________________
જાણે. સ્વ પર પ્રકાશકપણાનું સામર્થ્ય પોતાથી જ પ્રગટયું છે. અરિહંતદેવ | વિશ્વને સાક્ષાત દેખે છે એટલે કે પોતાની પર્યાયમાં પૂર્ણતાને દેખે છે. જેમ રાત્રિના સમયે કોઇ સરોવરના પાણીમાં તારા, ચંદ્ર વગેરે દેખાય છે તે ખરેખર તો પાણીની જ અવસ્થા દેખાય છે તેમ જ્ઞાન ખરેખર તો જ્ઞાનને જ
સંપૂર્ણ જાણી રહ્યું છે. (૨) સર્વને જાણનારું સર્વસ્વભાવ:ત્રિકાળ સર્વજ્ઞ સ્વભાવ વિષે બે મત છે. શ્વેતાંબર મતવાળા કહે છે.
કેવળજ્ઞાન સત્તાસ્વરૂપ છે; એમ કે કેવળજ્ઞાન પર્યાય રૂપે સત્તામાં પ્રગટરૂપ છે. અને ઉપર કર્મનું આવરણ છે. દિગંબર સંતો-ઋષિસ્વરો કહે છે - કેવળજ્ઞાન દ્રવ્યમાં શકિતરૂપે છે અને પર્યાયમાં તેનું અલ્પજ્ઞરૂપે પરણિમન છે. પૂર્ણજ્ઞાન (પર્યાયમાં) પ્રગટ નથી તેમાં નિમિત્તરૂપે કર્મનું આવરણ છે. આમ બન્ને વાતમાં મહાન-આસમાન જમીનનું-અંતર છે. વાસ્તવમાં કેવળજ્ઞાન વર્તમાન પર્યાયમાં સત્તારૂપે પ્રગટ નથી, પણ શક્તિરૂપે દ્રવ્યમાં ત્રિકાળ પડેલું છે. પ્રગટ છે તે આવરણ છે એ નહિ, પણ શક્તિરૂપે અને તેનું પર્યાયમાં
અલ્પક્ષપણે પરિણમન છે. સર્વજ્ઞાન :જ્ઞાનનો વિચાર જે પરમાર્થ સ્વરૂપ આત્મા તરફ વળે છે તે બધા વિચારરૂપ
જ્ઞાન. સર્વશોપણ સર્વન્ને સ્વયં જાણેલું (અને કહેલું) સર્વતઃ :બધાય પ્રદેશો (૨) સર્વ આત્મપ્રદેશોથી. (૩) બધીયે તરફથી સર્વતઃ નિવૃત્તિનો અભાવ છે :એકેક તરફથી જરાય નિવૃત્તિ નથી. સર્વતઃ થરા :સર્વ તરફથી ચક્ષવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે ચક્ષુવાળા. સર્વત્ર :બધેય (૨) ક્રમવતી સર્વ શરીરમાં (૩) સદાય; હંમેશા. સર્વથા :અપેક્ષા વિના. (૨) એકાંત, અત્યંત (૩) કાયમ; સદા; સર્વ રીતે (૪)
દરેક રીતે; સર્વ રીતે; તદ્દન; સાવ; બિલકુલ (૫) પ્રાર્થનીય સર્વ પ્રકારે ઇચ્છવા યોગ્ય (૬) સર્વદશ; સંપૂર્ણ. (૭) સર્વ પ્રકારે (૮) દરેક રીતે; સર્વ રીતે; તદ્દન; સાવ; બિલકુલ(૯) સર્વ પ્રકારે. (૧૦) એકાંત. (૧૧) દરેક
રીતે; સર્વ રીતે; તદ્દન; સાવ; બિલકુલ સર્વથા અનિત્ય :ક્ષણિક એકાન્ત
૯૪૯ સર્વથા અવિરોધપણે સાંગોપાંગ સકલ એવિકલપણે. સર્વથા એકાંતવાદીઓ અજ્ઞાનીઓ સર્વથા નિત્ય કાયમી એકરૂપ સર્વથા પ્રાર્થનીય સર્વ પ્રકારે ઈચ્છવા યોગ્ય. સર્વદર્શિતા :ઇચ્છારહિતપણું; ઇષ્ટઅનિટ બુધ્ધિ રહિતપણું; મમત્વરહિતપણું;
સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષ રહિત થવું તે ચારિત્રદશા છે. શાતા-અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ -દુંગંધ, સુસ્વર દુત્વર, રૂપ-કરૂપ, શીત-ઉષણ આદિમાં હર્ષ-શોક, રતિ-અરતિ, ઇટ-અનિષ્ટપણું આર્તધ્યાન ન
વર્તે તે સમદર્શિતા સર્વધર્મવ્યાપલ્પણું પોતાના ધર્મોમાં વ્યાપકપણું-ફેલાવાપણું સર્વને જાણતો નથી તે એકને પણ જાણતો નથી :આ વિશ્વમાં એક આકાશદ્રવ્ય
છે, એક ધર્મ દ્રવ્ય છે, એક અધર્મદ્રવ્ય છે, અસંખ્ય કાળદ્રવ્યો છે; અનંત જીવ દ્રવ્યો છે અને તેનાથી પણ અનંતગણા પુદગલ દ્રવ્યો છે. વળી તેમને જ પ્રત્યેકને ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા ત્રણ કાળના ભેદોથી ભેટવાળા નિરવધિ-અંત વગરના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના અનંત પર્યાયો છે. એ રીતે આ બધોય-દ્રવ્યોને પર્યાયોનો સમુદાય જોય છે. જાણવા લાયક છે. તેમાં જ એક કોઈપણ દમે તે જીવદ્રવ્ય જ્ઞાતા છે. તે સમસ્ત દ્રવ્યો અને પર્યાયોને જાણતો જ્ઞાયક આત્મા સમસ્ત જણાવા રૂપ સમસ્ત જણાતા આકારે પરિણતા પર્યાયોરૂપે પરિણમેલું એક પરિપૂર્ણ જ્ઞાન જેનો આકાર છે એવો નિજ આત્મારૂપે- જે ચેતનાપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. તે રૂપે પરિણમે છે. આ પ્રમાણે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. પરંતુ જે સમસ્ત શેયને નથી જાણતો તે આત્મા સમસ્ત ક્ષેય હેતુક સમસ્ત શેયાકાર પર્યાયે પરિણમેલું સકળ એક જ્ઞાન જેનો આકાર છે એવા પોતારૂપે-પોતે ચેતનાપણાને લીધે સ્વાનુભવ પ્રત્યક્ષ હોવા છતાં પણ પરિણમતો ની (અર્થાત્ પોતાને પરિપૂર્ણપણે અનુભવતો નથી. જાણતો નથી.) આ રીતે એમ ફલિત થાય છે કે સર્વને જાણતો નથી તે પોતાને (આત્માને) જાણતો નથી.