________________
પણ નિશ્ચયરૂપ હોય છે. જેનું કારણ નિર્મળ તેનું કાર્ય પણ નિર્મળ હોય છે. અહીં આત્માની નિર્મળ પર્યાયને નિશ્ચયનય કહ્યો છે. અને મલિન પર્યાયને વ્યવહાર કહ્યો છે. આત્માની નિર્મળ પર્યાયને વ્યવહાર કહેવાય છે પરંતુ અહીં સ્વદ્રવ્યની અપેક્ષાએ પોતાની પર્યાય છે, માટે નિશ્ચય કહ્યો છે. (૨૪) આત્મા સહજ ચિદાનંદ સ્વરૂપ છે, તેને નહિ જાણતાં પર પદાર્થમાં ઘાલમેલની વૃત્તિ આવે તે પરાશ્રિત, સંયોગાશ્રિત, નિમિત્તાશ્રિતભાવ છે, તે વ્યવહાર છે. (૨૫) શાસ્ત્રથી કે સત્તમાગમથી જિનશાસનને જાણે તે વ્યવહાર છે. (૨૬) અબંન્ના લક્ષે ભેદ રૂપ વિચારમાં રહેવું તે વ્યવહાર છે. પરની ભકિત, પર અવલંબનના (૨૭) પરાશ્ચિત બાવ તે વ્યવહાર. (૨૮) નિમિત્ત, આરોપ, કથન માત્ર (૨૯) પરાશ્રિત ભાવ તે વ્યવહાર, પરાશ્રિતભાવે પરને પોતાનું માનવું તે વ્યવહાર છે. (૩૦) પરાશ્રિત ભાવ તે વ્યવહાર
વ્યવહાર આત્મા અનાત્મા
વ્યવહાર કાળ :પંદર નિમેષની એક કાટા, ત્રીશ કાટાની એકકળા, વીશથી કાંઈક અધિક કળાની એક ઘડી અને બે ઘડીનું એક મુહૂર્ત બને છે. ‘અહોરાત્ર’ સૂર્યના ગમનથી પ્રગટ થાય છે. અને તે એક અહોરાત્ર ત્રીશ મૂર્તનું હોય છે. ત્રીશ અહોરાત્રનો એક માસ, બે માસની એક ઋતુ, ત્રણ ઋતુનું એક અયન અને બે અયનનું એક વર્ષ બને છે. આ બધો વ્યવહાર કાળ છે. પલ્યોપમ, સાગરોપમ વગેરે પણ વ્યવહારકાળના ભેદો છે.
વ્યવહાર ચારિત્ર :અશુભ કાર્યોથી નિવૃત્ત થવું અને શુભ કાર્યોમાં પ્રવૃત્ત થવું
વ્યવહાર ચારિત્ર છે. (૨) જે મૂળ ચારિત્ર તો ન હોય પરંતુ ચારિત્રના પ્રકાશમાં સહાયક હોય તેને જ વ્યવહાર ચારિત્ર કહે છે. જે કોઈ વ્યવહાર ચારિત્ર પાળે, પરંતુ તે વડે નિશ્ચય સમ્યક્ ચારિત્રનો લાભ ન પામી શકે તો તે વ્યવહાર ચારિત્ર યથાર્થ કહેવાય નહિ, સમ્યક્ કહેવાય નહિ. જેમ કોઈ વેપાર ધંધો તો ઘણો કરે પરંતુ ધનનો લાભ ન કરી શકે તો તે વેપારને યથાર્થ વેપાર કહેવાય નહિ.
૮૪૨
જયાં નિશ્ચય સમ્યક્ચારિત્રરૂપ સ્વાત્માનુભવ ઉપર લક્ષ છે, તેની જ ખોજતા છે, એમાં રમણતાનો પ્રેમ છે અને તેથી તેનાં નિમિત્ત સાધનોનો સંગ્રહ કરવામાં આવે છે તો તેને વ્યવહાર સમ્યક્ ચારિત્ર કહેવાય છે.
વ્યવહાર સમ્યક્ ચારિત્ર બે પ્રકારનું છે એક અણગાર અથવા સાધુચારિત્ર અને બીજું સાગર અથવા શ્રાવકચારિત્ર,
વ્યવહાર દૃષ્ટિ :વર્તમાન દષ્ટિ, સ્થૂળ દૃષ્ટિ, મોહ દૃષ્ટિ
વ્યવહાર નય :જે દષ્ટિથી પદાર્થનું ભેદરૂપ સ્વરૂપ અને અશુદ્ધ સ્વભાવ જોવામાં
આવે છે તે દિષ્ટ, અપેક્ષા, નયને વ્યવહારનય કહે છે. (૨) અખંડ દ્રવ્યસ્વભાવનો સ્વીકાર કર્યા પછી, પ્રતીતમાં લીધા પછી અલ્પ વિકારી અવસ્થા બાકી રહે છે તેને જાણી લેવું તે વ્યવહાર નય.
વ્યવહાર માર્ગ :જયાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે. એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું તથા જિનવચનોને કહેનારા શ્રી જિનગુરુની ભકિત, જિનબિંબના દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજવાન છે. અને જેમને શ્રદ્ધાન-શાન તો થયાં છે પણ સાક્ષાત્ પ્રાપ્તિ નથી થઈ તેમને પૂર્વકથિત કાર્ય, પરદ્રવ્યનું અવલંબન છેડવારૂપ અણુવ્રત-મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગુપ્તિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન, એ પ્રમાણે પ્રવર્તનારાઓની સંગતિ કરવી અને વિશેષ જાણવા માટે શાસ્ત્રોનો અભ્યાસ કરવો ઈત્યાદિ વ્યવહારમાર્ગમાં પોતે પ્રવર્તવું અને બીજાને પ્રવર્તાવવું-એવો
વ્યવહારનયનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. (*વ્યવહારનયના ઉપદેશથી એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે. પણ એમ સમજવું કે વ્યવહારોપદિષ્ટ શુભ ભાવોને આત્મા વ્યવહારે કરી શકે છે. વળી તે ઉપદેશથી એમ પણ ન સમજવું કે આત્મા શુભ ભાવો કરવાથી શુદ્ધતાને પામે છે. પરંતુ એમ સમજવુ કે સાધક દશામાં ભૂમિકા અનુસાર શુભ ભાવો આવ્યા વિના રહેતા નથી.)
વ્યવહારનયને કથંચિત અસત્યાર્થ કહેવામાં આવ્યો છે, પણ જો કોઈ તેને સર્વ અસત્યાર્થ જાણી છોડી દે તો શુભોપયોગરૂપ વ્યવહારછોડે અને