________________
છે. તો આત્માનુભૂતિ, સમ્યક દર્શન વગેરે પણ નિશ્ચિત માનવાં પડશે પછી |
પુરૂષાર્થ કરવાનો કયાં અવકાશ છે ? ઉત્તર :- ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરવાથી પુરૂષાર્થ ઊડી જાય છે – એવો ભય તો
અજ્ઞાનીને લાગે છે, કારણ કે તેને હજુ પુરૂષાર્થને જ આવું સ્વરૂપ જાણતો નથી. વાસ્તવમાં ક્રમબદ્ધ પર્યાયને માનવાથી સમ્યક્ પુરૂષાર્થનો આરંભ થાય છે, કારણકે સંપૂર્ણ જગતનું પરિણમન ક્રમબદ્ધ માનવાથી પર્યાય ઉપર દષ્ટિ નથી રહેતી. કોઈ પણ પર્યાયને હઠાવવા કે લાવવાનો વિકલ્પ નથી રહેતો અને દૃષ્ટિ સ્વભાવ સન્મુખ થઈ જાય છે. આજ સમ્યક પુરૂષાર્થ છે. જ્યાં સુધી ફેરફાર કરવાની દૃષ્ટિ થશે ત્યાં સુધી ઊંધો અને વ્યર્થ પુરૂષાર્થ થતો રહેશે, અને જ્યારે ફેરફાર કરવાની દષ્ટિ નષ્ટ થઈને સહજ સદ્ભાવની દષ્ટિ થશે ત્યારે સમ્યક્ પુરૂષાર્થ શરૂ થશે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાથી હું પરનું કરી દઉં વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય છે, વગેરે બધી જુઠી માન્યતાઓ સમાપ્ત થઈ જાય છે. અને
અંતર સ્વભાવમાં સ્થિર થવાનો માર્ગ ખૂલી જાય છે. શ્રમક રસ પરિત્યાગ :સમદ્રષ્ટિ જીવને ઇન્દ્રિયો ઉપરના રાગનું દમન કરવા માટે
ઘી, દૂધ, દહીં, તેલ, મીઠાઇ, લવણ વગેરે રસોનો યથાશક્તિ ત્યાગ કરવાનો
ભાવ થતાં, અંતરંગ પરિણામોની જે શુધ્ધતા થાય છે તે. સમ્યફ વ્યુત્સર્ગ :બાહ્ય અને અત્યંતર પરિગ્રહના ત્યાગની ભાવનાથી, વીતરાગ
સ્વરૂપના લક્ષ વડે, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. સમ્યફ વૈયાવૃત્ય શરીર અથવા અન્ય વસ્તુઓથી મુનિઓની સેવા કરતાં, વીતરાગ
સ્વરૂપ લક્ષ વડે, અંતરેગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. સમ્યક વિનય પૂજ્ય પુરૂષોનો આદર કરતાં, વીતરાગ સ્વરૂપના લક્ષ વડે, અંતરંગ
પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. સાય વિવિકત શધ્યાસન સમ્મદ્રષ્ટિ જીવને સ્વાધ્યાય, ધ્યાન વગેરેની પ્રાપ્તિ માટે
કોઇ એકાંત નિર્દોષ સ્થાનમાં પ્રમાદ રહિત સૂવા બેસવાની વૃત્તિ થતાં અંતરંગ
પરિણામોની જે શુધ્ધતા થાય છે તે. સમકતાન :ભાવ શ્રુતજ્ઞાન.
સફ શ્રદ્ધા શુદ્ધનય (સમ્યક શ્રુતજ્ઞાનના અંશ) વડે આત્મા તો પરથી નિરાળો,
અખંડ સાયકપણે લક્ષમાં લેવો અને એ જ સ્વરૂપે ત્રિકાળી રહે છે તેમ માનવું
તે સભ્ય શ્રદ્ધા છે. સાયકુ શ્રદ્ધા અને અનુભવમાં શું ફેર છે ? :ઉત્તર :- સભ્ય શ્રદ્ધાન પ્રતીતિ તે
શ્રદ્ધા ગુણની પર્યાય છે ને અનુભવ તે ચારિત્ર ગુણની પર્યાય છે. સમક્ષ સ્વભાવ :ત્રિકાળ એકરૂપ નિર્મળ રહે તેને સમ્યક સ્વભાવ કહેવામાં આવે છે.
જે આત્માનો સ્વભાવ હોય તે તેનાથી દૂર ન થઈ શકે, અને જે દૂર થાય તે
(પુણ્ય-પાપ-વિકાર) તેનું સ્વરૂપ નથી. ક્ષયકુ સ્વાધ્યાય :જ્ઞાનની ભાવનામાં આળસ ન કરવી, તેમાં વીતરાગ સ્વરૂપના
લક્ષ વડે, અંતરંગ પરિણામોની જે શુદ્ધતા થાય છે તે. સમ્યક ચારિત્ર સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને લીધે જેમનો સ્વતન્તગત માર્ગ
વિશેષ રૂઢ થયો છે તેમને ઇન્દ્રિય-મનના વિષયો પ્રત્યે રાગદ્વેષના અભાવને લીધે વર્તતો નિર્વિકાર જ્ઞાનસ્વભાવી સમભાવ તે ચારિત્ર છે કે જે ચારિત્ર તે કાળે અને આગામી કાળે રમણીય છે અને અપુનર્ભવ (મોક્ષ)ના મહા
સૌખ્યમાં એક બીજ છે. સાયકુ ચારિત્ર સમ્યગ્દર્શન જ્ઞાન પૂર્વક આત્મામાં સ્થિરતા તે સમ્યકૂચારિત્ર છે.
(અહીં સમ્યક પદ અજ્ઞાનપૂર્વકના આચરણની નિવૃત્તિ માટે વાપર્યો છે.) (૨) આત્માનો સ્વભાવ-જ્ઞાતા-દષ્ટા છે. જ્ઞાતા-દષ્ટાપણામાં રાગ-દ્વેષ ન હોય, એટલે જ્ઞાતા દૃષ્ટાસ્વભાવને રાગ-દ્વેષ જુદા છે. એમ ભેદજ્ઞાન કરીને, કોઈ પર દ્રવ્યમાં ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ ન કરવી પણ રાગ-દ્વેષ રહિત જ્ઞાનદૃષ્ટા રહેવું તેનું નામ સમ્યક્રચારિત્ર છે. અથવા તો જ્ઞાતા-દષ્ટા સ્વભાવને રાગથી જુદો જાણીને તેમાં સમ્યક પ્રકારે પ્રવૃત્તિ અને રાગથી નિવૃત્તિ તે સમ્મચારિત્ર છે. આ આત્માનો જ વીતરાગ ભાવ એ તે સુખરૂપ છે. મારો સ્વભાવ સુખરૂપ છે. કોઈ પણ સંયોગી પદાર્થ કે સંયોગી ભાવમાં મારું સુખ નથી. અસંયોગી સ્વતઃસિદ્ધ જ્ઞાતા-દષ્ટ વસ્તુ હું આત્મા છું અને મારામાં જ સુખ છે એ જે સ્વરૂપને નથી જાણતો તે જીવને સ્વભાવમાં પ્રવૃત્તિ હોય નહિ પણ પરભાવમાં જ તેની પ્રવૃત્તિ હોય. સ્વભાવમાં પ્રવૃત્તિ તે સખ્યારિત્ર