________________
છે એ પરભાવમાં પ્રવૃત્તિ તે મિથ્યાચારિત્ર છે. જીવને રાગ દ્વારા સમાધાન અને શાંતિ થતી નથી પણ સ્વરૂપ એકાગ્ર કરતાં જ વીતરાગ ભાવ અને બધા સમાધાન-શાંતિ સહજ થાય છે. સર્વ સમાધાન સ્વરૂપ મોક્ષ છે. (૩) સાચું વર્તન. (૪) સ્થિરતા; વિશ્રામ લેવો. (૫) નિજ પરમાત્મદ્રવ્યનું અનુચરણ, એનું નામ ચારિત્ર છે. મહાવ્રતાદિ પાળવાં એ ચારિત્ર, એમ નહિ, કેમ કે એ તો રાગ છે. આતો ચિદાનંદઘાન અંદર આનંદનો નાથ, પુરણ જ્ઞાનનંદ સ્વરૂપે વિરાજે છે, તેને અનુસરીને ચરવું, તેમાં રમવું અને તેમાં જ કરવું, એને આત્મચરણ નામ સમ્યક્ ચારિત્ર કહે છે. (૬) આત્માને સમ્યક ચારિત્ર ક્યારે થાય છે? જે વખતે જ્ઞાન રાગ-દ્વેષને આધીન પ્રવર્તતું નથી, જે શેયને જાણે છે તેમાં રાગ-દ્વેષરૂપે પ્રવૃત્ત ન થતાં મધ્યસ્થ ભાવ ટકાવી રાખે છે તે વખતે સમ્યફ ચારિત્રની પ્રાદુભૂતિ આત્મામાં સ્વતઃ થઈ જાય છે તેને માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર પડતી નથી. અને આ સતું ચારિત્ર જ આત્મામાં લાગેલા કર્મમળને ધોઈ નાખવામાં સમર્થ થાય છે. કર્મમળ આ ચારિત્રના પ્રભાવથી સ્વતઃ ધોવાઈ જાય છે, તેને આત્માથી પૃથક થવું જ પડે છે. એથી સાર એ નીકળ્યો કે જો પોતાના આત્માને નિર્મળ કરવો અથવા રાખવો હોય તો પોતાના જ્ઞાનને રાગ-દ્વેષરૂપ કષાયને આધીન ન થવા દેવું જોઈએ. મોહજનિત રાગ-દ્વેષમાં બધા કષાયોનો સમાવેશ છે. રાગમાં માયા, લોભ આ બે કષાયો અને હાસ્ય, રતિ તથા કામ (વેદ) આ ત્રણ નોકષાયોનો સમાવેશ છે અને દ્વેષમાં ક્રોધ, માન આ બે કષાયો તથા અરતિ, શોક, ભય, જુગુપ્સાઓ ચાર નો કષાયોનો સમાવેશ છે. જે રાગ મિથ્યાદર્શન સહિત હોય છે તેને મોક્ષ કહે છે. (૭) સાધુના અઠાવીસ મૂલ ગુણોનું તથા ચોરાસી લાખ ઉત્તરગુણોનું જે પાલન છે તે વ્યવહારથી ચારિત્ર કહેવાય છે, પણ શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ ચારિત્રમાં પરિણમેલો નિજ શુદ્ધાત્મા જ નિશ્ચયથી સમ્યક્યારિત્ર છે. માટે નિજ શુદ્ધાત્મસ્વરૂપને તજીને નિશ્ચયથી અન્ય કોઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર નથી, આ આત્મા જ એ ત્રણમય છે. માટે અભેદ રત્નત્રયમાં પરિણમેલો પરમાત્મા જ ઉપાદેય છે. તેમ તાત્પર્ય છે. (૮) વૃત્તિ અર્થાત્ પરિણતિ, ચારિત્ર. અંદર ચિનાનંદ
સ્વરૂપ ભગવાન આત્માના અનુભવમાં, આનંદના સ્વાદ સહિત સ્વસ્વરૂપની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે જ્ઞાન છે, અને તેમાં-નિજાનંદ સ્વરૂપમાં લીનતા-રમણતા થવી તેને ચારિત્ર કહે છે. ભારે વ્યાખ્યા ! લોકોઅજ્ઞાનીઓ તો વસ્ત્ર છાંડ્યાં ને નગ્ન દિગંબર થઈ કાંઈક પંચમહાવ્રત પાળ્યાં એટલે ચારિત્ર થઈ ગયું એમ માને છે; પણ તે ધૂળેય ચારિત્ર નથી, સાંભળને! અંતર એકાગ્રતા અને અંતર લીનતા વિના ચારિત્ર કેવું ? માત્ર શરીરની અને રાગની ક્રિયામાં ચારિત્ર માને એ તો મિથ્યાભાવ છે. અહાહા... ! અતીન્દ્રિય આનંદનું ધામ ચિદાનંદઘન પ્રભુ આત્મા છે. તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન થાય પછી તે સ્વરૂપમાં જ ચરવું - રમવું-ઠરવું-જમવું ને ત્યાં જ લીન-સ્થિર થઈ જવું તેને ત્રણ લોકના નાથ કેવળી પરમાત્મા ચારિત્ર કહે છે. અહા ! સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક આવું ચારિત્ર તે મોક્ષનું કારણ છે. (૯) નિજ પરમાત્મ દ્રવ્યનું અનુચરણ એનું નામ ચારિત્ર છે. મહાવ્રતાદિ પાળવાં એ ચારિત્ર એમ નહિ, કેમકે એ તો રાગ છે. આ તો ચિદાનંદઘન એવું જે સ્વસ્વરૂપ તેમાં ચરવું-રમવું એનું નામ સમ્યક્યારિત્ર છે. અહો ! અંદર આનંદનો નાથ પૂરણ જ્ઞાનાનંદ સ્વરૂપે વિરાજે છે તેને અનુસરીને ચરવું, તેમાં રમણતા કરવી અને તેમાં જ કરવું એને આત્મચરણ નામ સમચારિત્ર કહે છે. (૧૦) સાધુના અઠ્ઠાવીસ મૂલગુણોનું તથા ચોરાસી લાખ ઉત્તરગુણોનું જે પાલન છે તે વ્યવહારથી ચારિત્ર કહેવાય છે, પણ શુદ્ધાત્માનુભૂતિરૂ૫ વીતરાગ ચારિત્રમાં પરિણમેલો નિજ શુદ્ધાત્મા જ નિશ્ચયથી ચારિત્ર છે. માટે નિજ શુદ્ધાત્મ સ્વરૂપને તજીને નિશ્ચયથી અન્ય કોઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર નથી. આ આત્મા જ એ ત્રણમય છે. માટે
અભેદ રત્નત્રયમાં પરિણમેલો પરમાત્મા જ ઉપાય છે એમ તાત્પર્યાર્થ છે. સમ્યફ ચારિત્ર ક્યારે થાય છે? જે વખતે જ્ઞાન રાગ-દ્વેષને આધીન પ્રવર્તતું નથી,
જે શેયને જાણે છે તેમાં રાગ-દ્વેષરૂપે પ્રવૃત્ત ન થતાં મધ્યસ્થ ભાવ ટકાવી રાખે છે - તે વખતે સમ્યક ચારિત્રની પ્રાદુર્ભુતિ આત્મામાં સ્વતઃ થઈ જાય છે, તેને માટે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર પડતી નથી. અને આ સત્ ચારિત્ર જ આત્મામાં લાગેલા કર્મમળને ધોઈ નાખવામાં સમર્થ થાય છે. - કર્મમળ