________________
દેવાદિના ચમત્કાર વડે (જૈન ધર્મનો મહિમા) પ્રગટ થાય છે, તેથી આવો અતિશય પ્રગટ કરવો. આ રીતે સમ્યકત્વનાં આઠ અંગ કહ્યાં, તે કોઈ સમ્યગ્દષ્ટિને પૂરેપૂરાં હોય છે, કોઈને થોડા હોય છે, કોઈને ગૌણપણે હોય છે, કોઈને મુખ્યરૂપે હોય છે, પરંતુ સમ્યકત્વની શોભા તો ત્યારે જ થાય જ્યારે એ આઠે અંગ સંપૂર્ણ મુખ્યપણે, પ્રગટ પ્રત્યક્ષ ભાસે. આ રીતે સમ્યત્વ અંગીકાર કર્યા પછી
ધર્મી ગૃહસ્થ શું કરવું તે આગળ કહીએ છીએ. શ્રખ્યગ્દર્શનના દશ ભેદ અન્ય નિમિત્તાદિની અપેક્ષાએ આજ્ઞાસમ્યવાદિ, દશ આત્માનું શાસન ગાથા ૧૧માં કહ્યા છે
આજ્ઞામાર્ગસમુદ્ ભબમુપદેશાત્સુત્ર બીજસંક્ષેપાત.
વિસ્તારાથભ્યાં ભવમયગાઢ પરમાવગાઢ ચ / ૧૧. આત્માનું શાસન (૧) અહીં એટલું જાણવું કે, મારે તને આજ્ઞા પ્રમાણ છે, એટલું જ શ્રદ્ધાન
કંઈ સમ્યકત્વ નથી, આજ્ઞા માનવી, એ તો કારણભૂત છે. તેથી અહીં આજ્ઞાથી ઉત્પન્ન થયું કહ્યું છે. માટે પ્રથમ ઇતન આજ્ઞા માનવા પછી, જે તત્ત્વ શ્રદ્ધાન થયું. તે આજ્ઞાસમ્યકત્વ છે. એજ પ્રમાણે નિગ્રંથમાર્ગના અવલોકનથી, જે તત્વ શ્રદ્ધાન થયું હોય, તે માર્ગ સમ્યકત્વ છે. તીર્થંકરાદિ ઉત્કૃષ્ટ પુરૂષોમાં પુરાણોના ઉપદેશથી ઉત્પન્ન થયેલા, સમ્યજ્ઞાન વડે અર્થાત આગમ સમુદ્રમાં પ્રવિણ પુરૂષોના ઉપદેશ આદિથી, પ્રાપ્તિ
થયેલી જે ઉપદેશ દષ્ટિ, તે ઉપદેશસમ્યકત્વ છે. (૪) મનિજનોના આચરણ વિધાનને પ્રતિપાદન કરતા, એવા આચારસૂત્રોને
સાંભળીને જે શ્રદ્ધાન કરવું થાય, તેને ભલા હારથી સૂત્રદૃષ્ટિ કહી છે, અને તે સૂત્રસમ્યકત્વ છે. બીજ જે ગણિત જ્ઞાનનું કારણ, તેના વડે દર્શન મોહના અનુપમ ઉપશમના બળથી દુષ્કર છે, જાણવાની ગતિ જેની, એવા પદાર્થોના સમૂહ, તેની થઈ છે. ઉપલબ્ધિ અર્થાત શ્રદ્ધારૂપ પરિણતિ જેને, એવા જે
કરણાનુયોગના જ્ઞાની ભવ્ય તેને બીજ દષ્ટિ થાય છે, તે બીજ સમ્યક્ત જોવું. પદાર્થોના સંક્ષેપ પણાથી જાણવા વડે જે શ્રદ્ધાન થયું હોય, તે ભલી સંક્ષેપદષ્ટિ છે અને તેને સંક્ષેપ સમ્યકત્વ જાવું. દ્વાદશાંગ વાણીને સાંભળી કરેલી જે રૂચિ, અર્થાત, શ્રદ્ધાન તેને હેભવ્યતું
વિસ્તાર દષ્ટિ જાણ અને તે વિસ્તાર સભ્યત્વ છે. (૮) જૈન શાસ્ત્રોના વચન વિના, કોઈ અર્થના નિમિત્તથી થયેલી જે અર્થદષ્ટિ,
તેને અર્થસમ્યકત્વ જાણવું. એ આઠ ભેદ તો કારણોની અપેક્ષાએ કહ્યા છે તથા (૯) શ્રત કેવળીને જે તત્વ શ્રદ્ધાન છે, તેને પરમ અવગાડ સમ્યકત્વ કહીએ
છીએ. આ છેલ્લા બે ભેદ, જ્ઞાનના સહકારીપણાની અપેક્ષાએ કહ્યા છે. એ પ્રમાણે સમ્યકત્ત્વના દશ ભેદ કહ્યા. ત્યાં સર્વઠેકાણે સમ્યકત્ત્વનું સ્વરૂપ
તત્ત્વથ શ્રદ્ધાન જ જાણવું. સમ્યગ્દર્શનના પાત્રતા મેળવવા પ્રથમ શું કરવું ? :અનંતાનુબંધી ક્રોધ,
અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અને અનંતાનુબંધી લોભ એ ચારે તથા મિથ્યાત્વમોહની , મિશ્ર મોહની અને સમ્યકમોહની એ ત્રણ, એમ સાત પ્રકૃતિનો જ્યાં સુધી હૃપોપશમ, ઉપશમ કે ક્ષય થતો નથી ત્યાં સુધી સમગ્દષ્ટિપણું સંભવતું ની. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ દવી પરમ દુર્લભ છે. સગુરૂના ઉપદેશ વિના અને સત્પાત્રતા વિના તે ગ્રંથિ છેદાતી
નથી પણ એક વખત જ તે ગ્રંથિ છેદાઈ ગઈ તો સમ્યગ્દર્શન થાય છે. સમદર્શનના બીજા પ્રકારે ભેદો સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને આત્માની-તત્ત્વની
પ્રતીતિ એક સરખી હોય છે, તો પણ ચારિત્ર દશાની અપેક્ષાએ તેઓમાં બે ભેદો પડે છે : (૧) વીતરાગ સમ્યગ્દર્શન, (૨) સરાગ સમ્યગ્દર્શન. સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે, ત્યારે રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી.
(૫)