________________
છે. જો પોતાથી ન સમજે તો અનંતકાળનો સંસાર ખાતેનો પરાશ્રયરૂપ વ્યવહારભાસ એવોને એવો ઉભો જ છે. દરેક વસ્તુની અવસ્થા પોતાથી સેવતંત્રપણે બદલાયા કરે છે. કોઈની અવસ્થામાં કોઈ નિમિત્ત કાંઈ કરતું નથી, બન્ને પદાર્થની સ્વતંત્ર યોગ્યતા માને ત્યારે વ્યવહારપુય પરિણામરૂપ નવતત્ત્વના વિચારમાંથી એકલા અવિકારી સ્વભાવને માનવો તે જ સમ્યગ્દર્શન છે. નિમિત્ત-નૈમિત્તિકપણું
અવસ્થાથી વ્યવહારે છે. દ્રવ્ય પુણ્યનું નિમિત્ત વ્યવહારે પણ નથી. વ્યવહાર સમ્યગ્દર્શન : જીવ, અજીવ, આવ, બંધ સંવર, નિર્જરા અને મોક્ષ આ
સાતે તત્ત્વોનું જેમ છે તેમ ભેદરૂપ અટલ શ્રદ્ધાન કરવું તે વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. જો કે સાત તત્ત્વોની ભેદની અટળ શ્રદ્ધા શુભરાગ છે. તેથી તે ખરેખર સમ્યગ્દર્શન નથી પણ નીચલી ભૂમિકામાં દશમાં ચોથાપાંચમાં - છઠ્ઠા ગુણ સ્થાનમાં નિશ્ચય-સમકિતની સાથે સહચર હોવાથી તે
વ્યવહાર સમ્યગ્દર્શન કહેવાય છે. વ્યવહારાભાસ :૫રમાર્થ સ્વરૂપ સમજયા પછી જ વ્યવહાર સાચો સમજી શકાય છે.
પરમાર્થ વગરનો સમજેલો વ્યવહાર તે વ્યવહાર નથી પણ વ્યવહારાભાસ છે. વ્યસ્તરૂપ વેરાયેલા રૂપ, ઊલટા રૂપ, વહેંચાયેલા રૂપ વ્યસન : વ્યવહાર આરોપ વ્યાકળ :વિવળ, ગભરાયેલું, બેબાકળું (૨) બેચેન, પરેશાન વ્યાકુળતા :મૂંઝવણ વ્યાખેય :સમજાવવા યોગ્ય (૨) વ્યાખ્યા થઈ શકે તેવું (૩) સમજાવવા યોગ્ય (૪)
સમજાવવો યોગ્ય વ્યાખ્યા :વ્યાખ્યાન, સ્પષ્ટીકરણ, સ્પષ્ટ કથન, વિવરણ (૨) સમજૂતી (૩) વસ્તુનું
પૂરતું અને આવશ્યક વર્ણન, વિસ્તૃત કે સ્પષ્ટ અર્થ, ટીકા. વ્યાખ્યાતા :વ્યાખ્યા કરનાર, સમજાવનાર (૨) વ્યાખ્યા કરનાર, સમઝાવનારે. વ્યાખ્યાન જે અનંતકાળની અજાણી વસ્તુસ્થિતિ છે, તેનો અધિકાર આવ્યું તેનું
સ્વરૂપ જેવું હોય તેવું ખુલ્લું કરવું તે વ્યાખ્યાન છે.
૮૫૦ વ્યાઘાત :પ્રબળ આઘાત, વિરોધ, વિન, અડચણ, ભંગ, અવજોગ વ્યાસ :વ્યપાયેલ, પ્રસરાયેલ, ફેલાયેલ (૨) વ્યાપક થઈ રહેલું, ફેલાઈ ગયેલું,
વ્યાપેલું વ્યાધિ શરીરમાં રોગાદિ (૨) રોગ (૩) શારીરિક કષ્ટપ્રદ રોગો, જન્મ, જરા,
મરણ અને શોકાદિ ઉપદ્રવો. (૪) બીમારી, રોગ. વ્યાપ વ્યાપકભાવ જે નિયમથી સહચારી હોય તેને વ્યામિ કહે છે. જેમ ધૂમાડા
અને અગ્નિમાં સહચારીપણું છે. જયાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય અને અગ્નિ વિના ધૂમાડો ન હોય. તેમ રાગાદિભાવ અને આત્મામાં સહચારીપણું છે. રાગાદિ હોય ત્યાં આત્મા હોય જ. આત્મા વિના રાગાદિ ન હોય. આ વ્યામિ ક્રિયામાં જે કર્મ છે તેને વ્યાપ્ય કહીએ. આત્મા કર્તા છે તેને વ્યાક કહીએ. આવી રીતે જયાં વ્યાપ્યવ્યાપક સંબંધ હોય ત્યાં કર્તાકર્મ સંબંધ
સંભવે, બીજા સ્થાનમાં ન સંભવે. વ્યાપક (વ્યાપક નામ) કર્તા-દ્રવ્ય (૨) દ્રવ્ય છે. કર્તા છે. પ્રસરવું. (૩) થનારો
(૪) વસ્તુ પોતે, પ્રસરનાર, વિશાળ (૫) પ્રસરવું, થનારો, થનારતે (૬) તે દ્રવ્યની અવસ્થા તે દ્રવ્યમાં જ થાય, બીજા દ્રવ્યમાં ન થાય. (૭) તન્મયઃ
ભાવક કર્તા (૮) થનારો વ્યાપ્ય વ્યાપક જ્ઞાન સામાન્ય વ્યાપક છે અને જ્ઞાનના વિશેષો-ભેદો વ્યાપ્ય છે.
જ્ઞાનવિશેષોનાં નિમિત્ત શેયભૂત સર્વ દ્રવ્યો અને પદાર્થો છે. વ્યાપ્ય વ્યાપક ભાવ વ્યાપ્ય વ્યાપકપણું તત્વસ્વરૂપમાં જ હોય, એટલે કે જડની
અવસ્થા તે વ્યાપ્ય અને જડ વસ્તુ પોતે વ્યાપક. એ રીતે વ્યાપ્ય વ્યાપકપણું તસ્વરૂપમાં જ હોય. ક્ષણે ક્ષણે જે વિસ્તા થાય છે તે વસ્તુને આધારે જ થાય છે. સ્તુમાં વ્યાપીને જ થાય છે. વ્યાપક એટલે થનારો અને વ્યાપ્ય એટલે જે થાય થે. અવસ્થા કયાંક જુદી થાય અને થનારો કયાંય જુદા રહી જાય તેમ બને નહિ. શરીર-વાણીની અવસ્થા તે પુદ્ગલ દ્રવ્યમાં જ વ્યાપેલી છે. પુદ્ગલ દ્રવ્યના જ આધારે છે માટે થવાને અને થનારને બન્નેને મેળ છે. એક તત્ત્વથી બીજા તત્ત્વનું કાંઈ પણ થાય તેમ બન્યું નથી, બનતું નથી અને બનશે નહિ.