________________
એનું નામ સમ્યગ્દર્શન છે. (૧૬) આત્મજ્ઞાન. (૧૭) આત્મા અને જડ બન્ને પદાર્થો તદ્દન ભિન્ન છે, બન્નેમાં દરેક ક્ષણે પોતપોતાની અવસ્થા સ્વતંત્રપણે થાય છે. આત્મા જડથી તદ્દન ભિન્ન છે એમ જાણ્યા વિના સ્વરૂપની રચિ થાય નહિ. રૂચિ વિના શ્રદ્ધા નહિ, શ્રદ્ધા વિના સ્થિરતા નહિ, સ્થિરતા વિના મુક્તિ નહિ. આત્મામાં એક સમયની થતી કર્મબંધનરૂપી વિકારી ક્ષણિક અવસ્થાને ધ્યાનમાં ન લેતાં એકલા જ્ઞાયક ધ્રુવ સ્વભાવ ને લક્ષમાં લઈ તેમાં કર્યો તે તો જ્ઞાતા જ છે. સ્વભાવે આત્મા નિર્વિકારી, આનંદઘન, સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાતાદૃષ્ટા, સ્વાવલંબી અને સ્વતંત્ર છે. એવી આત્મા તરફની દષ્ટિ તે સમ્યગ્દર્શન છે. અને તે ભાવમાં સ્થિરતા થવી તે સમ્મચારિત્ર છે. (૧૮) આત્માના અનંત આનંદમય, શુદ્ધ પવિત્ર સ્વરૂપનો નિર્ણય કરવો, તે સમ્યગ્દર્શન છે. અંધશ્રદ્ધાએ માની લેવાની અહીં વાત નથી, પણ સારી રીતે પરીક્ષા કરી, નિસંદેહપણે સ્વરૂપને માનવું, તે સમ્ય શ્રદ્ધા છે. (૧૯) પરદ્રવ્યથી ભિન્ન-જુદુ આત્માની રૂચિ તે સમ્યગ્દર્શન છે. (૨૦) એ ત્રણેમાં પહેલાં સમસ્ત ઉપાયો વડે જો બને તો સમ્યગ્દર્શન અંગીકાર (ધારણ) કરવું એ પ્રાપ્ત થતાં અવશ્ય મોક્ષપદ પ્રાપ્ત થાય છે. એના વિના સર્વથા મોક્ષ થતો નથી-વળી તે સ્વરૂપ પ્રાપ્તિનું અદ્વિતીય કારણ છે, માટે એને અંગીકાર કરવામાં પ્રસાદી ન રહેવું કરીને પણ આ કાર્ય જેમ બને તેમ કરવું. વધારે શું કહીએ ? આ જીવનું ભલું થવાનો ઉપાય એક સમ્યગ્દર્શન સમાન કોઈ નથી. માટે તેને અવશ્ય અંગીકાર કરવું. પહેલાં એને અંગીકાર કરવાનું કારણ શું છે તે કહે છે. તે સમ્યગ્દર્શન થતાં જ સમ્યજ્ઞાન અને સખ્યારિત્ર થાય છે. સમ્યકત્વ વિના અગિયાર અંગ સુધી ભણે તોપણ તે અજ્ઞાન નામ પામે, વળી મહાવ્રતાદિકનું સાધન કરી અંતિમ રૈવેયક સુધીના બંધયોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તો પણ અસંયમ નામ પામે. પણ સખ્યત્વ સહિત જે કંઈ જાણપણું હોય તે બધું સમ્યજ્ઞાન નામ પામે અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્મચારિત્ર નામ પામે. જેમ અંક સહિત શૂન્ય હોય તો પ્રમાણમાં આવે, અંક વિના શૂન્ય શુન્ય જ છે, તેમ સમ્યકત્વ વિના જ્ઞાન
અને ચારિત્ર વ્યર્થ જ છે. માટે પહેલાં સમ્યત્વ અંગીકાર કરી પછી બીજું સાધન કરવું. (૨૧) પર દ્રવ્યથી ભિન્ન આત્માની રૂચિ તે સમ્યગ્દર્શન છે. મોક્ષાર્થીએ પહેલાં આવું સમ્યગ્દર્શન જરૂર પ્રગટ કરવું જોઈએ. જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા હું છું; શરીરાદિ અજીવ હું નથી, રાગાદિ આસ્રવ પણ હું નથી; આ રીતે દેહાદિથી તથા રાગાદિથી ભિન્ન પોતાના આત્માની અનુભૂતિ કરતાં સમ્યગ્દર્શન થાય છે, તે સમ્યગ્દર્શન થયું ત્યારે શાશ્વભણતર કે સંયમ ન હોય તો પણ મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે - અનંત કાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને ક્ષણમાત્રમાં જાત્યંતર કરીને જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. બધા તત્ત્વોના સાચો નિર્ણય સમ્યગ્દર્શનમાં સમાય છે. ચૈતન્ય પ્રકાશી જ્ઞાયકસૂર્ય આત્મા છે, તેના કિરણોમાં રાગાદિ અંધારા નથી; શુભાશુભ રાગ તે જ્ઞાનનું સ્વરૂપ નથી. આવા રોગ રહિત જ્ઞાન સ્વભાવને જાણીને તેની પ્રતીતિ અને અનુભૂતિ કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન છે, તે સર્વનો સાર છે. (૨૨) છદ્મસ્થ અવસ્થામાં સ્વશુદ્ધ સહજાત્માની રૂચિરૂપ સમ્યગ્દર્શન છે. એ કેવલ જ્ઞાનની ઉત્પત્તિ થવાથી તેના ફળભૂત ઈચ્છારહિત વિપરીત અભિનિવેશ રહતિ પરિણામ લક્ષણવાળું ક્ષાયિકદર્શન અથવા કેવલદર્શન પણ શુદ્ધોપયોગવાળા જીવોને હોય છે. વીતરાગ સ્વ સંવેદન જ્ઞાન અને તેનું ફળ એવું કેવલજ્ઞાન પણ શુદ્ધ જીવોને થાયછે. પરમાત્માતત્ત્વની પ્રાપ્તિ થવાથી શુદ્ધોપયોગી જીવોના દ્રવ્યકર્મ, ભાવકર્મ તા નોકર્મ નાશ પામે છે. મોટા શુદ્ધોપયોગ પરિણામ અને પરિણામોને ધારણ કરવાવાળા પુરૂષો સંસારમાં પ્રધાન મનાય છે. શુદ્ધોપયોગમાં જ સંયમાદિ સર્વ સમાય છે. (૨૩) જ્ઞાન-આનંદ સ્વરૂપમાં દષ્ટિ-શ્રદ્ધા કરીને એકાગ્ર થતાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે, તે પૂર્ણ લીન થતાં મોક્ષદશા થાય છે. પરથી ભિન્ન પોતાના શુદ્ધ આત્માની રૂચિરૂપ નિશ્ચય સમગ્યગ્દર્શન છે; આત્માની રૂચિરૂપ આવું સમ્યગ્દર્શન ભલું છે, શ્રેષ્ઠ છે. આત્માના યથાર્થ સ્વરૂપનું જાણપણું એ સમ્યજ્ઞાનરૂપ વીતરાગી કળા છે; આત્મસ્વરૂપને જાણનારું જ્ઞાન મોક્ષનું કારણ થાય છે, અને તે પોતે નીરાકુળ આનંદરૂપ છે.