચવું :સમેટવું સંકોચ-વિસ્તાર :અહીં એ પ્રશ્ન થાય છે કે અમૂર્ત એવા જીવના સંકોચ વિસ્તાર
કેમ સંભવે ? તેનું સમાધાન કરવામાં આવે છે; અમૂર્તના સંકોચ વિસ્તારની સિદ્ધિ તો પોતાના અનુભવથી જ સાધ્ય છે, કારણ કે (સર્વને સ્વાનુભવી પ્રગટ છે કે જીવ સ્કૂલ તેમ જ કૃશ શરીરમા, તથા બાળક તેમજ કુમારના
શરીરમાં વ્યાપે છે. સંખ્યા : દ્રવ્ય એક અને પર્યાય અનેક એમ સંખ્યાભેદ છે. (૨) ગણના; ગણતરી;
રકમ (૩) વસ્તુના પરિણામોની ગણતરીને સંખ્યા કહે છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત :પુલના પ્રદેશ. સંખ્યાતી મર્યાદિત સંખ્યાભેદ:આત્મા એક છે તેમાં જ્ઞાનાદિ અનેક ગુણો છે એમ સંખ્યાભેદ છે પણ
પ્રદેશભેદ નથી સંગ :આસક્તિ; લગની; સહચાર; સોબત; સંયોગ; સંભોગ; મૈથુન (૨) પરિચય
(૩) સોબત; સમાગમ (૪) સંબંધ; અનુરાગ. (૫) સંબંધ (૬) અનુભવ. સંગે નિમિત્તે સંગત મેળવાળી. (અનેકાન્ત અંગત = અનેકાંત સાથે સુસંગત; અનેકાંત સાથે
મેળવાળી.) (૨) જોડાણ; જોડાવું તે. (૩) સુસંગત; મેળવાળી. સંગતપણું :જોડાવું સંગતપણાને લીધે જોડાતા હોવાને લીધે. સંગતિ જોડાણ (૨) એકઠું થવું એ; સંયોગ; મેળાપ; સહવાસ; એકરૂપતા;
એકાત્મકતા. (૩) જોડાણ; એકતા બુદ્ધિ. (૪) સેવા, સોબત સંગ્રહ જથ્થો; મોટપ (૨) આસ્રવ અને બંધ બન્નેનું ગ્રહણ થાય છે. (૩) આસવ
અને બંધ બન્ને અર્થનું ગ્રહણ થઈ જાય છે. સંગહનય પોતાની જાતિનો વિરોધ નહિ કરીને અનેક વિષયોને એક્ષણાથી ગ્રહણ
કરે, તેને સંગ્રયનય કહે છે. જેમકે જીવ કહેવાથી પાચે ગતિના સર્વ જીવોનું ગ્રહણ હોય છે.
સંગ્રહાત્મક જગત : દ્રવ્યોના સમૂહનો જથ્થો લોકાકાશમાં રહે છે તે જગત. સંગહાનય જે સમસ્ત વસ્તુઓને તથા સમસ્ત પર્યાયને સંગ્રહરૂપ કરી જાણે કહે તે
સંગ્રહનાય છે. જેમ સતુ, દ્રવ્ય, ઇત્યાદિ સંગતિ સેવા સંગી:સાથી. સંઘ ચાર પ્રકારના છે. મુનિ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા આ ચાર પ્રકારના લોક
સમુદાયને સંઘ કહે છે. સંઘયણ શરીરબળ. (૨) હાડકાંની મજબૂતાઈ. (૩) સંહનન =હાડકાંનો બાંધો
હાડકાંની મજબૂતાઈ. (૪) હાડકાંની સ્થિતિ; હાડકાંની રચના; સંહનન;
હાડકાંની મજબૂતાઈ. સંથાત :ભેગું થવું, જોડવું (૨) મળવું; રચવું (૩) એકઠા થવું તે; મિલન (૪)
ભેગા મળવું તે; એકઠા થવું તે; મિલન. સંથારિત લઇ જવામાં આવતા (જેમ જુદા જુદા ઓરડામાં લઇ જવામાં આવતો
રત્નદીપક એક જ છે, તે બિલકુલ ઓરડારૂપ થતો નથી અને ઓરડાની ક્રિયા કરતો નથી. તેમ જુદાં જુદાં શરીરોમાં પ્રવેશતો આત્મા એકરૂપ જ છે, તે બિલકુલ શરીરરૂપ નથી અને શરીરની ક્રિયા કરતો નથી. આમ જ્ઞાની જાણે
છે. સંતે જાણે; અનુભવે સંપેતુ છું અનુભવું છું. (૨) એકાગ્રપણે અનુભવું છું; એકાગ્રપણે ભોગવું છું;
એકાગ્રપણે વેદું છું. સંસ્થત છે. :સંવેદે છે; જાણે છે; અનુભવે છે. સંચેતતા અનુભવતા સંચેતન અનુભવન (૨) જ્ઞાન, સંવેદન, અનુભવન (૩) સંવેદન
અનુભવન(સંચેતવું=સંવેદવું, અનુભવવું) (૪) વેદન (૫) સંવેદન; અનુભવન (૬) આત્માનો અનુભવ. (૭) કોઈ વસ્તુ પ્રત્યે એકાગ્ર થઈને તેનો જ અનુભવરૂપ સ્વાદ લીધા કરવો તે તેનું સંચેતન કહેવાય.