________________
ઉપવાસ,અઠમ,અઠાઈ,વર્ષીતપ,આયંબીલ લગેરે શુભ ભાવ છે. (૧૦) પ્રશસ્ત રાગ અને મંદ ઉદયે થતા જે વિશુદ્ધ પરિણામ તે મનની પ્રસન્નતારૂપ ઉજવળ પરિણામ તે શુભભાવ છે.
શુભભાવને ઘાતક કેમ કહ્યો છે? :મોક્ષમાર્ગમાં શુભભાવ આવે છે તે શુભભાવ
વિકાર છે માટે ઘાતક જ છે. ચોખ્ખી બે ને બે ચાર જેવી વાત છે.
શુભભાવોને એચેતન એવા પુદ'ગલદ્રવ્યના પરિણામમય કેશ કહ્યા? વસ્તુ આત્મા છે એ તો ચૈતન્યઘનસ્વરૂપ છે. અને આ શુભભાવો છે તે ચૈતન્યના સ્વભાવમય નથી. કારણના જેવાં જ કાર્યો હોય છે. જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે. જેમ જવમાંથી જવ થાય છે તેમ ચૈતન્યમાંથી ચૈતન્ય પરિણામ જ થાય છે. આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે. જેમાંથી જ્ઞાન અને આનંદની જ દશા થાય. તેમાંથી જડ, અચેતન, શુભશુભભાવો કેમ થાય? તેથી પાંચ મહાવ્રત અને બાર અણુવ્રતના જે શુભ વિકલ્પો છે તે પુદ્ગલ દ્રવ્યના પરિણામમય છે, ચૈતન્યના પરિણામમય નથી. અશુદ્ધનિશ્ચયનયથી તેમને જીવના કહેવાય છે. પરંતુ અશુદ્ધ નિશ્ચયનય એટલે જ વ્યવહાર. ખરેખર તો તેઓ પરના આશ્રયે (કર્મોદય નિમિત્તે) થતા હોવાથી એ ભાવો પરના જ છે. અહીં તેમને પુદ્ગલદ્રવ્યના પરિણામ એમ ન કહેતાં અભેદપણે પુદ્ગલદ્રવ્યના પરિણામમય એટલે કે પુદ્ગલદ્રવ્યના પરિણામોથી એકમેક કહ્યા છે.
મંદ કષાયનો ગમે તે ભાવ હોય, ભગવાન કેવળીએ અને પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહ્યો છે કેમકે તેમાં ચૈતન્યના નૂરનો અશ નથી. કોઈ એને મોક્ષનો માર્ગ કહે તો એ મહા વિપરીતતા છે. ભલે એ રાગના પરિણામમાં સ્પર્શ, રસ, ગંધ, અને વર્ણ નથી પણ એ પરિણામમાં ચૈતન્યપણાનો અભાવ છે અને તેથી એ પુદ્ગલના પરિણામમય છે. આ મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોયને સદાય અચેતન હોવાથી પુદ્ગલ જ છે. જીવ નથી, કેમ કે કારણના જેવાં જ કાર્યો હોય છે. શુભયુકત ઃશુભોપયોગી
૯૨૨
શુભયુકત થયું ઃશુભપયોગી ચારિત્ર
શુભરાગ શુભભાવ, અહિંસા, સત્ય, દયા-દાન, વ્રત, તપ, ભકિત પૂજા ઈત્યાદિ શુભરાગ તે શુભભાવ છે. (૨) જે શુભરાગ છે તેમાં જેટલી અશુભરાગ ટાળ્યો તે શુદ્ધતા છે. એમ કહેવું તે બરાબર નથી, સમ્યગ્દર્શન અને આત્માનો અનુભવ થાય, પછી તેને શુભરાગ આવે છે અને એમાં અશુભભાવ ટળે છે. પણ શુભરાગ જે રહે છે તેનો ક્રમે અભાવ થઈને પૂર્મ અભાવ થતાં મોક્ષ પ્રગટ થાય છે. પણ શુભરાગ રહે ને મોક્ષ પ્રગટ થાય એમ ન બને બાપુ ! શુભ રાગ છે એ તો બંધનું જ કારણ છે. (૩) શાસ્ત્રમાં શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે તેનો અર્થ શું ? ચિદાનંદધન સહજ શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ નિજ પરમાત્મદ્રવ્યનું જેને અંતરમાં ભાન વર્તી રહ્યું છે એવા ધર્મી જીવને શુભના કાળે અશુભ (મિથ્યાત્વાદિ) ટળી ગયેલ છે અને ક્રમે કરીને (વધતા જતા અંતર પુરુષાર્થ અને વીતરાગતાના કારણે) શુભને પણ તે ટાળી દે છે, એ અપેક્ષાએ એના શુભરાગને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે. ત્યાં ખરેખર તો ક્રમે વધતી જતી વીતરાગતા જ મોક્ષનું પરંપરા કારણ છે, પણ તે તે ખાળમાં અભાવરૂપ થતો જતો શુભરાગ આવો હોય છે તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને મોક્ષનું પરંપરા કારણ કહેવામાં આવ્યું છે. ખરેખર તે કાંઈ મોક્ષનું કારણ યા પરંપરા કારણ છે એમ નથી, ખરેખર તો રાગ અનર્થનું જ કારણ છે તે અર્થનું-હિતનું કારણ કેમ થાય ? કદીય ન થાય આવી વાત છે જગત માને કે ન માને, આ સત્ય છે.
શુભવાર :શુભ પ્રકાર
શુભવિકલ્પ :શુભરાગ
શુભાભાવ શુભભાવ પણ આત્મસ્વભાવને મદદગાર નથી, એવી સમજણ વિના
માત્ર પુણ્યની ક્રિયા કરી ને તેથી અનંતવાર નવમી ત્રૈવેયક સુધી જે જીવ ગયો તેની શ્રદ્ધા વ્યવહારે તો બહુ ચોકખી હોય છે. કેમ કે સંપીર્ણ વ્યવહારશુદ્ધિ વિના નવમી Âધેયક સુધી જઈ શકાય નહિ. પણ અંતરમાં પરમાર્થ શ્રદ્ધાન ન હતું તેથી તેનું ભવભ્રમણ ટળ્યું નહિ.