________________
કાળ, ત્રણ લોકની પર્યાય તથા અનંતા દ્રવ્ય. એક એક દ્રવ્યના અનંતા ગુણ, એક એક ગુણની અનંતી પર્યાય, તે જ્ઞાનગુણની એક સમયની પર્યાયમાં જણાય છે એવું આત્મામાં સામર્થ્ય છે. એવું સામર્થ્ય જેને પ્રગટ થાય તે સર્વજ્ઞ છે. તેવા સર્વજ્ઞ અહીં આ ક્ષેત્રમાં જ્યારે ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યારે તે પોતે જ સર્વજ્ઞ હતા. અને બીજા પણ ઘણા સર્વજ્ઞ હતા. અત્યારે મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાન સર્વજ્ઞપદે બીરાજી રહ્યા છે અને બીજા પણ ઘા સર્વજ્ઞ બિરાજી રહ્યા છે. (૫) ઈષ્ટદેવ સર્વજ્ઞ છે. આ આત્મા પણ સ્વભાવે સર્વજ્ઞ છે. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ છે. આ આત્મા પણ વીતરાગ સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વરૂપની જ વીતરાગ સ્વરૂપ છે. જેમાંથી વીતરાગ પર્યાય પ્રગટ થાય છે. (૬) મોક્ષની પર્યાય; જે એક સમયની પર્યાયમાં ત્રણ કાળ, ત્રણ લોકને યુગપત્ જાણવાની શક્તિનો વિકાસ થયો છે તે સર્વજ્ઞ મોક્ષની પર્યાય છે. એ મોક્ષ પણ બહિઃ તત્ત્વ છે. અને અંતઃ તત્ત્વ તો એવી અનંત અનંત પર્યાયોનો પિંડ આખી સામાન્ય એક સદશ ચૈતન્ય વસ્તુ છે. આવા અંતઃતત્ત્વ અને આવા બહિતત્ત્વની (એની) ભેદરૂપ શ્રદ્ધાને વ્યવહાર સમક્તિ કહે છે. તથા તેય અંતઃ તત્ત્વના અનુભવમાં જેને નિશ્ચય સમકિત છે તેને આવું સહચરપણે વ્યવહાર સમક્તિ હોય છે. (૭) સર્વજ્ઞ એકજ સમયે બધું જાણનાર, દેખનાર છે. સર્વજ્ઞ પહેલા સમયે જાણે અને બીજા સમયે દેખે, એમ માનારા આદિ અનંત કેવળ જ્ઞાન કેવળ દર્શનમાં અને આદિ અનંતકાળમાં બે ભાગલા પાડી નાખે છે. આ આખી દષ્ટિ તત્ત્વવિરૂદ્ધ છે. કલ્પનામય છે. પરમાત્મા એક જ સમયે બધું દેખે અને જાણે
છે, માટે સર્વજ્ઞ અને સર્વ દર્શી એક જ સમયે છે. (૮) નિરાવરણ જ્ઞાની. સર્વક અને સર્વદા સર્વ પદાર્થ સામાન્ય-વિશેષાત્મક હોય છે. એવો કોઈ પદાર્થ
સંસારમાં નથી જે કેવળ સામાન્ય રૂપ હોય અથવા કેવળ વિશેષરૂપ જ હોય. સામાન્યની સાથે વિશેષનો અને વિશેષની સાથે સામાન્યનો અવિનાભાવ સંબંધ છે. આવી સ્થિતિમાં સામાન્યને , જે દ્રવ્યરૂપે હોય છે. જેવી રીતે શેય ભાવથી જાણવામાં આવે છે તેવી જ રીતે તેના વિશેષો પર્યાયોના સ્વભાવને પણ શેયભાવથી જાણવામાં આવે છે. સ્વાભાવનું આ પરિક્ષાને તે પદાર્થને
સાક્ષાત્ કર્યા વિના-પ્રત્યક્ષ અનુભવમાં લાવ્યા વિના બની શક્યું નથી. તેથી જ્ઞાન સ્વભાવને કારણે આ આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી હોય છે, નહિતરસર્વશી અને સર્વદર્શી ન હોય તો આ આત્માનો જ્ઞાન સ્વભાવ પણ રહેતો નથી. અહીં જ્ઞાન સ્વભાવ હેતુથી આત્માનું સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું સિદ્ધ કરવામાં આવ્યું છે. જો આત્મા જ્ઞાનરૂપ છે અને સર્વ પદાર્થ શેયરૂપ છે તો કોઈપણ પદાર્થ ભલે તે ગમે તેટલો દૂર સ્થિત હોય અને કાળના ગમે તેટલા અંતર સહિત હોય, તો પણ તે કેવળ જ્ઞાનનો વિષય થવાથી બચી શકતો નથી કે જે સર્વથા જ્ઞાનાવરણાદિરૂપ પ્રતિબંધક સહિત નિબંધ,
અસીમ અને અનંત છે. માથા ૧૩-૧૪ મોક્ષ અધિકાર યોગ.... સર્વશ ભગવાન ક્યા પદાર્થને ધ્યાય છે? :સર્વ આત્મપ્રેદેશે પરિપૂર્ણ આનંદ અને
જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ ભગવાન પરમાનંદથી અભિન્ન એવા મિજાત્મારૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી તેમને પરમાનંદનું ધ્યાન છે. અર્થાત તેઓ
પરમ સૌખ્યને ધ્યાવે છે. સર્વ ભગવાનને કોઈ પદાર્થ અભિલાષા, જિજ્ઞાસા કે સંદેહ નથી તો પછી તેઓ
કયા પદાર્થને ધ્યાવે છે ? એક અગ્રનું-વિષયનું સંવેદન તે ધ્યાન છે. સર્વ આત્મપ્રદેશે પરિપૂર્ણ આનંદ અને જ્ઞાનથી ભરેલા સર્વજ્ઞ ભગવાન પરમાનંદથી અભિન્ન એવા નિજાત્મારૂપી એક વિષયનું સંવેદન કરતા હોવાથી
તેમને પરમાનંદનું ધ્યાન છે. અર્થાત્ તેઓ પરમ સૌખ્યને ધ્યાવે છે. સર્વશ વીતરાગ :દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત. સર્વ સ્વભાવ સર્વજ્ઞ જિનેન્દ્ર સિવાય જેટલા મતો છે તેમનામાં સર્વજ્ઞસ્વભાવી
જીવતત્ત્વની પણ પ્રતીતિ નથી. સર્વજ્ઞસ્વભાવ આત્મવસ્તુનું તળ છે. (૨)
જાણનાર, દેખનાર સ્વભાવ સર્વશ સ્વભાવી સર્વપ્રકાશક: સર્વને જાણનારો. સર્વશથી ઉપ :સર્વજ્ઞથી સ્વયં જાણીને કહેવાયેલાં સર્વશાપણું :આત્માપણું ; કેવળ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એકલો અને એવડો
છે કે તે સ્વ અને પરને સંપૂર્ણ પ્રકાશે. લોકાલોક છે તો પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયનો એ સહજ જ સ્વભાવ છે કે એ સમસ્ત વિશ્રુજીને