________________
પરમાણુને એક આકાશ પ્રદેશથી બીજા અનંતર આકારપ્રદેશે (મંદ ગતિથી). જતાં જે વખત લાગે તેને સમય કહેવામાં આવે છે. (૧૦) પદાર્થ; આત્મા. (૧૧) પરમાણુને એક આકાશ પ્રદેશથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદ ગતિથી જતાં જ વખત લાગે તેને સમય કહેવામાં આવે છે. તે સમય કાળ દ્રવ્યનો સૂક્રમમાં સૂક્ષ્મ પર્યાય છે. કાળ દ્રવ્ય નિત્ય છે. સમય ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. જેમ આકાશ પ્રદેશ આકાશ દ્રવ્યનો નાનામાં નાનો અંશ છે, તેના ભાગ પડતા નથી, તેમ સમય કાળદ્રવ્યનો નાનામાં નાનો નિરંશ પર્યાય છે. જો સમયના ભાગ પડે તો તો પરમાણુ વડે એક સમયમાં ઓળંગાતો જ આકાશ પ્રદેશ છે તેના પણ તેટલા ભાગ જ પડવા જોઈએ. પરંતુ આકાશપ્રદેશ તો નિરંશ છે, તેથી સમયે પણ નિરંશ જ છે. (૧૨) વ્યુત્પત્તિ પ્રમાણે સમય એટલે એકી ભાવે પોતાના પર્યાયને પ્રાપ્ત થઈ જે પરણિમન કરે તે ‘સમય’ છે. દરેક પદાર્થ પોતાના ગુણ અને અવસ્થાને પ્રાપ્ત થઈ નિત્ય ટકી રહે છે તે સમય છે. (૧૩) (સમ + અય) એક સાથે જાણે અને બદલવાની ક્રિયા કરે તને આત્મા કહીએ અથવા જીવ કહીએ. (૧૪) દરેક પદાર્થ, પોતાના ગુણ પર્યાયોને પ્રાપ્ત થઈ પરિણમન કરે છે. તેથી તને સમય કહેવામાં આવે છે. બીજો અર્થ એકીસાથે જાણવું અને પરિણમન કરવું, એવી બે ક્રિયાઓ જેમાં હોય, તેને સમય કહે છે. આ રીતે બધા આત્માઓ સમય છે. (૧૫) સમસ્ત દ્રવ્યો. (૧૬) સિદ્ધાંત; શાસ્ત્ર; શાસન; દર્શન; મત. (૧) સમ-અય. સમઃ એક સાથે, એક કાળે, અય ગતો, ધાતુ છે. તેનો અર્થ ગમન થાય છે. અને જ્ઞાન અર્થ પણ થાય છે. ગમન એટલે ગમન કરવું અર્થાત્ ગમન થવું તેથી સમ-અયનો અર્થ, એક સાથે એકરૂપ રહીને જાણે અને એક અવસ્થાથી એકેક સમયે બીજી અવસ્થારૂપ થવું, તે સમય છે. કઈ આત્મામાં વર્તમાન વર્તતી અવસ્થાપણે બદલવાનો જે સ્વભાવ ન હોય, તો કાંઈ વિશેષતા થઈ શકે નહિ. દોષ ટાળી ગુણ પ્રગટ કરે એમ કહેવું વૃથા કરે. તીવ્ર રાગમાંથી મંદરાગ થાય છે. તથા વિકારી ભાવનો ફેરફાર એટલે બદલવું થાય છે. તે વિકાર કાઢી નાખો, તે જ્ઞાન ગુણ વગેરે ગુણનું નિર્મળપણે બદલવું થાય છે. બીજા પદાર્થથી
આત્માનું લક્ષણ જુદું પડે તે માટે, જીવનું સ્વરૂપ એક સમયમાં જાણે અને પરિણમે. તે જીવ ચેતના સ્વરૂપ છે, એમ જણાવ્યું. (૧૮) કાળનો સૂક્ષ્મમાં સમ વિભાગ સમય છે. (૧૮) પદાર્થ. (૧૯) પરમાણને એક આકાશપ્રદેશથી બીજા અનંતર આકાશપ્રદેશે મંદગતિથી જતાં જે વખત લાગે તેને સમય કહેવામાં આવે છે. તે સમય કાળ દ્રવ્યનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ પર્યાય છે. કાળદ્રવ્ય નિત્ય છે; સમય ઉત્પન્ન થાય છે અને નષ્ટ થાય છે. જેમ આકાશપ્રદેશ આકાશદ્રયનો નાનામાં નાનો અંશ છે. તેના ભાગ પડતા નથી. જો સમયના ભાગ પડે તો તો પરમાણુ વડે એક સમયમાં ઓળંગાતો જે આકાશ પ્રદેશ તેના પણ તેટલા જ ભાગ પડવા જોઇએ. પરંતુ આકાશ પ્રદેશ
તો નિરંશ છે; તેથી સમય પણ નિરંશ જ છે. પ્રશ્ન : જયારે પુદગલ-પરમાણુ શીધ્ર ગતિ વડે એક સમયમાં લોકના એક છેડેથી
બીજે છેડે પહોંચી જાય છે. ત્યારે તે ચૌદ રાજુ સુધી આકાશ પ્રદેશોમાં શ્રેણીબધ્ધ જેટલા કાળાઓ છે તે સર્વને સ્પર્શે છે, માટે અસંખ્ય
કાળાણુંઓને સ્પેશતો હોવાથી સમયના અસંખય અંશો પડવા જોઇએ. સમાધાન : જેવી રીતે અનંત પરમાણુઓનો કોઇ સ્કંધ આકાશના એક પ્રદેશમાં
સમાઇ જઇને કદમાં એક પરમાણુ જેવડો જ હો છે, તે પરમાણુઓના ખાસ પ્રકારના અવગાહપરિણામને લીધે જ છે; (પરમાણુઓમાં એવી જ કોઇ વિશિષ્ટ પ્રકારના અવગાહ પરિણામની શક્તિ છે. તેને લીધે આમ બને છે;) તેથી કાંઇ પરમાણુના અનંત અંશ પડતા નથી, તેવી રીતે કોઇ પરમાણુ એક સમયમાં અસંખ્ય કાળાણુઓને ઓળંગીને લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે, તે પરમાણુના ખાસ પ્રકારના ગતિ પરિણામને લીધે જ છે; (પરમાણમાં એવી જ કોઇ વિશિષ્ટ પ્રકારના ગતિ પરિણામની શક્તિ છે તેને લીધે આમ બને છે; તેથી કાંઈ સમયના અસંખ્ય અંશ પડતા નથી. (આકાશમાં પણ અવગાહ હેતુત્વગુણને લીધે એવી શક્તિ છે કે તેનો એક
પ્રદેશ પણ અનંત પરમાણુઓને અવકાશ દેવાને સમર્થ છે.) સમય પ્રભુત :સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર પરણિતિરૂપ જોટાણું-સમય પ્રભુત.