________________
૭૮૫ પરિણામ થાય તે કર્મને સમ્યમિથ્યાત્વ અથવા મિશ્ર કર્મ કહે છે. સમ્યકત્વ મોહનીય = જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન ન રહે, કોઈ દોષ-મલ કે અતિચાર લાગે તેને સમ્યક્ત્વમોહનીય કહે
(૩)
મુનિ એ રીતે અપરિગ્રહી હોય છે, છતાં પુસ્તકો મેળવવાનો, શિયો વધારવાનો, કીર્તિ પ્રાપ્ત કરવાનો, લબ્ધિ મેળવવાનો એ વગેરે પ્રકારનો લોભ તો મુનિઓમાં પણ સંભવે છે. નિર્ગથ મુનિ આ લોભથી બચવા સર્વથા પ્રયત્નશીલ હોય છે. લોભથી બચવા તેઓ લોભનો જ લોભ કરે છે. લોભને જીતવા માટે લોભનો લોભ કરવા જેવો બીજો એક ઉત્તમ ઉપાય નથી. લોભનો લોભ કરવો એટલે લોભ વાપરવામાં કંજૂસાઇ કરવી, અર્થાત્ લોભ ન કરવો. આમ, મુનિ લોભની સામે ત્યાગથી વર્તે છે. લોભને તો દૂરથી જ આવતો ભાળી તેનો નાશ કરવા તેઓ પ્રયત્નશીલ રહે છે, તેઓ ત્યાગ દ્વારા લોભને પ્રવેશવાનો અવકાશ જ આવવા દેતો નથી. ઉપશમથી ક્રોધને હણો, નમ્રતાથી માનને જીતો, સરળતાથી માયાને દૂર કરો, અને સંતોષથી લોભને જીતો એમ કહી ઉપશમ, નમ્રતા, સરળતા અને સંતોષને ક્રોધ, માન, માયા અને લોભને
જીતવાના ઉપાય તરીકે બતાવેલ છે. (૩) મોહનીય કર્મના બે ભેદ છે. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. (૧) દર્શન મોહનીયના ત્રણ ભેદ છે. :
(૧) મિથ્યાત્વ કર્મ (મિથ્યામોહનીય) (૨) સમ્ય મિથ્યાત્વ કર્મ (મિશ્ર મોહનીય) અને (૩) સમ્યક્ત મોહનીય કર્મ (સમ્યક્ત પ્રકૃતિ)
મિથ્યાત્વ કર્મ = જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન ગુણનું વિપરીત પરિણામ થાય, મિથ્યાદર્શનરૂપ થાય, જે વડે આત્મા કે અનાત્માનું ભેદવિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે
નહિ તે મિથ્યાત્વ કર્મ છે. (૨) સમ્યમિથ્યાત્વ કર્મ = જેના ઉદયથી
સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનનાં મિશ્ર
મોહનીય કર્મપ્રકૃતિની સ્થિતિ:મોહનીય(દર્શન મોહનીય) ની કર્મપ્રકૃતિની સ્થિતિ
સિત્તેર કોડાકોડીની છે. મોહભાવના મોહનો અનુભવ મોહમક્ષ રાગાદિ મોહ-રાગ-દે: (૧) હાથીને પકડવા માટે ઘાસથી ઢાંકેલો ખાડો બનાવવામાં આવે છે, હાથી
ત્યાં ખાડો હોવાના અજ્ઞાનને લીધે તે ખાડા ઉપર જતાં તેમાં પડે છે અને એ રીતે પકડાઈ જાય છે. વળી હાથીને પકડવા માટે, શીખવેલી હાથણી મોકલવામાં આવે છે. જેના દેહ પ્રત્યેના રાગમાં ફસાતાં હાથી પકડાઈ જાય છે. હાથીને પકડવાની ત્રીજી રીત એ છે કે તે હાથી સામે પાળેલો બીજો હાથી મોકલવામાં આવે છે અને પેલો હાથી આ શીખવી મોકલેલા હાથી સામે લડવા તેની પાછળ દોડતાં પકડનારાઓની જાળમાં ફસાઈ જાય છે-પકડાઈ જાય છે. ઉપર્યુકત રીતે જેમ હાથી (૧) અજ્ઞાનથી (૨) રાગથી કે (૩) દ્વેષથી અનેક પ્રકારના બંધનને પામે છે, તેમ જીવ (૧) મોહથી, (૨) રાગથી કે (૩) દ્વેષથી અનેક પ્રકારના બંધનને પામે છે. માટે મોક્ષાર્થીએ મોહ-રાગ-દ્વેષનો
પૂરેપૂરી રીતે મૂળમાંથી ક્ષય કરવો જોઈએ. બોહરાગદ્વેષ પરિણતિ સંગ્રામ વિશ્વરૂપતા મોહરાગ દ્વેષ પરિણતિને લીધે જીવને
વિશ્વરૂપતા અર્થાત્ અનેકરૂપતા પ્રાપ્ત થાય છે.
.
(૧)