________________
શ્રદ્ધાની અપેક્ષાએ રાગને હેય કહેવાય, ને ચારિત્રની અપેક્ષાએ રાગનું વેદન છે તે દુઃખનું વેદન છે અને તે પર્યાયનું સત્ત્વ છે. આમ સમ્યજ્ઞાની બરાબર જાણે છે. માટે આચાર્યદવ કહે છે કે- અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ ? રાગદ્વેષ ઊપજે છે તે પોતાનો જ અપરાધ છે. અન્ય દ્રવ્ય તો રાગ-દ્વેષ ઉપજાવતું નથી તો પછી અન્ય દ્રવ્ય પર કોપ કરવાનું શું પ્રયોજન છે ? (૧૦) સાચું જ્ઞાન. (૧૧) આત્માનું સ્વસંવેદન જ્ઞાન એ સમ્યજ્ઞાન. (૧૨) સ્વસંવેદન જ્ઞાનનું સાધક એવું શાસ્ત્રજ્ઞાન પણ વ્યવહારથી જ્ઞાન કહેવાય છે, તો પણ નિશ્ચયની વીતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો શુદ્ધાત્મા જ નિશ્ચયજ્ઞાન છે. (૧૩) વળી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં, ત્રિકાળી દ્રવ્યને શેય બનાવતા નિજ પરમાત્મ દ્રવ્યનું જે પરિજ્ઞાન થયું, તેનું નામ સમ્યજ્ઞાન છે. ઘણાં શાસ્ત્રોનું જ્ઞાન ભણતર તે સમ્યજ્ઞાન એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. આ તો પોતે અંતરમાં ભગવાન આત્મા પુરણ, એક જ્ઞાનસ્વભાવી પરમાત્મદ્રવ્ય છે, તેની સન્મુખ થતાં, આ હું છું એમ જ્ઞાન થવું, એનું નામ આત્મજ્ઞાન સમ્યજ્ઞાન છે. (૧૪) અસંવેદન જ્ઞાનનું સાધક એવું શાસ્ત્રજ્ઞાન પણ વ્યવહારથી જ્ઞાન કહેવાય છે, તો પણ નિશ્ચયથી વીતરાગ સ્વ સંવેદના જ્ઞાનમાં પરિણમેલો પોતાનો શુદ્ધાત્મા જ નિશ્ચયજ્ઞાન છે. (૧૫) અંતરના નિજ ત્રિકાળી ભગવાન સ્વરૂપ આત્મામાં
એકાગ્ર થતાં આત્માશ્રિત જે સ્વસંવેદનરૂપ સમ્યજ્ઞાન પ્રગટે તેને અહીં જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞપ્તિ એટલે જાણવું તે, જ્ઞાન. એકલું શાસ્ત્રનું ભણતર એ કાંઈ જ્ઞાન નથી ભગવાન કેવળીના મારગમાં જ્ઞાન તો એને કહીએ કે જે સ્વાશ્રિત હોય અને સ્વરૂપ સન્મુખ થતાં અંતરમાંથી પ્રગટ થતું હોય. અંદર શુદ્ધ ચૈતન્યમય. ધ્રુવ આત્મ સ્વરૂપમાં સહજ જ્ઞાનની જ્યોત નિરંતરે ઝળહળે છે. તો તેમાં એકાગ્ર થતાં અંતરમાંથી જે જ્ઞાનનો કણ જાગે તેને જ્ઞાનસમ્યજ્ઞાન કહે છે; અને તે મોક્ષમાર્ગનો એક અવયવ છે. (૧૬) વીતરાગ સ્વસંવેદન જ્ઞાનરૂપ સમ્યજ્ઞાન પણ આત્મા છે, કારણકે આત્મા વિના સમ્યજ્ઞાન અન્ય પદાર્થોમાં હોતું નથી. (૧૭) સ્વ-પરની જુદાઈનો વિવેક તે સમ્યજ્ઞાન છે. (૧૮) “સ્વાર્થ વ્યવસાયાત્મક વદુઃ” સ્વ- પોતાનું સ્વરૂપ
અર્થ- વિષય. વ્યવસાયઃ યથાર્થ નિશ્ચય, જે જ્ઞાનમાં એ ત્રણે શરતો પુરી પડતી હોય, તેને સમ્યજ્ઞાન કહે છે, અર્થાત્ જે જ્ઞાનમાં વિષય પ્રતિબોધ સાથે સાથે પોતાનું સ્વરૂપ પ્રતિભાસિત થાય, અને તે પણ યથાર્થ હોય તો, તે જ્ઞાન સમ્યજ્ઞાન છે. (૧૯) વર્તમાન જ્ઞાનની પર્યાયમાં, ત્રિકાળી દ્રવ્યને શેય બનાવતા નિજપરમાત્મદ્રવ્યનું પરિજ્ઞાન (નિશ્ચયજ્ઞાન) થયું, તેનું નામ સમ્યજ્ઞાન છે. ઘણાં શાસ્ત્રોનું જ્ઞાન ભણતર, તે સમ્યગ્યજ્ઞાન એમ નહિ, કેમકે એ તો પરલક્ષી જ્ઞાન છે. આતો પોતે અંતરમાં ભગવાન આત્મા પુરણ, એક જ્ઞાનસ્વભાવી પરમાત્મદ્રવ્ય છે તની સન્મુખ થતાં હું આ છું એમ જ્ઞાન થવું, એનું નામ આત્મજ્ઞાન. સમ્યજ્ઞાન છે. દશામાં ભલે રાગ હો, અલ્પજ્ઞતા હો, વસ્તુ પોતે અંદર પૂરણ પરમાત્મસ્વરૂપ છે. આવા પોતાના પરમાત્મસ્વરૂપનું જ્ઞાન થવું, તેને સમ્યજ્ઞાન કહે છે. (૨૦) સ્વને આશ્રયે થાય, તે સમ્યજ્ઞાન છે. પર્યાય પરની હો કે સ્વની હો, પર્યાયનું લક્ષ થતાં વિકલ્પ ઉઠે છે, ત્યારે તેને જ્ઞાન અને સુખ થાય છે. ભાઈ ! સર્વજ્ઞ જિનેન્દ્ર દેવનો માર્ગ એટલે, શુદ્ધ જીવનો માર્ગ કોઈ અલૌકિક છે (૨૧) વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યને શેય બનાવતાં નિજપરમાત્માદ્રવ્યનું જે પરિજ્ઞાન થયું તેનું નામ સમ્યજ્ઞાન છે. ઘણાં શાસ્ત્રોનું જ્ઞાન-ભણતર તે સમ્યજ્ઞાન એમ નહિ, કેમ કે એ તો પરલક્ષી જ્ઞાન છે. આ તો પોતે અંતરમાં ભગવાન આત્મા પૂરણ એક જ્ઞાનસ્વભાવી પરમાત્મદ્રવ્ય છે, તેની સન્મુખતા થતાં આ હું છું એમ જ્ઞાન થવું એનું નામ આત્મજ્ઞાન-સમ્યજ્ઞાન છે. દશામાં ભલે રાગ હો, અલ્પજ્ઞતા હો, વસ્તુ પોતે અંદર પૂરણ પરમાત્મસ્વરૂપ છે. આવા પોતાના પરમાત્મસ્વરૂપ જ્ઞાન થવું તેને સમ્યજ્ઞાન કહે છે. લ્યો આવો વીતરાગનો મારગ લૌકિકથી ક્યાંય મેળ ન ખાય એવી છે. (૨૨) સ્વસંવેદન જ્ઞાનનું સાધક એવું શાસ્ત્રજ્ઞાન પણ વ્યવહારથી જ્ઞાન કહેવાય છે, તો પણ નિશ્ચયથી વીતરાગ સ્વસંવેદન જ્ઞાનમાં પરિણમેલો પોતાનો શુદ્ધાત્મા જ નિશ્ચય જ્ઞાન છે.