________________
આવે ત્યારે જીવને સમ્યગ્દર્શન થાય અને ભવના અંત આવે. શાયકને ઓળખવાનું કામ કર, નહિંતર ભવનો અંત નહિ આવે.
પ્રભુ ! ધર્મી તેને કહીએ કે જેને એક શાયકભાવ રૂચે; તેને પુણ્ય-પાપના ભાવ અંતરમાં રૂચે નહિ; વિભાવ ભાવ આવે, હોય, પણ રૂચે નહિ. સમ્યગ્દર્શન-શાન શારિત્ર હું પૂર્ણ પરમાત્મા છું, રાગ અને યુદ્ગલ પરમાણુ માત્ર મારાં નથી, મને પરનો આશ્રય નથી એવી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન એ એવું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને એવા દર્શન-જ્ઞાનથી જાણેલા સ્વરૂપમાં સ્થિરતારૂપ ક્રિયા તે સમ્યગ્યારિત્ર . (૨) સંસારના બીજભૂત કર્મજનિત પર્યાયને આત્માપણે-પોતાપણે જાણવું તેનું જ નામ વિપરીત શ્રદ્ધાન કહીએ છીએ. તેનો મૂળમાંથી નાશ કરવો તે સમ્યગ્દર્શન છે. કર્મજનિત પર્યાયથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને યથાર્થ પણે જાવું તે સમ્યજ્ઞાન છે. અને કર્મ જનિત પર્યાયોથી ઉદાસીન થઈ સ્વરૂપમાં અકંપ-સ્થિર રહેવું, તે સમ્યકચારિત્ર છે. એ ત્રણે ભાવોનો સમૂહ, તે જ આ જીવને કાર્ય સિદ્ધ થવાનો ઉપાય છે. બીજો કોઈ ઉપાય સર્વથા નથી.
સમ્યગ્દર્શન-શાન-ચરિત્ર પ્રાપ્ત કરવાનો ઉપાય સંસારના બીજભૂત કર્મજનિત પર્યાયને આત્માપણે-પોતાપણે જાણવું તેનું જ નામ વિપરીત શ્રદ્ધાન કહીએ છીએ. તેનો મૂળમાંથી નાશ કરવો તે સમ્યગ્દર્શન છે. કર્મજનિત પર્યાયથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને યથાર્થ પણે જાણવું તે સમ્યજ્ઞાન છે. અને કર્મ જનિત પર્યાયોથી ઉદાસીન થઈ સ્વરૂપમાં અકંપ-સ્થિર રહેવું તે સમ્યકચારિત્ર છે. એ ત્રણે ભાવોનો સમૂહ તે જ આ જીવને કાર્ય સિદ્ધ થવાનો ઉપાય છે. બીજો કોઈ ઉપાય સર્વથા નથી. સમ્યગ્દર્શન-શાન-શારિત્ર કાળ સહિત પંચાસ્તિકાયના ભેદરૂપ નવપદાર્થો તે ખરેખર ભાવો છે. તે ભાવોનું અર્થાત નવ પદાર્થોનું શ્રધ્ધાન તે સમ્યગ્દર્શન છે. -કે જે (સમ્યગ્દર્શન) શુધ્ધ ચૈતન્યરપ આત્મતત્ત્વના દ્દઢ નિશ્ચયનું બીજ છે. તે નવ પદાર્થોનો જ મિથ્યાદર્શનના ઉદયની નિવૃત્તિ હોતાં જે સમ્યક અધ્યવસાય (સત્ય સમજણ, યર્થાથ અવભાસ, સાચો અવબોધ) થયો, તે સમ્યાન છે કે જે (સમ્યજ્ઞાન) કાંઇક અંશે જ્ઞાન ચેતના પ્રધાન
૯૭૭
આત્મતત્વની ઉપલબ્ધિ (અનુભૂતિ)નું બીજ છે. સમ્ગદર્શન અને સગ્ગજ્ઞાનના સદભાવને લીધે સમસ્ત અમાર્ગોથી છૂટીને જેઓ સ્વતત્વમાં વિશેષપણે રૂઢ માર્ગવાળા થયા છે તેમને ઇન્દ્રિય અને મનના વિષયભૂત પદાર્થો પ્રત્યે રાગદ્વેષપૂર્વક વિકારના અભાવને લીધે જે નિર્વિકાર જ્ઞાનસ્વભાવવાળો સમભાવ હોય છે તે ચારિત્ર છે કે જે (ચારિત્ર) તે કાળે અને અને આગામી કાળે રમણીય છે અને અપુનર્ભવના (મોક્ષના) મહા સૌષ્યનું એક બીજ છે. સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર પર્યાય જ્ઞેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે (જેમ છે તેમ યર્થાથ) પ્રતીતિ જેનું લક્ષણ છે તે સમ્યગ્દર્શન પર્યાય છે. શેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વની તથા પ્રકારે અનુભૂતિ જેનું લક્ષણ છે તે સમ્યજ્ઞાન પર્યાય છે; શેય અને જ્ઞાતાની જે ક્રિયાન્તરથી નિવૃત્તિ તેના વડે રચાતી દષ્ટિજ્ઞાતૃતત્ત્વમાં પરિણમિ જેવું લક્ષણ છે તે સમ્યગ્યારિત્રપર્યાય છે. આ જ્ઞાનપ્રધાન શૈલીથી સમ્યગ્દર્શનની વ્યાખ્યા છે.
દર્શન-પ્રધાન-દ્રષ્ટિપ્રધાન કથનમાં એકલા અભેદની શ્રધ્ધાને સમ્ગદર્શન કહ્યું છે. ીમદ રાજચંદ્રરચિત આત્મસિધ્ધિમાં અનુભવ, લક્ષ, પ્રતીત એમ શબ્દો આવે છે. ત્યાં અનુભવ તે ચારિત્રપર્યાય, લક્ષ તે જ્ઞાન પર્યાય ને પ્રતીત તે શ્રધ્ધાની પર્યાય છે, પ્રવચનસારમાં અનુભવને જ્ઞાનપર્યાય કહી છે તથા શુભરાગની ક્રિયાથી નિવૃત્તિ અને જાણનાર-દેખનાર સ્વભાવમાં રમણતાને ચારિત્ર પર્યાય કહી છે. નગ્નદશા અને પંચમહાવ્રતની ક્રિયા એ કાંઇ વાસ્તવિક ચારિત્ર નથી.
પ્રશ્ન ઃ તો સમ્યગ્દર્શન બે પ્રકારનું છે ?
ઉત્તર : ના, સમ્યગ્દર્શન બે પ્રકારે નથી સમ્યગ્દર્શન તો એકલી નિર્વિકલ્પ પ્રતીતિરૂપ
એક જ પ્રકારનું છે, તેનું કથન બે પ્રકારે છે-એક દર્શન પ્રધાન અને બીજું જ્ઞાન-પ્રધાન, પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન નિરૂપણ છે, સમયસારમાં દર્શનપ્રધાન નિરૂપણ છે. (પ્રવચન રત્નાકર ગ્રંથ ૧૧ વિભુત્વ શકિત) સમ્યગ્દર્શન-શાન-ચારિત્ર :શુધ્ધ, અભેદ ચૈતન્ય પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન (આત્મા)ની રુચિ તે સમ્ગદર્શન, તેનું જ્ઞાન તે જ્ઞાન અને તેમાં રમણતા