________________
જ છે. આવી વાત છે. જે કોઇ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવથી ધર્મ થવો માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. તેને જૈનધર્મની ખબર નથી. તેને ખબર નથી એટલે કાંઇ બંધભાવી અબંધ થઇ જાય ? અસત્ય સત્ય થઇ જાય ? ન થાય, ભાઈ! એ સંસારમાં રખડવાની માન્યતા છે. (૯) સંવતત્વાર્થ શ્રધ્ધાન કરે તો સમ્યગ્દર્શન થાય છે. સાચા (૧૦) જીવ, અજીવ, આસવ, બંધ, નિર્જરા અને મોક્ષ આદિ સાત તત્વોના શ્રધ્ધાનને સમ્યગ્દર્શન કહે છે. મિથ્યાત્વ સમ્યકમિથ્યાત્વ અને સમ્યક્ત તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ, આ સાત કર્મ પ્રકૃતિઓના ઉપશમથી જે સમ્યગ્દશર્ન થાય છે તેને પથમિક સમ્યગ્દર્શન કહે છે. આ સાતેયના ક્ષયથી જે સમ્યગ્દર્શન થાય છે તેને ક્ષાયિક સમ્યગ્દર્શન કહે છે. તથા દેશધાતિ સમત્વ પ્રકૃત્તિના ઉદય રહેતાં થકા મિથ્યાત્વ, સમ્યકમિથ્યાત્વ અને અનતાનુંબંધી ક્રોધ, માન, માયા, અને લોભ પ્રવૃત્તિઓના સર્વઘાતી સ્પર્ધકોના ઉદયાભાવી ક્ષય અને સદવસ્થારૂપ ઉપશમથી જે સમ્યગદર્શન થાય છે તે ક્ષાયાપથમિક સમ્યગ્દર્શન કહે છે. જેને ત્રણેમાંથી કોઇ પણ એક સમ્યક્ત હોય છે તેને સમ્મદ્રષ્ટિ કહે છે. ગોમ્મદસાર જીવકાંડમાં સમ્યદ્રષ્ટિનું સ્વરૂપબતાવતાં લખે છે કે જે ન તો ઇન્દ્રિયોના વિષયથી વિરત છે, ન ત્રસ અથવા સ્થાવર જીવની હિંસાથી પણ વિરત છે, પરંતુ જે જિન ભગવાનના વચનો પર શ્રધ્ધા કરે છે તે અવિરત સમ્યગદ્રષ્ટિ છે. જે સમ્મદ્રષ્ટિ વ્રત સહિત હોય છે તેને વ્રતી કહે છે. વ્રતી બે પ્રકારના હોય છે. એક અણુવ્રતી શ્રાવક અને બીજા મહાવી મુનિ શ્રાવકને ૧૨ વ્રત હોય છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તથા મહાવ્રતી મનિને પાંચ મહાવ્રત હોય છે-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય,અને અપરિગ્રહ. આ પાંચ મહાવ્રતને એક દેશ પાલન કરવાને અણુવ્રત કહે છે. પોતે કેટલા પાપોને સ્વયં પ્રકટ કરે છે. અને તેનો પશ્ચાતાપ કરે છે તેને નિંદા કહે છે અને ગુરુની સાક્ષી પૂર્વક પોતાના દોષો પ્રકટ કરીને પશ્ચાતાપ લે તેને ગહ કહે છે. કષાયોની મંદતા થવાથી ઉત્તમ ક્ષમા, માદેવ, આર્જવ, શૌચ,
સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન અને બહ્મચર્યરૂપ જે પરિણામ થાય છે તેને ઉપશમભાવ કહે છે. આ સમ્યકત્વ, વ્રત, નિંદા, ગર્તા આદિ ભાવોથી પુણ્યકર્મનો બંધ થાય છે. પરંતુ આ તરફ વિરલા મનુષ્યોની જ પ્રવૃત્તિ થાય છે, એથી મનુષ્યો જ પુણ્યકર્મનો બંધ પામે છે. (૧૧) કોઈ જૈન ધર્મની કુળ પરંપરાગત શ્રદ્ધાને, કોઈ દેવ-ગુરૂ-ધર્મનાં બાહ્ય લક્ષણોની શ્રદ્ધાને અને કોઈ જીવાદિ નવતત્ત્વની અભૂતાર્થનયાનુસારી શ્રદ્ધાને સમ્યગ્દર્શન માને છે. ખરેખર તો સમયસાર-કલશર્મા આચાર્ય દેવે વર્ણવ્યા પ્રમાણે નવ તત્ત્વની ભૂતાર્થ નયાનુસારી શ્રદ્ધા, કે જે શ્રદ્ધા, શુદ્ધાત્માનુભૂતિ પૂર્વક હોય છે તે જ સમગ્દર્શન છે, સમ્યગ્દર્શનને શુદ્ધ ચેતનામાત્ર વસ્તુસ્વરૂપનો આસ્વાદ, શુદ્ધ સ્વરૂપનો અનુભવ, સમસ્ત સંકલ્પ વિકલ્પથી રહિત વસ્તુ સ્વરૂપનો અનુભવ અને શુદ્ધ જીવવસ્તુનો પ્રત્યક્ષપણે અનુભવ એમ ગાયું છે. (૧૨) પૂર્ણ જ્ઞાયક, નિરપેક્ષ, સ્વતંત્રપણે જે સદાય એકરૂપ છે તેને શ્રદ્ધામાં લેવો તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનની અવસ્થા, તેમ સંયમીઅસંયમી, સવેદી-અવેદી, અકષાયી-આકષાયી, સજોગી-અજોગી, તેવા બબ્બે પ્રકાર પડે છે તે પર નિમત્તની અપેક્ષાએ પડે છે; તે આત્માના અખંડ સ્વભાવનાં નથી, તેથી સમ્યગ્દષ્ટિ જીવ અખંડ સ્વભાવને દૃષ્ટિમાં લઈને ભંગ ભેદનો નકાર છે. (૧૩) આત્મા પૂર્ણાનંદ પ્રભુ અનંત શક્તિનો પિંડ ત્રિકાળ એકરૂપ અને દ્રવ્ય છે. શક્તિ અને શક્તિમાનનો ભેદ જેમાં નથી એવા આ અભેદ એકરૂપ સામાન્યને વિષય બનાવી તેનાં પ્રતીતિ એ અનુભવ કરે તેનું નામ સમ્યગ્દર્શન છે. ત્રિકાળી ચીજ છે તે કાંઈ પાર્કમાં આવતી નથી. પણ ત્રિકાળ દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધાના પર્યાયમાં પ્રગટે છે, અને ત્યારે આ હું કારણ પરમાત્મા છે, એમ એવો વાસ્તવિક સ્વીકાર થાય છે. (૧૪) ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર ત્રિકાળ ધ્રુવ પૂર્ણાનંદ સ્વરૂપને તેની અંતર-અનુભવમાં પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે, એ તે ધર્મનો પહેલો અવયવ છે અર્થાત્ ધર્મમાં સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. (૧૫) ભગવાન, આત્મા અંદર સદા પરમાત્મસ્વરૂપે વિરાજે છે. તેની સન્મુખ થઈને, જેવી એને જેવડી પોતાની ચીજ છે, તેવી અને તે વડી, એની પ્રતીતિ કરવી,