________________
૯૯૪
(૪)
અચેતન, મિશ્ર સર્વ બાહ્ય પદાર્થોમાં આ મારા છે એવી કલ્પના કરવી તે
સંકલ્પ છે. (૬) રાગાદિ પરિણામ. સંકલ્પ-વિકલ્પ મમત્વ-કતુત્વ વડે સંકલ્પ-વિકલ્પ જન્મ પામે છે. (૨) બાહ્ય દ્રવ્ય
એવા પુત્ર, સ્ત્રી આદિ ચેતન અને અચેતન પદાર્થોમાં “આ મારા છે' એવો જે ભાવ છે તે સંકલ્પ કહેવાય છે. હું સુખી છું, હું દુઃખી છું ઇત્યાદિ ચિત્તગત હર્ષ વિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે. (૩) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગ-દ્વેષાદિ ભાવકર્મ, દેહાદિ નોકર્મતે જ હું છું, એમ પરમાં એકપણાનો નિશ્ચય તે સંકલ્પ અને શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થયો તેને વિકલ્પ કહે છે. અહીં સંકલ્પ એટલે સામાન્યમાં ભૂલ અર્થાત્ ત્રિકાળી આખા સ્વભાવની શ્રદ્ધામાં ભૂલ તે દર્શનમોહ, તે અનંત સંસારમાં રખડવાનું મૂળિયું છે. વિકલ્પ તે વિશેષમાં ભૂલ, એ ચારિત્રમોહ છે. જ્ઞાની દેહાદિક અનેક સંયોગોનો ફેરફાર જણાય છે તેમાં પરયો પલટાતાં હું ખંડખંડ રૂપે થઈ ગયો, હું જભ્યો, વૃદ્ધ થયો, એ રોગ થયો, દેહમાં જે કાંઈ ક્રિયા થાય તે મારી અવસ્થા છે એમ માની પરમાં ઠીક-અઠીક ભાવપણે પુણ્ય-પાપની વૃત્તિ ઉઠે તે અનેક ભેદરૂપે હું છું એવો વિકલ્પ (વિશેષ આચાર) તે ચારિત્ર - મોહ છે. નિમિત્ત તથા રાગાદિરૂપે હું છું એમ પરમાં અટકવું, રાગમાં એકાગ્ર થવું તે અનંતાનુબંધી કષાયરૂપ ચારિત્રમોહ છે. ચૈતન્ય આત્માના જ્ઞાનની સ્વચ્છતામાં જે કાંઈ દૂર કે નજીકની ચીજ જણાય, તેની અવસ્થામાં ફેરફાર થાય તે જાણે મને જ થાય છે, એવી માન્યાતારૂપ વર્તન તે વિકલ્પ છે. (૪) જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગદ્વેષાદિ ભાવકર્મ, દેહાદિ નોકર્મ, તે જ હું છું. એમ પરમાં એકપણાનો નિશ્ચય, તે સંકલ્પ અને શેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ થવો, તેને વિકલ્પ કહે છે. (૫) બાહ્ય દ્રવ્ય એવા પુત્ર, સ્ત્રી આદિ ચેતન અને અચેતન પદાર્થોમાં “આ મારા છે' એવો જે ભાવ છે તે સંકલ્પ કહેવાય છે. હું સુખી છું હું દુઃખી છું ઈત્યાદિ ચિત્તગત હર્ષ વિષાદ આદિ પરિણામ તે વિકલ્પ છે.
શુદ્ધ પરમાત્માના આઠ ગુણ : (૧) ક્ષાયિક સમ્યકત્વ : શુદ્ધ આત્માદિ પદાર્થોમાં વિપરીત શ્રદ્ધાન
રહિત જે આત્મપરિણતિ થાય છે તે ક્ષાયિક સમત્વ છે. (૨) કેવળ જ્ઞાન : ત્રણ લોક અને ત્રણ કાલના સમસ્ત પદાર્થોને એક જ
સમયમાં વિશેષરૂપે જે જાણે છે તે કેવલ જ્ઞાન છે. કેવળ દર્શન : સમસ્ત પદાર્થોને કેવલ દષ્ટિથી એક જ સમયમાં જે દેખે તે કેવલદર્શન છે. અનંત વીર્યઅનંત શેયોને જાણવાની શક્તિ તે અનંત વીર્ય છે.
સૂક્ષ્મત્વ: અતીન્દ્રિયજ્ઞાનના વિષયરૂપ સૂક્ષ્મત્વ છે. (૬) અવગાહન ગુણઃ એક જીવની અવગાહના જ્યાં છે તે ક્ષેત્રમાં
બીજા અનંત જીવ રહી શકે છે એવી અવકાશ આપવાની સામર્થ્યતાનું નામ અવગાહન ગુણ છે. અગુરુ લઘુ ગુણઃ સર્વથા ગુરૂતા અને લઘુતાનો અભાવ એટલે લઘુ પણ નહિ તથા ગુરૂ પણ નહિ તે અગુરુલ ગુણ છે. અવ્યાબાધ : વેદનીય કર્મના ઉદયના અભાવમાં ઉત્પન્ન થયેલા સમસ્ત બાધા રહિત જે નિરૂબાધ ગુણ છે તે અવ્યાબાધ છે. સંસારમાં આત્માના આઠેય ગુણ કર્મોથી ઢંકાયેલા છે :(૧) સમ્યગ્દર્શનગુણ આત્માનો સમ્યગ્દર્શન ગુણ દર્શન
મોહનીયકર્મથી આચ્છાદિત છે. (૨) જ્ઞાનાવરણીથી કેવલજ્ઞાન (૩) દર્શનના વરણીયથી કેવલદર્શન
અંતરાયથી અનંતવીર્ય આયુ કર્મથી સૂક્ષ્મત્વ નામ કર્મથી અવગાહનત્વ ગોત્ર કર્મથી અગુરુલઘુત્વ વેદનીય કર્મથી આવ્યાબાધ ગુણ આચ્છાદિત છે. આવરણ જવાથી સિદ્ધ અવસ્થામાં આ આઠે ગુણો પ્રગટ થાય છે.